Morbi Labour Accident: કારાખાનાની ટાંકીમાં સફાઈ દરમિયાન ગૂંગળામણથી કરુણ શ્રમિકોનું મોત
Morbi Labour Accident: રાજ્યમાં અનેક વખત શ્રમિકો સાથે કામ કરતાની સમયે કરૂણ અકસ્માત થતા હોય છે. રાજ્ય સરકારે શ્રમિકોની સુરક્ષાને લઈ અનેક કાયદાઓ જાહેર કરેલા છે. જે કાયદાઓ ખાનગી કંપનીને પણ લાગુ પડે છે. પરંતુ ખાનગી કંપનીઓ કાયદાનું પાલન કરતી નહીં જોવા મળે છે. તેના કારણે શ્રમિકો પોતાનું જીવન ગુમાવતા હોય છે.
- મોરબીના કારખાનમાં હ્રદય કંપાવનારી ઘટના બની
- ટાંકી સાફ કરવા ગયેલા શ્રમિકોનો મોત સાથે થયો ભેટો
- બે શ્રમિકોના ટાંકીમાં મોત નિપજ્યા
મોરબી જિલ્લામાં શ્રમિકા સાથે કરુણાંતિકા સર્જાઈ છે.મોરબી તાલુકાના ખારચિયા ગામની નજીક એક ખાનગી કંપનીમાં શ્રમિકોને કામના સમયે મોતનો ભેટો થયો છે. ખારચિયા ગામની નજીક આવેલા બાયઝોટીક લાઈફ સાયન્સ નામના કારખાનામાં 4 શ્રમિકો કારખાનાની ટાંકીમાં ઉતર્યા હતા.

Morbi Labour Accident
બે શ્રમિકોના ટાંકીમાં મોત નિપજ્યા
ત્યારે ટાંકીની સાફ કરતાની સમયે 4 શ્રમિકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. ત્યારે ટાંકીમાં ગૂંગળામણ થવાથી બે શ્રમિકો ટાંકીમાં જ મોત નિપજ્યાં હતા. તો બાકીના 2 શ્રમિકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા આવ્યા હતા. જોકે આ મામલે મોરબી તાલુકા પોલિસ મથકના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળ પહોંચી આવ્યા હતા. પોલીસે મૃતક શ્રમિકોને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યા હતા.
આ પણ વાંચો: Parshottam Rupala : રુપાલા સામે ગોંડલ કોર્ટમાં ક્ષત્રીય સમાજ માટે કરેલી ટીપ્પણી અંગે બદનક્ષીની ફરિયાદ નોંધાઈ
આ પણ વાંચો: Parshottar Rupala: વિરોધને લઈને શંકરસિંહ વાઘેલાના ઘરે બેઠક, બાપુએ BJP ને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું
આ પણ વાંચો: Rupala Controversy : રાજકોટમાં નહીં યોજાય ક્ષત્રિય સમાજની જાહેર સભા, જાણો શું છે કારણ


