Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dahod : ફર્નિચરની દુકાનની લિફ્ટ તૂટી, એકનું મોત

Dahod : દાહોદના માણેકચોક વિસ્તારમાં આવેલી ફર્નિચરની દુકાનમાં કન્યાદાનની ખરીદી કરવા આવેલા પરિવારજનો સહિત કામદાર લિફ્ટમાં (Lift Collapse) ઉપર જતાં હતા તે દરમિયાન લિફ્ટનો તાર તૂટી જતાં એકનું મોત થયું સાત લોકો ઘાયલ થયા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા...
dahod   ફર્નિચરની દુકાનની લિફ્ટ તૂટી  એકનું મોત
Advertisement

Dahod : દાહોદના માણેકચોક વિસ્તારમાં આવેલી ફર્નિચરની દુકાનમાં કન્યાદાનની ખરીદી કરવા આવેલા પરિવારજનો સહિત કામદાર લિફ્ટમાં (Lift Collapse) ઉપર જતાં હતા તે દરમિયાન લિફ્ટનો તાર તૂટી જતાં એકનું મોત થયું સાત લોકો ઘાયલ થયા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

ફર્નિચરની દુકાનમાં બની મોટી દુર્ધટના

હોળી પર્વ પૂરો થતાં જ દાહોદ જિલ્લાના આદિવાસી સમાજમાં લગ્ન સિઝન જામી છે ત્યારે દાહોદના ખરોદાના રહેવાસી રમીલાબેન ડોડીયાર તેમની પુત્રીના આવતીકાલે લગ્ન નિમિત્તે પરિવારજનો સાથે કન્યાદાનનો સામાન લેવા માટે દાહોદના માણેકચોક વિસ્તારમાં આવેલી ફર્નિચરની દુકાનમાં ગયા હતા જ્યાં રમિલાબેનના પરિવારજનો તેમજ દુકાનમાં નોકરી કરતો યુવક સહિત નવ જણા સામાન ઉપર ચઢાવવા ઉતારવા માટે લગાવેલી લિફ્ટમાં ઉપર જતાં હતા તે દરમિયાન બીજા માળે લિફ્ટનો વાયર તૂટી જતાં લિફ્ટ ધડાકાભેર નીચે પછડાઈ હતી જેમાં દુકાનમાં કરતાં રોહિત નામ કર્મચારીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયું હતું

Advertisement

Advertisement

ખરીદી કરવા આવેલા પાંચ સભ્યોને સામાન્ય ઇજા

જ્યારે ખરીદી કરવા આવેલા પરિવારના પાંચ સભ્યોને નાના મોટા ફ્રેકચર થયા હતા અને બે લોકો સામાન્ય ઇજાઓ પહોચી હતી અને યુવક બચી ગયો હતો બનાવને પગલે આસપાસ માઠી મોટી સંખ્યામાં લોકો ફર્નિચરની દુકાનમાં દોડી આવ્યા હતા સાથે જ પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો તમામ ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા તેમજ મૃતદેહને પોર્સ્ટમોર્ટ્મ અર્થે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પોલીસે સમગ્ર મામલે વધ તપાસ હાથ ધરી છે. બનાવને પગલે મૃટ્કના પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોછતાં જ હૈયાફાટ રુદન થી વાતાવરણ ગમગીન બની ગયું હતું તો બીજી તરફ દીકરીના લગ્નની તૈયારી કરતો પરિવાર પણ હોસ્પિટલ પહોચી ગયો હતો ત્યારે લગ્નની ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો હતો.

આખી ઘટનામાં જોવા જઇયે તો છ માળની ફર્નિચરની દુકાનમાં ઉપરના દરેક માળ ઉપર સમાન ભરવામાં આવેલો છે અને સામાન ચઢાવવા ઉતારવા માટે લોખંડની લિફ્ટ લગાવવામાં આવેલી છે જેમાં માણસોને લઈ જવામાં આવે તે પ્રમાણેની કોઈ વ્યવસ્થા નથી અને લિફ્ટના મેઈન્ટેનન્સ મામલે પણ દુકાનદાર દ્રારા બેદરકારી દાખવવામાં આવી છે તદુપરાંત લોડીંગ લિફ્ટમાં માણસોને સવાર કરવામાં આવ્યા હતા એટ્લે આખી ઘટના માં દુકાનદારને જ જવાબદાર ગણી શકાય પોલીસે દુકાનદાર વિરુધ્ધ ફરિયાદ દાખલ કરી સમગ્ર ઘટનામાં તપાસ હાથ ધરી છે.

અહેવાલ -સાબિર ભાભોર-દાહોદ 

આ  પણ  વાંચો - VADODARA : ફતેગંજમાં પીવાલાયક પાણી ગટરમાં વહી રહ્યાનો સિલસિલો જારી

આ  પણ  વાંચો - VADODARA : રોજના રૂ. 10 હજાર ખર્ચી પાણીના ટેન્કર મંગાવવા લોકો મજબુર

આ  પણ  વાંચો - દેડીયાપાડાના શિક્ષકે સાંસદ વિરુદ્ધ વિડીયો બનાવ્યો તો થઈ ગયા ઘરે ભેગા..

Tags :
Advertisement

.

×