Download Apps
Home » RBI Action: ગોલ્ડ પર નહીં મળે લોન, RBIએ આ કંપની વિરુદ્ધ કરી કાર્યવાહી

RBI Action: ગોલ્ડ પર નહીં મળે લોન, RBIએ આ કંપની વિરુદ્ધ કરી કાર્યવાહી

RBI Action:  RBI એ પેટીએમ પેમેન્ટ બેંક દ્વારા વધુ ધિરાણકર્તા પેઢી આઈઆઈએફએલ ફાઈનાન્સ પર કડક અંકુશ લાદયા છે. રિઝર્વ બેંકે આઈઆઈએફએલ ફાઈનાન્સ કંપનીને ગોલ્ડ લોન ( IIFL Finance To Gold Loan)  આપવા મનાઇ ફરમાવી છે. ગોલ્ડ લોન વિતરણમાં ગડબડ લાગતા આઈઆઈએફએલ ફાઈનાન્સને નવી ગોલ્ડ લોન ન આપવા આદેશ કર્યો છે. મધ્યસ્થ બેંકે જણાવ્યું હતું કે, ફાઈનાન્સ ફર્મના ગોલ્ડ લોન પોર્ટફોલિયોમાં જોવા મળતી ‘મટીરીયલ સુપરવાઇઝરી ચિંતાઓ’ને ધ્યાનમાં લીધા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 IIFL ફાઈનાન્સને ગોલ્ડ લોન ન આપવા આદેશ
આઈઆઈએફએલ ફાઈનાન્સને ગોલ્ડ લોન ન આપવા રિઝર્વ બેંક આદેશ કર્યો છે. આઈઆઈએફએલ ફાઈનાન્સ પર કડક અંકુશ લાદતા રિઝર્વ બેંકે કહ્યું કે, તેણે પાછલા વર્ષે માર્ચ સુધી આઈઆઈએફએલની નાણાંકીય સદ્ધરતાનું આંકલન કરવા હેતું નિરીક્ષણ કર્યું હતુ. તેને ફાઈનાન્સ ફર્મના ગોલ્ડ લોન પોર્ટફોલિયોમાં કેટલીક ગંભીર ખામીઓ નજરે ચઢી છે. તેમાં લોન મંજૂરી, ડિફોલ્ટ બાદ હરાજીના સમયે સોનાની શુદ્ધતાની તપાસ અને વજન કરવાના નિયમનું ઉલ્લંઘન સામેલ છે.

RBI-Bars-IIFL-Finance-To-Gold-Loan

મધ્યસ્થ બેંકે ઉમેર્યું કે, આઈઆઈએફએલ જે રીતે સોનાની શુદ્ધતાની તપાસ અને તેનું વજન કરી રહ્યુ હતુ, તેમા નિયમનું ઉલ્લંઘન થતુ હતુ, તેનાથી ગ્રાહકના હિતનું રક્ષણ થતું ન હતું. તેનો અર્થ એ છે કે IIFL Financeના લોન ટુ વેલ્યૂ રેશિયોમાં ગેરરીતિ જોવા મળી છે.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ નોંધ્યું છે કે, IIFL ફાયનાન્સે માન્ય કેશ કલેક્શન વટાવી દીધું છે અને તેની ફી માળખામાં પારદર્શિતાનો અભાવ છે. છેલ્લા કેટલાક મહિનામાં કંપનીના સિનિયર મેનેજમેન્ટ અને ઓડિટર્સ સાથે ચાલી રહેલી ચર્ચાઓ છતાં, કોઈ નોંધપાત્ર સુધારાત્મક પગલાં જોવા મળ્યા નથી.

IIFL ફાઈનાન્સનું ઓડિટ કરાવશે RBI
RBI એ જણાવ્યુંકે, તે આઈઆઈએફ ફાઈનાન્સનું એક સ્પેશિયલ ઓડિટ કરાવશે. જો તેમા કંપનીની કામગીરીમાં કોઇ સુધારો દેખાય અને મધ્યસ્થ બેંકને સંતોષ થાય છે તો પ્રતિબંધો વિશે ફેર વિચારણા કરશે.

 

IIFL  ફાઈનાન્સ શું બિઝનેસ કરે છે?
IIFL ફાઈનાન્સ દેશની અગ્રણી ફાઈનાન્સ અને ઈન્વેસ્ટમેન્ટ સર્વિસ આપનાર કંપની છે. આ ફર્મ ગોલ્ડ લોન, બિઝનેસ લોન અને પર્સનલ લોન જેવી નાણાંકીય સુવિધા આપે છે. આ કંપનીની શરૂઆત વર્ષ 1995માં નિર્મલ વર્માએ કરી હતી. તે અગાઉ આઈઆઈએફ હોલ્ડિંગ લિમિટેડના નામે ઓળખાતી હતી.

IIFL  ફાઈનાન્સના શેર પર શું અસર થશે?
IIFL ફાઈનાન્સ શેર બજારમાં લિસ્ટેડ કંપની છે. સોમવારે બીએસઇ પર આઈઆઈએફ ફાઈનાન્સનો શેર 3.35 ટકા ઘટીને 598 રૂપિયા બંધ થયો હતો. બંધ બજારે કંપનીની માર્કેટકેપ 22,816 કરોડ રૂપિયા છે. તાજેતરમાં રિઝર્વ બેંક દ્વારા પ્રતિબંધો લાદયા બાદ પેટીએમ પેમેન્ટ બેંકના શેરમાં સતત ઘટાડો થયો હતો. આમ સંભવતઃ આઈઆઈએફએલ ફાઈનાન્સ શેરમાં પણ નકારાત્મક ટ્રેન્ડ જોવા મળી શકે છે.

આ  પણ  વાંચો  – MARKET High : શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 1164 પોઈન્ટનો ઉછાળો

 

શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર
શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર
By Hiren Dave
Big Boss 16 ફેમ Abdu Rozik એ ગર્લફ્રેન્ડ અમીરા સાથે કરી સગાઈ, દુલ્હનની તસવીર Viral
Big Boss 16 ફેમ Abdu Rozik એ ગર્લફ્રેન્ડ અમીરા સાથે કરી સગાઈ, દુલ્હનની તસવીર Viral
By Dhruv Parmar
જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો
જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો
By Aviraj Bagda
ડ્રાયફ્રૂટ્સમાં પિસ્તાનો સ્વાદ સૌથી વધુ સ્વાદિષ્ટ હોય છે
ડ્રાયફ્રૂટ્સમાં પિસ્તાનો સ્વાદ સૌથી વધુ સ્વાદિષ્ટ હોય છે
By VIMAL PRAJAPATI
દહીં સાથે ભૂલથી પણ આ વસ્તુઓ ક્યારેય ના ખાવી જોઈએ
દહીં સાથે ભૂલથી પણ આ વસ્તુઓ ક્યારેય ના ખાવી જોઈએ
By VIMAL PRAJAPATI
કોણ છે  મોના પટેલ ? જેણે મેટ ગાલામાં વગાડ્યો ડંકો
કોણ છે મોના પટેલ ? જેણે મેટ ગાલામાં વગાડ્યો ડંકો
By Hiren Dave
T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી સફળ ભારતીય કેપ્ટન કોણ?
T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી સફળ ભારતીય કેપ્ટન કોણ?
By Hardik Shah
IPL ના અસલી કિંગ છે વિરાટ કોહલી, આજે બનાવ્યો આ મોટો રેકોર્ડ
IPL ના અસલી કિંગ છે વિરાટ કોહલી, આજે બનાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર Big Boss 16 ફેમ Abdu Rozik એ ગર્લફ્રેન્ડ અમીરા સાથે કરી સગાઈ, દુલ્હનની તસવીર Viral જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો ડ્રાયફ્રૂટ્સમાં પિસ્તાનો સ્વાદ સૌથી વધુ સ્વાદિષ્ટ હોય છે દહીં સાથે ભૂલથી પણ આ વસ્તુઓ ક્યારેય ના ખાવી જોઈએ કોણ છે મોના પટેલ ? જેણે મેટ ગાલામાં વગાડ્યો ડંકો T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી સફળ ભારતીય કેપ્ટન કોણ? IPL ના અસલી કિંગ છે વિરાટ કોહલી, આજે બનાવ્યો આ મોટો રેકોર્ડ