Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ramotsav : રામમય બન્યું ગુજરાત! ઠેર ઠેર રામભક્તિના અનેક રંગ, ક્યાંક શોભાયાત્રા તો ક્યાંક મહાયજ્ઞ-મહાપ્રસાદ

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને (Ramotsav) લઈ ગુજરાત સહિત દેશભરમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મોરબી, કચ્છ, દ્વારકા, મહેસાણા સહિતના વિવિધ સ્થળે અલગ-અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ક્યાંક શોભાયાત્રા (Shobha Yatra) તો ક્યાંક મહાયજ્ઞ,...
ramotsav   રામમય બન્યું ગુજરાત  ઠેર ઠેર રામભક્તિના અનેક રંગ  ક્યાંક શોભાયાત્રા તો ક્યાંક મહાયજ્ઞ મહાપ્રસાદ
Advertisement

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને (Ramotsav) લઈ ગુજરાત સહિત દેશભરમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મોરબી, કચ્છ, દ્વારકા, મહેસાણા સહિતના વિવિધ સ્થળે અલગ-અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ક્યાંક શોભાયાત્રા (Shobha Yatra) તો ક્યાંક મહાયજ્ઞ, ક્યાંક અખંડ પાઠ તો ક્યાંક મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદની (Ahmedabad) વાત કરીએ તો વેજલપુર, સાણંદ, ચાંદખેડા, ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં રામ રથયાત્રા અને શોભાયાત્રાનું આયોજન કરાયું છે. જ્યારે રાણીપ સહિતના કેટલાક વિસ્તારોમાં મંદિરોમાં પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. સુરેન્દ્રનગરના લીંબડીમાં 10 હજાર જેટલા દીવાઓનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. જામનગરની વાત કરીએ તો રિલાયન્સ રિફાઇનરી નજીકના પડાણામાં 20, 21 અને 22 જાન્યુઆરી દરમિયાન ત્રિદિવસીય ભવ્ય ધર્મોત્સવનું આયોજન કરાયું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવેલા રામ મંદિરમાં 22 જાન્યુઆરી, 2024ના શુભ મુહૂર્તમાં ભગવાન શ્રીરામની મૂર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરાશે.

Advertisement

Advertisement

મોરબીમાં પત્રકારોનો મહાયજ્ઞ, દ્વારકામાં પબુભા માણેક રામભક્તિમાં લીન થયા

મોરબીમાં પણ રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી (Ramotsav) નિમિત્તે પત્રકાર એસોસિએશન દ્વારા રામ મંદિર મહેલમાં વિશ્વ સરસ્વતી શાંતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. પત્રકાર મિત્રો દ્વારા આ મહાયજ્ઞનું (Mahayagya) આયોજન કરાયું છે, જેમાં ધારાસભ્યો, સાંસદ સભ્યો, આગેવાનો, ઉધોગપતિઓ, અધિકારીઓ તેમ જ તમામ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. ગોધરામાં છબનપુરના શ્રીરામજી મંદિરમાં બે દિવસ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે હેઠળ મારુતિ યજ્ઞનો પાઠ અને મહાપ્રસાદનું વિતરણ કરાશે. જ્યારે દ્વારકામાં રામમંદિર ખાતે રામધૂનનું આયોજન કરાયું હતું, જેમાં ધારાસભ્ય પબુભા માણેક (Pabubha Manek) પણ હાજર રહ્યા હતા અને ભગવાન શ્રીરામની ભક્તિમાં લીન થયા હતા. તેમની રામભક્તિનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ભુજમાં શોભાયાત્રા, સુરતમાં માનવ સાંકળથી ધનુષબાણ તૈયાર કરાયા

ભુજમાં 22 જાન્યુઆરીના રોજ સ્વામિનારાયણ મંદિર દ્વારા વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ભુજની ભાગોળે લેવા પટેલ સમાજના આગેવાન પરિવાર દ્વારા ભગવાન શ્રીરામનો સુંદર રથ તૈયાર કરવામાં આવ્યો છે. તેની સાથે ધનુષ-બાણ સહિતની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. ભુજમાં શોભાયાત્રાનું આયોજન કરાયું છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ (Ramotsav) ઊંઝા APMC ને ભવ્ય રોશનીથી શણારવામાં આવ્યું છે. સાથે જ અયોધ્યા રામ મંદિર જેવું આબેહૂબ પ્રતિકૃતિ સાથે સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવ્યું છે. સુરતની વાત કરીએ તો વેડ રોડ ખાતે ગુરુકૂળમાં માનવ સાંકળથી ધનુષબાણ તૈયાર કર્યા.

આ પણ વાંચો - Ahmedabad : ગુજરાત યુનિ.માં મૈથિલી ઠાકુર, નિરજ પરીખ અને હાર્દિક દવેના સૂરથી લોકો રામભક્તિના રંગમાં રંગાયા

Tags :
Advertisement

.

×