Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Hatkeswar Bridge : બેનરો થકી વિરોધ, કોન્ટ્રાક્ટર ન મળતા બ્રિજ AMC માટે માથાના દુ:ખાવા સમાન!

અમદાવાદમાં (Ahmedabad) ભ્રષ્ટાચારનું ઉત્તમ ઉદાહરણ અને વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ (Hatkeswar Bridge ) ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. વિપક્ષી પાર્ટી કોંગ્રેસે હાટકેશ્વર બ્રિજ પર અમદાવાદ મ્યુનિસિપલ (AMC) ને ઉલ્લેખી બેનર લગાવ્યા છે. આ બેનરો પર લખ્યું છે કે, 'હું ભ્રષ્ટાચારી બ્રિજ...
hatkeswar bridge   બેનરો થકી વિરોધ  કોન્ટ્રાક્ટર ન મળતા બ્રિજ amc માટે માથાના દુ ખાવા સમાન
Advertisement

અમદાવાદમાં (Ahmedabad) ભ્રષ્ટાચારનું ઉત્તમ ઉદાહરણ અને વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ (Hatkeswar Bridge ) ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. વિપક્ષી પાર્ટી કોંગ્રેસે હાટકેશ્વર બ્રિજ પર અમદાવાદ મ્યુનિસિપલ (AMC) ને ઉલ્લેખી બેનર લગાવ્યા છે. આ બેનરો પર લખ્યું છે કે, 'હું ભ્રષ્ટાચારી બ્રિજ છું, હું થાકી ગયો છું. હું ક્યાં સુધી નડીશ.' આ બેનરો લગતા હાટકેશ્વર બ્રિજનો મુદ્દો ફરી ચર્ચાયો છે.

શહેરના સૌથી વધુ વિવાદિત અને ચર્ચાસ્પદ હાટકેશ્વર બ્રિજ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. હાટકેશ્વર બ્રિજ પર વિપક્ષી પાર્ટી કોંગ્રેસે (Congress) AMC ને સંબોધિ એક બેનર લગાવ્યું છે, જેને સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે. બેનરમાં લખ્યું છે કે, હું ભ્રષ્ટાચારી બ્રિજ છું, હું થાકી ગયો છું. હું ક્યાં સુધી નડીશ.' આ બેનરો લગતા હાટકેશ્વર બ્રિજનો મુદ્દો ફરી ચર્ચાયો છે.

Advertisement

કરોડોના ખર્ચે બનેલો બ્રિજ 4 વર્ષમાં જ જર્જરિત થયો

જણાવી દઈએ કે, વર્ષ 2017માં કરોડો રૂપિયાના ખર્ચે બનેલો હાટકેશ્વર બ્રિજ (Hatkeswar Bridge ) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (AMC) કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલિભગતના કારણે વર્ષ 2021 માં જ જર્જરિત બની ગયો હતો. બ્રિજની પરિસ્થિતિ ખૂબ ખરાબ થવાના કારણે વાહનચાલકોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવી પડી હતી. વારંવારની ફરિયાદ અને રજૂઆત બાદ AMC દ્વારા બ્રિજને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ મામલે ખૂબ જ વિવાદ થતાં બ્રિજની ગુણવત્તા, વપરાયેલ મટિરિયલ સહિત વિવિધ તપાસના આદેશ પણ અપાયાં હતાં.

Advertisement

બ્રિજ માટેના ટેન્ડર માટે કોઈ કોન્ટ્રાક્ટર તૈયાર નથી!

બીજી તરફ અગાઉ AMC એ બ્રિજને રિપેર કરવાને બદલે નવો બનાવવાનો નિર્ણય કર્યો હતો. સંપૂર્ણ બ્રિજ તોડીને નવો બનાવવા માટે એએમસીએ રૂ. 51.70 કરોડના ખર્ચે નવા બ્રિજનું ટેન્ડર બહાર પાડ્યું હતું. જો કે, કોઈ કોન્ટ્રાક્ટરે રસ ધરાવ્યો નહોતો. ઉપરાંત, આ પહેલા એએમસીએ બ્રિજના રિપેરિંગ માટે પણ ટેન્ડર બહાર પાડ્યા હતા પરંતુ, વિવાદિત બ્રિજ હોવાથી કોઈ કોન્ટ્રાક્ટરે તૈયારી દર્શાવી નહોતી.

આ પણ વાંચો - Smart Meters : વિરોધ બાદ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય..!

આ પણ વાંચો - AHMEDABAD : નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે પ્રથમ ક્વોલિફાયર, 3 હજારથી વધુ પોલીસ જવાન ખડેપગે રહેશે હાજર

આ પણ વાંચો - AHMEDABAD : એરપોર્ટથી ઝડપાયેલા આતંકીઓના ચેટમાં થયા ચોંકાવનારા ખુલાસા, વાંચો અહેવાલ

Tags :
Advertisement

.

×