Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat :રેલવે સ્ટેશન પર વતને જવા નીકળેલા મુસાફરે દમ તોડ્યો,ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી રેલવે સ્ટેશન પહોંચ્યા

સુરતમાં રેલવે સ્ટેશન પર અફરાતફડી ભીડના પગલે ભાગદોડમાં એક મોત ટ્રેનમાં ચઢવાની લ્હાયમાં 6થી વધુ બેભાન મુસાફરો બેભાન થતા પોલીસ થઈ દોડતી રેલવે સ્ટેશન પર એમ્બ્યુલન્સ તૈનાત કરાઈ ઉત્તર ભારત જતી તમામ ટ્રેનોમાં ભારે ભીડ   સુરતમાં તહેવારોના કારણે ભારે...
surat  રેલવે સ્ટેશન પર વતને જવા નીકળેલા મુસાફરે દમ તોડ્યો ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી રેલવે સ્ટેશન પહોંચ્યા

સુરતમાં રેલવે સ્ટેશન પર અફરાતફડી
ભીડના પગલે ભાગદોડમાં એક મોત
ટ્રેનમાં ચઢવાની લ્હાયમાં 6થી વધુ બેભાન
મુસાફરો બેભાન થતા પોલીસ થઈ દોડતી
રેલવે સ્ટેશન પર એમ્બ્યુલન્સ તૈનાત કરાઈ
ઉત્તર ભારત જતી તમામ ટ્રેનોમાં ભારે ભીડ

Advertisement

સુરતમાં તહેવારોના કારણે ભારે ભીડ જોવા મળી રહી છે. જેમાં ઔદ્યોગિક શહેરમાં અનેક રાજ્યના લોકો રોજગારી મેળવવા માટે આવતાં હોય છે ત્યારે દિવાળીના તહેવારને લઈને લોકો પોતાના મૂળ વતન તરફ જતાં હોય છે. આ વચ્ચે સુરત રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે આજે ચાર થી પાંચ લોકો બેભાન થયા હતા અને 1 વ્યક્તિને સારવાર માટે 108 માં ખસેડવો પડ્યો હતો, જેનું મોત થયું હોવાની વિગતો સામે આવી રહી છે.  ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સુરત  રેલવે ટેશન  પહોંચ્યા .

Advertisement

Advertisement

સારવાર દરમિયાન એક મુસાફર મોત 

ટ્રેનમાં બેસવા જતાં મુસાફરોમાં એક મુસાફરને 108 દ્વારા સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં એકને હાલત ગંભીર થયા બાદ મોતને ભેટ્યો હતો. જેમાં અંકિત બીરેન્દ્રસિંગ નામના યુવકનું મોત નીપજ્યું હતું. બિહાર છપરા ટ્રેનમાં યુવક વતન જઈ રહ્યો હતો. મુસાફરોના ભારે ઘસારા વચ્ચે બેભાન થતાં મહિલા સહિત બે લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા સુઇજા રામપ્રકાશ સિંહ અને રામપ્રકાશ સિંહ સારવાર હેઠળ છે. જ્યારે સુઇજાબેન સિંહનો પતિ ટ્રેનમાં રહી ગયો હતો.આ સમગ્ર ઘટના અંગે રેલવે ACP એ જણાવ્યું કે, અગાઉથી પૂરતી વ્યવસ્થા કરાઇ હતી પરંતુ ભારે ભીડના કારણે મુશ્કેલી ઊભી થઈ હતી. તેમજ RPF કર્મચારીઓ પણ હાજર જ હતા. આ ઉપરાંત પોલીસકર્મીઓ પણ તૈનાત જ હતા તેમ છતાં ભારે ભીડના કારણે દુર્ઘટના બની છે.

રેલવે પોલીસ દ્વારા તમામ વ્યવસ્થા છતાં ભીડ બેકાબુ

છેલ્લા થોડાં દિવસોથી સુરત રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે રેલવે પ્રશાસન દ્વારા પોલીસની મદદ લેવામાં આવી હતી. જેના અંગે રેલવે ACP એ જણાવ્યું કે, તહેવારને કારણે ભીડ વધારે જ હતી અને તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ લાઇન કરાવીને અમે ટ્રેનમાં એન્ટ્રી આપતા હતા.

આ દરમિયાન સ્ટેશન પર ભારે ભીડના કારણે લોકોના શ્વાસ રૂંધાયા હોવાની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. એટલું જ નહીં ભીડ કંટ્રોલ કરવા પોલીસ ફોર્સ બોલાવાની ફરજ પડી હતી. તેમજ સ્ટેશન પર કેટલાંક મુસાફરોને CPR આપવાની પણ ફરજ પડી હતી. જ્યારે એક યાત્રીને 108 મારફતે સારવાર માટે ખસેડાયો હોવાની પણ માહિતી સામે આવી છે.

દર વર્ષે કેપેસિટી કરતાં વધુ મુસાફરો પહોંચે છે

સુરત રેલ્વે સ્ટેશનની સ્થિતિ કફોડી બની રહી છે. સુરતમાં મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ અને છત્તીસગઢથી લઈ ઓરિસ્સા જેવા રાજ્યોના લોકો વસવાટ કરતાં હોય છે. આ વચ્ચે રેલવે સ્ટેશન પર પોતાના મૂળ વતન જવા માટે 1700ની કેપેસિટી ધરાવતી ટ્રેનમાં 5000થી વધુ પેસેન્જર્સ મુસાફરી કરવા મજબૂર બન્યા છે.

આ  પણ  વાંચો -PM મોદીએ લખેલું ગીત ‘એબન્ડન્સ ઈન મિલેટ્સ’ ગ્રેમી એવોર્ડ માટે નામાંકિત

Tags :
Advertisement

.