આણંદમાં ST બસ-ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5થી વધુ લોકો ઈજાગ્રસ્ત
- આણંદમાં ST બસ-ટ્રેક્ટર વચ્ચે અકસ્માત
- અકસ્માતમાં 5થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા
- પેટલાદના જોગણ પાસે અકસ્માત સર્જાયો
- ઈજાગ્રસ્તોને પેટલાદ હોસ્પિટલ ખસેડાયા
- અકસ્માતમાં ટ્રેક્ટરના બે ટુકડા થઈ ગયા
આણંદમાં પેટલાદના જોગણ ગામ નજીક અકસ્માત થયો છે. જેમાં બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં 5 લોકો ઘાયલ થયા છે. તેમજ અકસ્માતમાં ટ્રેક્ટરના બે ટુકડા થયા છે. ત્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
પેટલાદના જોગણ પાસે બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો
પેટલાદના જોગણ પાસે બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો છે. જેમાં પેટલાદથી ખંભાત જવાના રસ્તા ઉપર જોગણ નહેર પાસે આ ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો હતો. વહેલી સવારે અકસ્માત થતા સ્થાનિકો દોડી આવ્યા હતા. તથા તાત્કાલિક ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જેમાં 5થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમજ ટ્રેક્ટર ચાલક સહીત મુસાફરોને ગંભીર ઇજા થઇ છે.
ઇજાગ્રસ્તને 108 મારફતે સારવાર અર્થે ખસેડાયા
ઇજાગ્રસ્તને 108 મારફતે સારવાર અર્થે ખસેડાયા છે. તેમજ અકસ્માતમાં ટ્રેક્ટરના બે ટુકડા થઈ ગયા છે. અગાઉ આણંદ જિલ્લાના આંકલાવના આસરમાં પાસે બાઇક ઉભેલી ટ્રકમાં ઘુસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક પર સવાર ત્રણ વ્યક્તિઓમાંથી બે વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા અને એક મહિલાને ગંભીર ઈજાઓ થતા તેને આંકલાવની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યારે મૃતક આંકલાવના હતા અને તે વહેલી સવારે નોકરી અર્થે વડોદરા જઇ રહ્યા હતા. તે દરમિયાન ઉભેલી ટ્રકમાં કોઈ કારણોસર બાઇક ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે.
આ પણ વાંચો -સગી જનેતાએ પોતાના અનૈતિક સંબંધને કાયમ રાખવા પોતાના જ પેટે જણેલા પુત્રની હત્યા કરાવ્યાનો ખુલાસો


