Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chhotaudepur : બોડેલી ખાતે ડુપ્લીકેટ સિગ્નેચર કૌભાંડ મામલે, તપાસ સમિતિ કરાઇ રચના

અહેવાલ -તૌફિક શેખ Chhotaudepur : છોટાઉદેપુર (Chhotaudepur) જીલ્લાના બોડેલી ખાતે ડુપ્લીકેટ સિગ્નેચર કૌભાંડ મામલે હવે તપાસ સમિતિ રચના કરાઇ નાયબ જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા હેઠળની ચાર સભ્યોની ટિમ દ્વારા તપાસ કરવામાં આવશે અને સંપુર્ણ તપાસ 10 દિવસમાં તપાસ પુરી કરાશે....
chhotaudepur   બોડેલી ખાતે ડુપ્લીકેટ સિગ્નેચર કૌભાંડ મામલે  તપાસ સમિતિ કરાઇ રચના
Advertisement

અહેવાલ -તૌફિક શેખ

Chhotaudepur : છોટાઉદેપુર (Chhotaudepur) જીલ્લાના બોડેલી ખાતે ડુપ્લીકેટ સિગ્નેચર કૌભાંડ મામલે હવે તપાસ સમિતિ રચના કરાઇ નાયબ જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા હેઠળની ચાર સભ્યોની ટિમ દ્વારા તપાસ કરવામાં આવશે અને સંપુર્ણ તપાસ 10 દિવસમાં તપાસ પુરી કરાશે.

Advertisement

Chhotaudepur જિલ્લાના બોડેલી તાલુકાની વહીવટદાર શાસિત ગ્રામપંચાયતોમાં માજી સરપંચોની સહી થી નાણાં ઉપાડવાની ઘટનાની વાત સામે આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. બોડેલી તાલુકા વિકાસ અધિકારી દ્વારા અપાયેલી જિલ્લાની 19 ગ્રામ પંચાયતો ની વિગતોમાં અને મેરી પંચાયત એપ્લિકેશનમાં ઓનલાઇન થયેલી વિગતોમાં મોટો તફાવત આવતા છોટાઉદેપુર જિલ્લાનું રાજકારણ ગરમાયુ હતું.

Advertisement

Image preview

Chhotaudepur જિલ્લાના બોડેલી તાલુકા પંચાયત સદસ્ય જીગ્નેશભાઈ રાઠવા જિલ્લાની 19 ગ્રામ પંચાયતોના લેવડદેવડ બાબતે કોની ડીએસસી વાપરવામાં આવી છે તે અંગેની માહિતી ટૂંકા ભૂતકાળમાં બોડેલી તાલુકા વિકાસ અધિકારી પાસે માંગી હતી. જેમાં તાલુકા વિકાસ અધિકારી બોડેલી દ્વારા જીગ્નેશ ભાઈ રાઠવાને 19 ગ્રામ પંચાયતની વિગતવાર માહિતી કાગળ ઉપર આપવામાં આવી હતી. જેમાં દર્શાવેલ વિગતોમાં વહીવટદાર થી નાણાની લેવડદેવડ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જીગ્નેશભાઈ રાઠવા પાસેથી જાણવા મળ્યું હતું.

Image preview

જેમાં માંગેલી માહિતીમાં છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લાની 19 ગ્રામ પંચાયતોનોના નાણાંની લેવડદેવડ વહીવટદાર થી ઉલ્લેખ થયેલ છે નો અપાયેલા જવાબમાં ઉલ્લેખ થયેલો જોવા મળ્યો હતો. જ્યારે જીગ્નેશભાઈના જણાવ્યા અનુસાર ગવર્મેન્ટની એપ કે જે મેરી પંચાયતમાં જે વિગત બતાવે છે તે તેમજ તાલુકા વિકાસ અધિકારીએ આપેલી માહિતીમાં ખૂબ જ મોટો તફાવત આવતાં જીગ્નેશભાઈ રાઠવાએ જિલ્લા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર અને છોટાઉદેપુર જિલ્લા કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીને આ બાબતે વિસ્તૃતમાં 19 પંચાયતોના પુરાવા સાથે આ મામલે તપાસ કરવા લેખીત રજૂઆત કરવામાં આવી હતી.

તપાસમાં તલાટીઓ અને વહીવટદારોના નિવદનો લેવામાં આવ્યા

આ સમગ્ર મામલે તપાસ જિલ્લા પંચાયત નાયબ જિલ્લા વિકાસ અધિકારી રાજુભાઈ પરમાર દ્વારા કરવામાં આવી રહી હતી અને,તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે, પ્રાથમિક તપાસમાં તલાટીઓ અને વહીવટદારોના નિવદનો લેવામાં આવ્યા છે.અને હવે તપાસ કરવા માટે ચાર સભ્યોની તપાસ સમિતિ નિમાઈ છે.જે અંગે વધુ માહિતી આપતા નાયબ જિલ્લા વિકાસ અધિકારી રાજુભાઇ પરમારે જણાવ્યું હતું કે,"આ સમગ્ર મામલે તપાસ કરવા માટે તપાસ સમિતિ નિમાઈ છે.જેમાં હું પોતે,બે ચિટનીસ અને એક સિનિયર ક્લાર્ક આ મામલે તપાસ કરશે અને 10 દિવસમાં તપાસ પૂર્ણ કરવામાં આવશે. તેમજ કસુરવારો સામે પગલા ભરવામાં આવશે.અત્રે ખાસ ઉલ્લેખનીય છેકે છોટાઉદેપુર જિલ્લામાં નકલી કારોબારની ભરમાર માં નકલી સિંચાઈ ઓફિસ, વન વિકાસ નિગમ કચેરી ઉપર કરોડોના ભ્રષ્ટાચાર ના આક્ષેપ વચ્ચે નકલી સિગ્નેચર મામલો ગરમાતા સૌ કોઇ ની મીટ તપાસની દીશા અને દશા ઉપર હાલ તો મંડાઇ છે.

આ  પણ  વાંચો -CHHOTAUDEPUR: કોંગ્રસમાં મોટું ગાબડુ, 125 કાર્યકરો ભાજપમાં જોડાયા

Tags :
Advertisement

.

×