Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે મેયરે પત્ર લખી કલેક્ટર-કમિશનરને કરી આ ખાસ અપીલ

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં (Ayodhya) 22 જાન્યુઆરીએ ઇતિહાસ રચાવવા જઈ રહ્યો છે. 500 થી વધુ વર્ષના સંઘર્ષ બાદ ભગવાન શ્રીરામ ઔતિહાસિક રામમંદિરમાં (Ram Mandir) બિરાજમાન થવાના છે. ત્યારે સમગ્ર દેશમાં ઉત્સાહ અને ઉંમગનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં...
gandhinagar   રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે મેયરે પત્ર લખી કલેક્ટર કમિશનરને કરી આ ખાસ અપીલ
Advertisement

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં (Ayodhya) 22 જાન્યુઆરીએ ઇતિહાસ રચાવવા જઈ રહ્યો છે. 500 થી વધુ વર્ષના સંઘર્ષ બાદ ભગવાન શ્રીરામ ઔતિહાસિક રામમંદિરમાં (Ram Mandir) બિરાજમાન થવાના છે. ત્યારે સમગ્ર દેશમાં ઉત્સાહ અને ઉંમગનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને (Ram Mandir Pran Pratishtha Mohotsav) લઈ વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં (Gandhinagar) મેયરએ કલેક્ટર અને કમિશનરને પત્ર લખી એક ખાસ અપીલ કરી છે.

મળતી માહિતી મુજબ, 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ઐતિહાસિક રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને (Ram Mandir Pran Pratishtha Mohotsav) લઈ ગાંધીનગર (Gandhinagar) મેયર દ્વારા કલેક્ટર અને કમિશનરને પત્ર લખીને આ દિવસે નોનવેજની લારીઓ, ઇંડાની દુકાનો, કતલખાનાં બંધ રાખવામાં આવે એવી અપીલ કરવામાં આવી છે. આ પત્ર થકી મેયરે હિન્દુઓની આસ્થાને માન આપવા વિનંતી કરી છે.

Advertisement

સૌજન્ય : Google

Advertisement

વિવિધ મંદિરોમાં પૂજા-અર્ચના, મહાયજ્ઞનું આયોજન

ગાંધીનગરના (Gandhinagar) મેયર હિતેશ (Hitesh Makwana) મકવાણા દ્વારા આ પત્ર કમિશનર અને કલેક્ટરને લખવામાં આવ્યો છે અને અપીલ કરાઈ છે કે, 22 જાન્યુઆરીના રોજ હિન્દુ ધર્મના સૌથી મોટા મહાપર્વ દિવાળીની જેમ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. શહેરના વિવિધ મંદિરોમાં પૂજા-અર્ચના, મહાયજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આથી આ દિવસે 22 જાન્યુઆરી, 2024 સોમવારે ગાંધીનગર શહેરની તમામ નોનવેજ, ઇંડાની દુકાનો-લારીઓ અને કતલખાના બંધ રાખવામાં આવે એવી અપીલ છે.

આ પણ વાંચો - Vadodara : ‘હરણી હત્યાકાંડ’ ના પડઘા સુપ્રીમ કોર્ટમાં! ગુજરાત HC ના વકીલે અરજીમાં કરી આ માગ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×