Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : નર્મદા કેનાલ બની મોતની કેનાલ, 24 કલાકમાં મળ્યા 5 મૃતદેહ

Gandhinagar : ગાંધીનગર (Gandhinagar)જીલ્લામાં આવેલ નર્મદા કેનાલ (Narmada Canal) જાણે કે મોતની કેનાલ બની ગઈ હોય તેવો ઘાટ ઘડાયો છે. ગાંધીનગર પાસેથી વહેતી નર્મદા કેનાલમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં 5 બિનવારસી મૃતદેહો મળી આવ્યા છે. જાણવા મળી રહયું છે કે મળી...
gandhinagar   નર્મદા કેનાલ બની મોતની કેનાલ  24 કલાકમાં મળ્યા 5 મૃતદેહ
Advertisement

Gandhinagar : ગાંધીનગર (Gandhinagar)જીલ્લામાં આવેલ નર્મદા કેનાલ (Narmada Canal) જાણે કે મોતની કેનાલ બની ગઈ હોય તેવો ઘાટ ઘડાયો છે. ગાંધીનગર પાસેથી વહેતી નર્મદા કેનાલમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં 5 બિનવારસી મૃતદેહો મળી આવ્યા છે. જાણવા મળી રહયું છે કે મળી આવેલ મૃતદેહોમાં 2 મહિલાઓ અને 3 પુરુષોના મૃતદેહોનો સમાવેશ થાય છે. તો માત્ર 24 કલાકમાં આટલી મોટી સંખ્યામાં મૃતદેહો મળી આવતા ચકચાર મચી ગઈ છે અને પોલીસ પણ તપાસ હાથ ધરી છે.

તો, મળતી માહિતી મુજબ,ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી 2 મૃતદેહો મળી આવ્યા છે જ્યારે 3 મૃતદેહો અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવ્યા હતા. મળી આવેલ 2 મહિલાઓ અને 3 પુરુષોના મૃતદેહોની ઓળખ કરવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement

ગઈકાલે અજાણ્યા પુરુષની મળી  હતી લાશ

ગઈકાલે મેદરા પાસે એક પ્રેમી યુગલના મૃતદેહ મળી આવ્યા હતા. બંને એક બીજાથી છુટા ન પડે એટલા માટે તેમણે પોતાના હાથ બાંધી રાખ્યા હતા. તો, લિંબુડિયા ગણેશપૂરા કેનાલમાંથી ગઈકાલે અજાણ્યા પુરુષની લાશ મળી હતી. વધુમાં આજે સવારે અડાલજ કેનાલમાંથી એક મહિલા અને અંબાપુર પાસેથી અજાણ્યા પુરુષની લાશ મળી હતી.

Advertisement

2 માસૂમ બાળકોના મોત થતાં હાહાકાર

કાળઝાળ ગરમીના કારણે 2 માસૂમ બાળકોના મોત થતાં હાહાકાર મચી ગયો છે. ગરમી એવી પડી રહી છે કે દરેક વયના લોકો તેનો ભોગ બની રહ્યા છે. કાળઝાળ ગરમીના કારણે લૂ લાગવી, ડીહાઇડ્રેશન અને હીટ સ્ટ્રોકના બનાવો બની રહ્યા છે ત્યારે નાગરીકોએ સાવચેત રહેવાની જરુર છે.

આ પણ  વાંચો  - HEAT WAVE : હવામાંન વિભાગે આપ્યા રાહતના સમાચાર,આ દિવસથી થશે તાપમાનમાં ઘટાડો

આ પણ  વાંચો  - Gir Somnath : જાફરાબાદ કસ્ટોડિયલ ડેથ મામલે ધારાસભ્ય હીરા સોલંકીનું નિવેદન

આ પણ  વાંચો  - VADODARA : પૈતૃક સંપત્તિમાંથી બહેનોના નામ જાણ બહાર કમી

Tags :
Advertisement

.

×