અહેવાલ કૌશિક છાંયા
કચ્છના ઐતિહાસિક સોલાર એનર્જી પાર્કની મુલાકાત ગુજરાતના CM એ કરી
હાલમાં, ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે કચ્છના પ્રવાસે છે. તેના અંતર્ગત તેમણે ખાવડામાં ૩૦ હજાર મેગાવોટના સોલાર-વિન્ડ રિન્યુએબલ એનર્જી પાર્કમાં કાર્યરત કામગીરીની મુલાકાત લીધી હતી. કચ્છમાં વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્કનું નિર્માણ ભારતની ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા પ્રસ્થાપિત કરવાના હેતુસર થઈ રહ્યું છે. આ હાઇબ્રિડ પાર્ક અંદાજે રૂ. ૧.૫૦ લાખ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે.
CM દ્વારા પ્રોજેક્ટમાં જોડાયેલા અધિકારીઓ સાથે બેઠક કરી
તે ઉપરાંત CM ભૂપેન્દ્ર પટેલે આ રિન્યુએબલ એનર્જી પાર્કની કામગીરી સાથે સંકળાયેલા નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ, NTPC, GIPCL, GSEC જેવા કેન્દ્ર-રાજ્ય સરકારના સાહસો દ્વારા હાથ ધરાઈ રહેલી કામગીરીનો ઝીણવટપૂર્વક રિવ્યુ ઉચ્ચસ્તરીય બેઠક કરીને વિગતો મેળવી હતી. તેમણે પાવર જનરેશનથી લઇને ઇવેક્યુએશન અને ટ્રાન્સમીશનાં સમયબદ્ધ આયોજન તેમજ પૂલીંગ સ્ટેશન અને ટ્રાન્સમીશન લાઈન વગેરે અંગે બેઠકમાં જાણકારી મેળવી હતી.
જો કે CM અને ઉર્જામંત્રી સહિત સૌ વરિષ્ઠ સચિવોએ ખાવડા નજીક કચ્છ સરહદે આવેલ ધર્મશાળા પાસે અંદાજે ૭૪,૬૦૦ હેક્ટરમાં ફેલાયેલા આ રિન્યૂએબલ એનર્જી પાર્કના સ્થળની પણ મુલાકાત લીધી હતી. તેની સાથે CM તાજેતરમાં મેટ્રો રેલ ફેઝ-૨, ધરોઇ એરિયા ડેવલપમેન્ટ અને ધોલેરા SIRની સ્થળ મુલાકાત કરી હતી.
આ પણ વાંચો: Panchmahal: ગોધરા નગરપાલિકાએ વેપારીઓને આપ્યો ઝટકો