Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : 600 વૃક્ષોની હત્યા કરનારી એજન્સીઓ પાસેથી ક્યારે વસૂલાશે રૂ. 50-50 લાખનો દંડ ?

અમદાવાદમાં (Ahmedabad) વૃક્ષો કાપનાર પબ્લિસિટી એજન્સીઓને દંડ કરવા મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. 20 દિવસ વિતિ ગયાં હોવા છતાં એજન્સીઓ પાસેથી દંડ વસૂલવામાં આવ્યો નથી. અગાઉ જ્યારે મામલો સામે આવ્યો હતો ત્યારે તંત્ર દ્વારા મોટા ઉપાડે એજન્સીઓ (publicity agencies)...
ahmedabad   600 વૃક્ષોની હત્યા કરનારી એજન્સીઓ પાસેથી ક્યારે વસૂલાશે રૂ  50 50 લાખનો દંડ
Advertisement

અમદાવાદમાં (Ahmedabad) વૃક્ષો કાપનાર પબ્લિસિટી એજન્સીઓને દંડ કરવા મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. 20 દિવસ વિતિ ગયાં હોવા છતાં એજન્સીઓ પાસેથી દંડ વસૂલવામાં આવ્યો નથી. અગાઉ જ્યારે મામલો સામે આવ્યો હતો ત્યારે તંત્ર દ્વારા મોટા ઉપાડે એજન્સીઓ (publicity agencies) પાસેથી રૂપિયા 50 -50 લાખનો દંડ વસૂલવાની વાતો કરવામાં આવી હતી, જે હવે માત્ર હવામાં થઈ હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે.

એજન્સીઓ દ્વારા હજી સુધી દંડ ભરાયો નથી

અમદાવાદમાં (Ahmedabad) ગોતા, સરખેજ, ચાંદખેડા અને વાડજ સહિતના વિસ્તારોમાં બે પબ્લિસિટી એજન્સીઓ ચિત્રા (Chitra) અને ઝવેરી (Zaveri) દ્વારા જાહેરાતનાં મસમોટા હોર્ડિંગ દેખાય તે માટે 600 જેટલા વૃક્ષો કાપવામાં આવ્યા હોવાનું સામે આવતા પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વિરોધ દાખવવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આ એજન્સીઓને રૂ. 50-50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો, જેને આટલા દિવસ બાદ પણ એજન્સીઓ દ્વારા ભરવામાં આવ્યો નથી. બીજી તરફ, અમદાવાદમાં પર્યાવરણ પ્રેમી લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. જો અમદાવાદમાં આ સ્મારક બનાવવાની મંજૂરી આપવામાં આવશે તો અમદાવાદનું પ્રથમ વૃક્ષ સ્મારક બનશે.

Advertisement

અમે કોઇ વૃક્ષ કાપ્યા નથી : પબ્લિસિટી એજન્સી

અમદાવાદ કોર્પોરેશન (AMC) દ્વારા ચિત્રા અને ઝવેરી બંને પબ્લિસિટી એજન્સીઓને રૂ. 50 લાખનો દંડ ફટકારતી નોટિસ પાઠવવામાં આવી હતી. આ નોટિસમાં 10 દિવસમાં જ રૂપિયા જમા કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ, એસ્ટેટ અને ગાર્ડન સંકલન અભાવે હજુ સુધી દંડ વસૂલવામાં આવ્યો નથી. બીજી તરફ એજન્સીઓ દ્વારા લેખિતમાં કહેવામાં આવ્યું છે કે, અમે કોઇ વૃક્ષ (Tree) કાપ્યા નથી. એસ્ટેટ વિભાગે ગાર્ડનની પાસે વૃક્ષ કપાયા હોવાની સાબિતી માંગી છે.

Advertisement

આ પણ વાંચો - Morbi Tragedy : અરજદારે કોર્ટમાં કરી CBI તપાસની માગ, HC ની સરકાર સામે નારાજગી!

આ પણ વાંચો - TAT-TET : ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર, આગામી 3 માસમાં કરાશે ભરતી!

આ પણ વાંચો - BSF એ કચ્છની રણ સીમાએ પાકિસ્તાનના સિયાલકોટના ઘૂસણખોરને ઝડપ્યો

Tags :
Advertisement

.

×