Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : ઉમવાળા ચોકડી પાસે ટ્રક-એક્ટિવા વચ્ચે અકસ્માત, મહિલાને ગંભીર ઇજા!

ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે પર રોજિંદા નાના મોટા અકસ્માતની વણઝાર જોવા મળે છે. ત્યારે, આજે ગોંડલના (Gondal) ઉમવાળા ચોકડી પાસે ટ્રકચાલકે એક એક્ટિવાચાલક મહિલાને હડફેટે લીધી હતી, જેમાં મહિલાને ઇજા થતાં માર્કેટિંગ યાર્ડની (marketing yard) એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે...
gondal   ઉમવાળા ચોકડી પાસે ટ્રક એક્ટિવા વચ્ચે અકસ્માત  મહિલાને ગંભીર ઇજા
Advertisement

ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે પર રોજિંદા નાના મોટા અકસ્માતની વણઝાર જોવા મળે છે. ત્યારે, આજે ગોંડલના (Gondal) ઉમવાળા ચોકડી પાસે ટ્રકચાલકે એક એક્ટિવાચાલક મહિલાને હડફેટે લીધી હતી, જેમાં મહિલાને ઇજા થતાં માર્કેટિંગ યાર્ડની (marketing yard) એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે પર ઉમવાળા ચોકડી પાસે આજે સવારે અકસ્માતની એક ઘટના સામે આવી હતી, જેમાં ટ્રકચાલકે એક્ટિવા સવાર એક મહિલાને અડફેટે લીધી હતી, જેમાં એક્ટિવાચાલક મહિલા દયાબેન શશીકાંત ગજેરા જે માલધારી હોટેલ પાછળ આવેલ કુમકુમ રેસિડેન્સીમાં રહે છે અને રોજિંદા નિયમ મુજબ સવારે દર્શન કરવા માટે મંદિરે જતા હતા તે દરમિયાન ટ્રકચાલકે તેમની એક્ટિવાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આથી એક્ટિવાચાલક મહિલા હાઇવે પર પટકાઈ હતી, જેમાં હાથમાં ફેક્ચર અને બન્ને પગના પંજામાં ઇજાઓ થવા પામી હતી. દયાબેનને સારવાર અર્થે ડો. વાડોદરિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ટ્રકચાલકને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે અને અકસ્માતની વધુ તપાસ B ડિવિઝન શહેર પોલીસના (B Division city police) ASI બાવકુભાઈ ખાચર દ્વારા હાથ ધરવામાં આવી છે.

Advertisement

Advertisement

ઉમવાળા ચોકડી પરથી બેરિગેટો હટાવી લેવામાં આવે છે

ગોંડલ (Gondal) નજીક હાઇવે પર ચાર જેટલી મુખ્ય ચોકડીઓ આવેલી છેં. આશાપુરા ચોકડી, ઉમવાળા ચોકડી, નવા યાર્ડ પાસે અને સાંઢીયા પુલ ચોકડી. આ ચોકડીઓ પર બેરિગેટો અને ટ્રાફિક પોલીસ મુકવાની લોકો માગ કરી રહ્યા છે. ઉમવાળા ચોકડી પાસે બેરીગેટ હોવા છતાં કેટલાક લોકો દ્વારા વારંવાર હટાવી લેવામાં આવે છે ત્યારે અકસ્માતના બનાવો બને છે. છતાં હાઇવે ઓથોરિટી (highway authority) દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી.

અહેવાલ : વિશ્વાસ ભોજણી

આ પણ વાંચો - VADODARA : બોગસ પુરાવા આપી મેળવેલ કારની ઠગાઇ કરનાર રીઢો નિકળ્યો

આ પણ વાંચો - VADODARA : મરી માતાના ખાંચામાં ટ્રાફિકની સમસ્યા દુર કરવા પોલીસની એન્ટ્રી

આ પણ વાંચો - Navsari : પિત્ઝાના શોખીનો ચેતજો! આ જાણીતી બ્રાન્ડની દુકાનમાં ગ્રાહકને અપાઈ ફૂગવાળી વાસી કેક, Video વાઇરલ

Tags :
Advertisement

.

×