Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh : જૂનાગઢમાં જીવના જોખમે સ્ટંટ, ચાલુ કાર પર ચડીને યુવાને બનાવ્યો વીડિયો

Junagadh : રાજ્યમાં જાહેર માર્ગો પર વાહનો થકી સ્ટંટ કરતા વીડિયો અવારનવાર આપણી સામે આવતા હોય છે. પોલીસ (Gujarat Police) દ્વારા પણ આવા ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પરંતુ, તેમ છતાં જાહેર માર્ગ પર કેટલાક લોકો જીવના જોખમે...
junagadh   જૂનાગઢમાં જીવના જોખમે સ્ટંટ  ચાલુ કાર પર ચડીને યુવાને બનાવ્યો વીડિયો
Advertisement

Junagadh : રાજ્યમાં જાહેર માર્ગો પર વાહનો થકી સ્ટંટ કરતા વીડિયો અવારનવાર આપણી સામે આવતા હોય છે. પોલીસ (Gujarat Police) દ્વારા પણ આવા ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પરંતુ, તેમ છતાં જાહેર માર્ગ પર કેટલાક લોકો જીવના જોખમે વાહનો સાથે સ્ટંટ કરી બીજા લોકોના જીવને જોખમમાં મૂકતા હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Advertisement

Advertisement

જૂનાગઢમાં (Junagadh) જીવના જોખમે ગાડી પર સ્ટંટ કરતો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો માંગરોળના (Mangarol) કામનાથ રોડ પરનો હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં મોટી સંખ્યામાં બાઈકસવાર અને કારચાલકો રેલી કાઢતા નજરે પડી રહ્યા છે. ત્યારે એક યુવક કાર પર ચડીને વીડિયો બનાવે છે. જીવના જોખમે યુવાન ચાલુ ગાડીના ટોપ પર ચઢીને ઊભો રહીને તેના મોબાઇલના કેમેરાથી રેલીનો વીડિયો બનાવતા દેખાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થતા સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે, આ મામલે અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

આ પણ વાંચો - Banaskantha : ‘હરણી હત્યાકાંડ’ પછી પણ નથી સુધરતા શાળા સંચાલકો! વિધાર્થીઓની જોખમી સવારીનો Video વાયરલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×