દેશમાં આજે કોરોનાના નોંધાયા 20,408 નવા કેસ, 54 દર્દીઓના થયા મોત
કોરોના મહામારીથી આજે પણ દુનિયાના ઘણા દેશો ખરાબ રીતે પ્રભાવિત છે. અમેરિકા જેવો વિકસિત દેશ પણ આ મહામારી સામે જુકી ગયો હતો. હાલમાં ભારતમાં કોરોનાના કેસમાં ઉતરા-ચઢાવ યથાવત છે. દેશમાં સતત ચોથા દિવસે કોરોનાના 20 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જે એક ચિંતાનો વિષય બની રહ્યો છે. જોકે, અહીં સારી વાત એ પણ છે કે મોટી સંખ્યામાં લોકોએ કોરોનાની વેક્સિન લઇ લીધી છે.ભારતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છ
Advertisement
કોરોના મહામારીથી આજે પણ દુનિયાના ઘણા દેશો ખરાબ રીતે પ્રભાવિત છે. અમેરિકા જેવો વિકસિત દેશ પણ આ મહામારી સામે જુકી ગયો હતો. હાલમાં ભારતમાં કોરોનાના કેસમાં ઉતરા-ચઢાવ યથાવત છે. દેશમાં સતત ચોથા દિવસે કોરોનાના 20 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જે એક ચિંતાનો વિષય બની રહ્યો છે. જોકે, અહીં સારી વાત એ પણ છે કે મોટી સંખ્યામાં લોકોએ કોરોનાની વેક્સિન લઇ લીધી છે.
ભારતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20,408 નવા કેસ નોંધાયા છે. જે બાદ દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 4,40,00,138 થઈ ગઈ છે. વળી, સંક્રમણના કારણે વધુ 54 લોકોના મૃત્યુ પછી, મૃત્યુઆંક વધીને 5,26,312 થઈ ગયો છે. વળી, ગત દિવસે દેશમાં કોરોનાના 20 હજારથી વધુ કેસ નોંધાયા હતા અને સંક્રમણના કારણે 32 લોકોના મોત થયા હતા.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 20,408 નવા કેસ નોંધાયા છે, જ્યારે 54 લોકોના મોત થયા છે. આ પહેલા શુક્રવારે દેશમાં કોરોના વાયરસના 20,409 નવા કેસ નોંધાયા હતા જ્યારે 32 લોકોના મોત થયા હતા. આજે નવા સંક્રમિત દર્દીઓની સંખ્યા ગઈકાલ કરતા 1 ઓછી છે. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા ઘટીને 1,43,384 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 604 એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.
આ સાથે દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા 4,40,00,138 થઈ ગઈ છે. જેમાંથી 5,26,312 દર્દીઓના મોત થયા છે. જ્યારે રોગચાળાને હરાવીને સ્વસ્થ થયેલા દર્દીઓની કુલ સંખ્યા 4,33,30,442 થઈ ગઈ છે. દેશમાં કોરોના રિકવરી રેટ 98.48 ટકા છે. જ્યારે દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 5.05% થઈ ગયો છે. કોરોના ટેસ્ટની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 4,04,399 ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં લગભગ 87.48 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો - દેશમાં આજે પણ કોરોનાના કેસ 20 હજારથી વધુ નોંધાયા
Advertisement


