Morbi : 7 વર્ષની માસૂમ બાળકીને પીંખી નાખનારા નરાધમને 20 વર્ષની આકરી કેદ, વાંચો અહેવાલ
મોરબીમાંથી (Morbi) એક મોટા સમાચાર સામે આવ્યા છે. મોરબીમાં વર્ષ 2019 ના પોકસો કેસના આરોપીને કોર્ટે 20 વર્ષની કેદની સજા ફટકારી છે. માહિતી મુજબ, નરાધમએ સાત વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં કોર્ટે તમામ દલીલ, પુરાવા, સાક્ષીઓના આધારે આરોપીને દોષી ઠેરવી 20 વર્ષની કેદની સજા ફટકારી છે.
મોરબીમાં આજે કોર્ટે એક મોટો નિર્ણય લીધો છે. મોરબી (Morbi) વર્ષ 2019 ના પોકસો કેસના આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી છે. આરોપી મોહરસિંહ ઉર્ફે મામુ જમનાપ્રસાદને આ આકરી સજા ફટકારવામાં આવી છે. નરાધમ આરોપી મોહરસિંહે એક 7 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસે (Morbi Police) તેની ધરપકડ કરી હતી. કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે તમામ દલીલ, પુરાવા, સાક્ષીઓના આધારે આરોપી મોહરસિંહને આ કેસમાં દોષી ઠેરવ્યો હતો.

મોરબી કોર્ટ
માહિતી મુજબ, સુનાવણી દરમિયાન કોર્ટમાં 16 મૌખિક પુરાવા અને 27 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. મોરબી કોર્ટે આ તમામ પુરાવાઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે. આરોપી મોહરસિંગ ઉર્ફે મામુ જમનાપ્રસાદ આદિવાસી નામના આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.
આ પણ વાંચો - Rajkot : RTO માં આ નંબર પ્લેટ માટે રૂ. 1 કરોડની બોલી લાગી! 10 નંબરો માટે રૂ. 1.34 કરોડની બોલી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


