Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : MSEFC સમક્ષ મુકાયેલા કેસોમાં રૂ. 3.48 કરોડનું સમાધાન

VADODARA : મધ્ય ગુજરાતના સાત જિલ્લાના સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગકારો માટે આનંદના સમાચાર છે. આવા ઉદ્યોગકારોને તેમના ગ્રાહકો એવા ઉદ્યોગકારો સાથે નાણાંકીય ચૂકવણીના પ્રશ્નોના નિરાકરણ માટે અત્યાર સુધી ગાંધીનગર ખાતે કાર્યરત માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ ફેસિલેશન કાઉન્સીલ (MICRO AND SMALL...
vadodara   msefc સમક્ષ મુકાયેલા કેસોમાં રૂ  3 48 કરોડનું સમાધાન
Advertisement

VADODARA : મધ્ય ગુજરાતના સાત જિલ્લાના સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગકારો માટે આનંદના સમાચાર છે. આવા ઉદ્યોગકારોને તેમના ગ્રાહકો એવા ઉદ્યોગકારો સાથે નાણાંકીય ચૂકવણીના પ્રશ્નોના નિરાકરણ માટે અત્યાર સુધી ગાંધીનગર ખાતે કાર્યરત માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ ફેસિલેશન કાઉન્સીલ (MICRO AND SMALL ENTERPRISES FACILITATION COUNCIL - VADODARA) ની હવે વડોદરામાં પણ રચના કરવામાં આવી છે. જેનું પ્રથમ બોર્ડની બેઠક આજ ગુરુવારે કલેક્ટર કચેરીમાં મળી હતી અને તેમાં ૧૨૨ કેસોની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

ચૂકવણા માટે જરૂરી આદેશો કરી શકે

માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ ફેસિલેશન કાઉન્સીલ શું છે ? એની ટૂંકી વિગતો જોઇએ તો સરકાર દ્વારા સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગોને તેમના ગ્રાહકો તરફથી નાણાંકીય ચૂકવણીના પ્રશ્નોના નિરાકરણ માટે કાયદાકીય રીતે અર્ધન્યાયિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ધી માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ એક્ટ – ૨૦૦૬ હેઠળ આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ કાઉન્સીલ બન્ને પક્ષોને સાંભળી નિર્ણય લે છે અને ચૂકવણા માટે જરૂરી આદેશો કરી શકે છે.

Advertisement

નર્મદા ભવનમાં કાર્યરત

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આ કાઉન્સીલનો વ્યાપ વધારી તેને પ્રાદેશિક કક્ષાએ કાર્યરત કરવાની પ્રક્રીયાને પ્રોત્સાહન આપ્યું હતું. તેને પગલે વડોદરાના નર્મદા ભવન ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે હવે માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ ફેસિલેશન કાઉન્સીલની કામગીરી શરૂ થઇ ગઇ છે.

Advertisement

બંને પક્ષો સાંભળવામાં આવ્યા

નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને આજે આ કાઉન્સીલની પ્રથમ બોર્ડની બેઠક મળી હતી. જેમાં ૧૨૨ કેસોમાં અરજદારો, પ્રતિવાદીઓને સાંભળવામાં આવ્યા હતા. જે પૈકી ૭૭ કેસોમાં બન્ને પક્ષ વચ્ચે પરસ્પર સમજૂતી કરાવી રૂ. ૩.૪૮ કરોડના ચૂકવણા માટે સહમતી સાધવામાં આવી હતી. આમ, ૧૨૨ કેસો પૈકી ૭૭ કેસોમાં સમાધાન શક્ય બન્યું હતું.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરી શકે

માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ ફેસિલેશન કાઉન્સીલની નોટિસ બાદ જો પ્રતિવાદી હાજર ના રહે તો એક પક્ષે નિર્ણય લેવામાં આવે છે. વડોદરાની કાઉન્સીલનું કાર્યક્ષેત્ર વડોદરા, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, પંચમહાલ અને મહિસાગર એમ સાત જિલ્લાઓ છે. સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગકારોને તેમને તેમના ગ્રાહકો દ્વારા નાણાંની વિલંબિત ચૂકવણી અંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, નર્મદા ભવન, વડોદરાનો સંપર્ક કરી શકે છે.

અન્ય અધિકારીઓ પણ જોડાયા

આ કાઉન્સીલના સભ્યોમાં જિલ્લા સરકારી વકીલ અનિલ દેસાઇ, સભ્ય સચિવ એસ. જે. ઠાકર, સભ્યો એવા એફજીઆઇના પ્રતિનિધિ હેમાલી વ્યાસ, લીડ બેંક મેનેજર એલ. એસ. મિના પણ પ્રોસેડિંગમાં જોડાયા હતા.

આ પણ વાંચો --VADODARA : ગ્રામ્ય LCB એ દારૂ ભરેલુ ટેન્કર ઝડપ્યું, જથ્થો ઉતારવા લસરપટ્ટી બનાવી

Tags :
Advertisement

.

×