Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Harani Lake : 'હરણી હત્યાકાંડ' તપાસ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા! ......તો તમામ લોકોના જીવ બચ્યાં હોત!

વડોદરાની (Vadodara) હરણી લેક ઝોન (Harani Lake) દુર્ઘટનામાં 12 માસૂમ બાળક અને 2 શિક્ષિકાના મોત નીપજ્યાં હતાં. રાજ્ય સરકારના આદેશથી હરણી બોટ દુર્ઘટનાની સઘન તપાસ કરવામાં આવી છે. ત્યારે હવે વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા કલેક્ટર એ.બી. ગૌર દ્વારા કરવામાં...
harani lake    હરણી હત્યાકાંડ  તપાસ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા        તો તમામ લોકોના જીવ બચ્યાં હોત
Advertisement

વડોદરાની (Vadodara) હરણી લેક ઝોન (Harani Lake) દુર્ઘટનામાં 12 માસૂમ બાળક અને 2 શિક્ષિકાના મોત નીપજ્યાં હતાં. રાજ્ય સરકારના આદેશથી હરણી બોટ દુર્ઘટનાની સઘન તપાસ કરવામાં આવી છે. ત્યારે હવે વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા કલેક્ટર એ.બી. ગૌર દ્વારા કરવામાં આવેલ તપાસ અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે.

વડોદરા હરણી લેક (Harani Lake) ઝોન દુર્ઘટના મામલે વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા કલેક્ટર એ.બી. ગૌર (A.B. Gor) દ્વારા કરવામાં આવેલી તપાસનો અહેવાલ સરકારને સુપ્રત કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં હાઇકોર્ટમાં જે એફિડેવિટ ફાઈલ કરવામાં આવ્યું હતું, તેમા આ અહેવાલનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. માહિતી મુજબ, જિલ્લા મેજિસ્ટ્રેટ (District Magistrate) એ.બી. ગૌર દ્વારા તૈયાર કરવામાં આવેલ તપાસ અહેવાલમાં FSL ના રિપોર્ટને પણ ટાંકવામાં આવ્યો છે. જે મુજબ, બોટમાં માત્ર 14 વ્યક્તિઓને બેસવાની વ્યવસ્થા છતાં 7 પુખ્ત વયની વ્યક્તિ અને 23 બાળકોને બેસાડવામાં આવ્યા હતા. ઉપરાંત, હરણી તળાવમાં મોટર બોટ હતી, પરંતુ તે પણ બંધ અવસ્થામાં હતી. જો લાઈફ ગાર્ડ હોત તો પણ અકસ્માત સ્થળે પહોંચી ન શકાત કારણ કે મોટર બોટ બંધ હતી.

Advertisement

Advertisement

તપાસ અહેવાલમાં જે ખુલાસા થયા છે તે મુજબ, બોટ ડુબાવનાં મુખ્ય કારણો પૈકી એક બોટ જ્યારે આગળ વધી રહી હતી ત્યારે બોટની ડાબી બાજુથી બોટમાં પાણી આવવાનું શરૂ થયું હતું. પાણી ભરાવવાને કારણે બોટ નમવા લાગી હતી. દરમિયાન, બોટ ઓપરેટર દ્વારા ભારે સ્પીડ સાથે બોટ વાળવામાં આવી હતી, જેના લીધે બોટ ઊંધી વળી ગઈ હતી. ઓપરેટરને બોટ ચલાવવાનું જ્ઞાન નહોતું, પદ્ધતિસરની બોટ ચલાવવાની કોઈ તાલીમ પણ લીધી નહોતી. બોટના હેલ્પરે પણ કોઈ તાલીમ લીધી નહોતી. બંને એ કોઈ પણ જાતની તાલીમ તો લીધી નહોતી, પરંતુ તરતા પણ આવતું નહોતું.

......તો તમામ લોકોનાં જીવ બચી ગયાં હોત

બોટમાં ચઢવા-ઉતરવા માટે જુદી જુદી જેટી હતી, પરંતુ બંનેનો ઉપયોગ કરાયો નહોતો. જો દક્ષિણ તરફની જેટી પરથી વિધાર્થીઓ, શિક્ષકોને બોટમાં ચઢાવ્યાં હોત તો તમામના જીવ બચી ગયો હોત. દક્ષિણ જેટી પર 99 લાઈફ જેકેટ અને લાઈફ રિંગ ઉપલબ્ધ હતી. ઉત્તર બાજુની જેટીથી બાળકો, શિક્ષકોને ચઢાવવામાં આવ્યા, જ્યાં પૂરતી સંખ્યામાં લાઇફ જેકેટ પણ ઉપલબ્ધ નહોતા. ઉત્તર જેટી પર માત્ર 9 લાઈફ જેકેટ જ ઉપલબ્ધ હતા.

કરારની શરતોનું ઉલ્લંઘન

કોટિયા પ્રોજેકટ (Kotia project) દ્વારા કરારની શરતોનું ધરાર ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, અને ગંભીર બેદરકારી છતી થઈ છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (Vadodara Municipal Corporation) અને કોટિયા પ્રોજેકટ વચ્ચે નૌકા વિહાર પ્રોજેકટ માટે થયેલ કરારમાં જે બાબતોનો ઉલ્લેખ હતો તેનું કોઈ જ પાલન કરવામાં આવ્યું નહોતું. સલામતી અને સુરક્ષા માટે જે મુદ્દાઓનો ઉલ્લેખ હતો તે પૈકી કોઈ પણ મુદ્દાનો અમલ કરાયો નહોતો. જો લાઈફ ગાર્ડ હાજર રાખ્યા હોત તો તમામનો જીવ બચી શક્યો હોત.

આ પણ વાંચો - Vadodara : હરણી લેક ઝોન કેસના આરોપીના 4 દિવસના ફર્ધર રિમાન્ડ મંજૂર, અત્યાર સુધી 20 ની ધરપકડ

Tags :
Advertisement

.

×