Download Apps
Home » ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી અને લસણની મબલખ આવક નોંધાઈ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી અને લસણની મબલખ આવક નોંધાઈ

અહેવાલ -વિશ્વાસ ભોજાણી -ગોંડલ 

સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓ ની વિપુલ પ્રમાણમાં આવક થાય છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી જેને પગલે યાર્ડના સત્તાધીશો દ્વારા ત્રણ દિવસ તા. 1,2,3 ડિસેમ્બર તમામ જણસીની આવક બંધ રાખવામાં આવી હતી. ત્યારે આજરોજ વિવિધ જણસીની આવક શરૂ કરતા યાર્ડમાં ડુંગળી અને લસણ ની વિપુલ પ્રમાણમાં આવક નોંધાઈ હતી. લસણ – ડુંગળી ની આવક ની જાહેરાત કરાતા યાર્ડની બહાર બન્ને બાજુ 1500 થી 1600 વાહનોની 3 થી 4 કિલોમીટર લાંબી લાઈનો લાગી જવા પામી હતી.

Image preview

સત્તાધીશો દ્વારા બીજી જાહેરાત ના થાય ત્યાં સુધી આવક બંધ કરાઈ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ લસણ અને ડુંગળી ની આવક થવા પામી હતી. ડુંગળી ની 1 લાખ કટ્ટાની આવક થવા પામી હતી અને લસણ 65 હજાર કટ્ટાની આવક થવા પામી હતી. લસણ અને ડુંગળી મબલખ આવક થી ઉભરાયું હતું. ગ્રાઉન્ડમાં જગ્યા ખૂટી જતા મરચા ના ગ્રાઉન્ડમાં ડુંગળી ની આવક ઉતારવાની ફરજ પડી હતી. યાર્ડના સત્તાધીશો દ્વારા આગામી લસણ – ડુંગળી આવક ને લઈને બીજી જાહેરાત ના કરવામાં આવે ત્યાં સુધી ડુંગળી અને લસણ ની આવક સદંતર બંધ રાખવામાં આવી છે.

Image preview

હરાજીમાં ખેડૂતોને સારા ભાવ મળતા ખુશખુશાલ

ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે સમગ્ર સૌરાષ્ટ્ર ભર માંથી ખેડૂતો પોતાની જણસી લઈને ગોંડલ યાર્ડમાં આવે છે. જેનું મુખ્ય કારણ એ છેકે અહીં જે ખેડૂતોને ભાવ મળે છે તેવો ભાવ બીજે ક્યાંય ખેડૂતો મળતો નથી અને ખેડૂતો પણ અહીં પોતાની જણસી વેચી ને હસતા હસતા જાય છે તેનો અમને આનંદ થાય છે. આજે પણ ડુંગળી અને લસણની હરાજીમાં ખેડૂતો સારા ભાવ મળ્યા હતા. જેમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 300 થી 850 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા તેમજ લસણના 20 કિલોના ભાવ રૂપિયા 2000 થી 3800 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. અને પોતાની જણસીના સારા એવા ભાવ મળતા ખેડૂતો પણ ખુશ ખુશાલ જોવા મળ્યા હતા.

Image preview

અન્ય રાજ્ય માંથી વેપારીઓ પણ અહીં આવી પોહચ્યા

ગોંડલ માર્કેટિંગ યાર્ડ આવક ની દ્રષ્ટિએ જોઈએ તો સમગ્ર ગુજરાતમાં અગ્રીમ સ્થાન ધરાવે છે. સમગ્ર સૌરાષ્ટ્ર માંથી ખેડૂતો જેમ કે રાજકોટ, પોરબંદર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, મોરબી સહિતના જીલ્લાઓ માંથી ખેડૂતો પોતાની જણસી લઈને અહીં આવતા હોય છે. વિવિધ જણસી ની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સારી એવી આવક થતી હોય છે જેને પગલે અન્ય રાજ્યના વેપારીઓ જેમ કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, આસામ, કેરળ, મહારાષ્ટ્ર સહિત ના રાજ્ય માંથી વેપારીઓ અહીં લસણ અને ડુંગળીની ખરીદી માટે અહીં આવી પોહચ્યા છે. અન્ય રાજ્ય ના વેપારીઓ અહીં ના ખેડૂતોની જણસી ખરીદી વિદેશમાં પણ મોકલતા હોય છે. જેને પગલે ખેડૂતો પણ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પોતાની જણસી વેચવા માટે પ્રથમ પસંદગી આપતા હોય છે.

આ  પણ  વાંચો -ગુજરાતની આ બે મહિલા ક્રિકેટનો સંઘર્ષ તમારી આંખો ભીની કરશે

 

સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
By Harsh Bhatt
આજે રાતે સંભાળજો…!
આજે રાતે સંભાળજો…!
By Vipul Pandya
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો… આજે રાતે સંભાળજો…!