Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli : મોડી રાતે બકરીનો શિકાર કરતા 9 વર્ષની સિંહણ મોતનાં મુખમાં ધકેલાઈ

અમરેલીના (Amreli) બગસરાના રફાળા નજીક ખુલ્લા કૂવામાં સિંહણ ખાબકતા તેનું મોત નીપજ્યું હતું. માહિતી મુજબ, બકરીનો શિકાર કરવા દોડેલી સિંહણ મોતના મુખમાં ધકેલાઇ હતી. બકરી અને સિંહણ (lioness) બંને ખુલ્લા કૂવામાં ખાબક્યાં હતા. આ મામલે વન વિભાગને (forest department) જાણ...
amreli   મોડી રાતે બકરીનો શિકાર કરતા 9 વર્ષની સિંહણ મોતનાં મુખમાં ધકેલાઈ
Advertisement

અમરેલીના (Amreli) બગસરાના રફાળા નજીક ખુલ્લા કૂવામાં સિંહણ ખાબકતા તેનું મોત નીપજ્યું હતું. માહિતી મુજબ, બકરીનો શિકાર કરવા દોડેલી સિંહણ મોતના મુખમાં ધકેલાઇ હતી. બકરી અને સિંહણ (lioness) બંને ખુલ્લા કૂવામાં ખાબક્યાં હતા. આ મામલે વન વિભાગને (forest department) જાણ કરતા ટીમે સિંહણના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યો હતો.

અમરેલીના ઘણા વિસ્તારોમાં અવારનવાર સિંહ અને સિંહ પરિવારની લટાર જોવા મળે છે. માનવ વસાહતમાં સિંહની લટારના વીડિયો પણ સતત સામે આવતા હોય છે. ત્યારે હવે અમરેલીમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. અમરેલીના (Amreli) બગસરાના રફાળા નજીક જીવરાજ સતાસીયાની (Jivaraj Satasia) વાડીમાં ખુલ્લો કૂવો આવેલો છે. રાતના સમયે આ કૂવામાં ખાબકતા 5થી 9 વર્ષની સિંહણનું મોત નીપજ્યું હતું.

Advertisement

બકરીનો શિકાર કરવામાં સિંહણને મળ્યું મોત

માહિતી મુજબ, રાતના સમયે સિંહણ શિકાર કરવા માટે એક બકરી પાછળ દોડી હતી. દરમિયાન સિંહણ અને બકરી બંને કૂવામાં ખાબક્યાં હતા. અંદાજે 70થી 80 ફૂટ જેટલો પાણી ભરેલા ઊંડા કૂવામાં પડતા સિંહણનું મોત નીપજ્યું હતું. આ મામલે સ્થાનિકોએ વન વિભાગની ટીમને જાણ કરી હતી. વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સિંહણના મૃતદેહને બહાર કાઢ્યો હતો. સિંહણના મૃતદેહનું પીએમ કરવા માટે વનવિભાગ (forest department) દ્વારા શવને એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યો હતો. જણાવી દઇએ કે, ગઈકાલે પણ પીપાવાવ પોર્ટમાં મોડી રાતે 1 સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો - આ વર્ષે પણ રાજ્યોમાં સાયક્લોનની સ્થિતિ યથાવત, આ માટે જવાબદાર ગુજરાતીઓ પોતે

આ પણ વાંચો - Panchmahal : સરપંચની હત્યા બાદ લોકોનું ટોળું ઊગ્ર બન્યું, પોલીસે 8 ટીયર ગેસ છોડ્યા, બે જવાનોને માથામાં ઈજા

આ પણ વાંચો - Gir Somnath : 19 હજાર કિલો સરકારી અનાજ ભરેલી ટ્રક ઝડપાઈ, કુખ્યાત માફિયાનું નામ આવ્યું સામે!

Tags :
Advertisement

.

×