Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Stock Market Update: Sensex એ સપ્તાહના ત્રીજા દિવસે રોકાણકારોને માલામાલ કર્યા

Stock Market Update: ભારતીય શેરબજારમાં ફરી એકવાર ઈતિહાસ સર્જાયો છે. આજે સવારથી ઉપર-નીચે થતા માર્કેટમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોવાળા Sensex માં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. ભારતીય શેરબજારમાં ફરી એરવાર ઐતિહાસિક ઉછાળો શરૂઆતમાં માર્કેટમાં નુકસાન જોવા મળ્યું હતું દિવસભરમાં...
stock market update  sensex એ સપ્તાહના ત્રીજા દિવસે રોકાણકારોને માલામાલ કર્યા
Advertisement

Stock Market Update: ભારતીય શેરબજારમાં ફરી એકવાર ઈતિહાસ સર્જાયો છે. આજે સવારથી ઉપર-નીચે થતા માર્કેટમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોવાળા Sensex માં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.

  • ભારતીય શેરબજારમાં ફરી એરવાર ઐતિહાસિક ઉછાળો
  • શરૂઆતમાં માર્કેટમાં નુકસાન જોવા મળ્યું હતું
  • દિવસભરમાં Sensex અને Nifty માં નોંધપાત્ર ઉતાર-ચઢાવ

આજે Sensex માર્કેટમાં પ્રથમ વખત 74000 ને પાર પહોંચ્યો છે. જોકે Sensex ટ્રેડિંગના છેલ્લા કલાકોમાં લગભગ 400 પોઈન્ટના વધારા સાથે આ સિદ્ધિ હાંસલ કરી હતી. તેની સાથે Nifty માં પણ એકસાથે તાત્કાલિક ધોરણે 100 પોઈન્ટ વધ્યો હતો.

Advertisement

જોકે આ સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે શેરબજાર સવારથી નીચલા સ્તરે રહ્યું હતું. Sensex 73,587.70 ના સ્તર પર ખુલ્યો હતો. આ પછી દિવસભર બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. આ પરથી સાબિત થતું હતું કે, સવારથી ખરીદદારો અને વેચાણકર્તાઓએ એકબીજા પર વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

Advertisement

Stock Market Update

Stock Market Update

શેરબજારના ઈતિહાસમાં પહેલીવાર નોંધપાત્ર ઉછાળો થયો

પરંતુ શેરબજારના છેલ્લા કલાક દરમિયાન BSE Sensex એ મોટો ઉછાળો થયો હતો. ત્યારે 432 પોઈન્ટનો મજબૂત ઉછાળો મેળવીને 74,109.13 ના સ્તરે પહોંચ્યો હતો. શેરબજારના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે Sensex આ સ્તરને પાર કર્યું છે.

જો Sensex ની મૂવમેન્ટની વાત કરીએ તો 73,587.70 પર ખુલ્યા બાદ આ ઈન્ડેક્સ 73,321.48 ના નીચા સ્તરે ગયો હતો. તે પછી 74,111.82 ના નવા ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.

સેનસેક્સની સાથે નિફ્ટીમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો

જેમ National Stock Exchange નો Nifty-50 પણ ખૂબ જ ઝડપથી 22,327.50 ના સ્તરે ખૂલ્યા બાદ નિફ્ટી 22,224.35 ની નીચીલી સપાટીએ પહોંચ્યો હતો. અંતે નિફ્ટી 22,497.20 ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.

આ પણ વાંચો: RBI Action: ગોલ્ડ પર નહીં મળે લોન, RBIએ આ કંપની વિરુદ્ધ કરી કાર્યવાહી

Tags :
Advertisement

.

×