Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Shaktisinh Gohil : તૂટતી કોંગ્રેસને બચાવવા શક્તિસિંહ મેદાને! ‘રૂમાલ’ વાળા નિવેદનનો આપ્યો આ જવાબ

લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) પહેલા ગુજરાત કોંગ્રેસમાં (Congress) ભારે હલચલ જોવા મળી રહી છે. ચૂંટણી પહેલા ગુજરાતની કોંગ્રેસ પાર્ટીમાં મોટા ફેરબદલ થાય એવા એંધાણ મળી રહ્યા છે. માહિતી છે કે આવતીકાલે ગાંધીનગરમાં કમલમ્ ખાતે સાબરકાંઠા જિલ્લાના પૂર્વ પ્રમુખ અને...
shaktisinh gohil   તૂટતી કોંગ્રેસને બચાવવા શક્તિસિંહ મેદાને  ‘રૂમાલ’ વાળા નિવેદનનો આપ્યો આ જવાબ
Advertisement

લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) પહેલા ગુજરાત કોંગ્રેસમાં (Congress) ભારે હલચલ જોવા મળી રહી છે. ચૂંટણી પહેલા ગુજરાતની કોંગ્રેસ પાર્ટીમાં મોટા ફેરબદલ થાય એવા એંધાણ મળી રહ્યા છે. માહિતી છે કે આવતીકાલે ગાંધીનગરમાં કમલમ્ ખાતે સાબરકાંઠા જિલ્લાના પૂર્વ પ્રમુખ અને હિંમતનગર વિધાનસભાના ઉમેદવાર કોંગ્રેસ નેતા વિપુલ પટેલ (Vipul Patel), મેઘરજ જિ.પંચાયતના પૂર્વ સભ્ય જતીન પંડ્યા અને તેમના પત્ની રૂપલબેન જે જિલ્લા મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ છે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરશે. ત્યારે અડધા ડઝનથી વધુ કોંગ્રેસ નેતાઓ મોવડીમંડળથી નારાજ હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. કોંગ્રેસમાં આ ભંગાણના અહેવાલના કારણે હવે પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ ( Shaktisinh Gohil) મેદાને આવ્યા છે.

માહિતી મુજબ, તૂટતી કોંગ્રેસને બચાવવા માટે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ ( Shaktisinh Gohil) હવે મેદાન આવ્યા છે. રાજુલાના ભેરાઇ રામપરા ખાતે વૃંદાવન બાગની તેમણે મુલાકાત લીધી હતી અને કોંગી નેતાઓ અને કાર્યકર્તાઓને સાથે સંવાદ કર્યો હતો. આ પહેલા કોંગી નેતા અંબરીશ ડેર (Ambarish Dar), પ્રતાપ દુધાત દ્વારા શક્તિસિંહ ગોહિલનું સ્વાગત કરાયું હતું. દરમિયાન શક્તિસિંહ ગોહીલે પ્રદેશ બીજેપી અધ્યક્ષ સી.આર. પાટીલના અંબરીશ ડેરને લઈ ‘રૂમાલ’ વાળા નિવેદનનો જવાબ પણ આપ્યો હતો.

Advertisement

Shaktisinh Gohil

Advertisement

અહંકાર કોઈનો ટકતો નથી : શક્તિસિંહ ગોહિલ

શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) કહ્યું કે, રૂમાલ જેમનો તેમ પડ્યો રહ્યો. તેમણે વધુમાં કહ્યું કે, અંબરીશ ડેરને લાલચ આપવાના ખૂબ પ્રયાસ થયા છે. અંબરીશ ડેર માટે લાલ જાજમ પાથરી હતી. પરંતુ, અંબરીશ ડેર સ્વાર્થની રાજનીતિ નથી કરતા. શક્તિસિંહે આગળ કહ્યું કે, રાજ્ય શાસનમાં કંસ અને રાવણની સોનાની લંકા કાંઈ ન રહ્યું, અહંકાર કોઈનો ટકતો નથી. મોટાભાગના કોંગી નેતાઓ ગયા છે તેમની મજબૂરીને કારણે ગયા છે. શક્તિસિંહે આરોપ લગાવતા અને બીજેપી પર પ્રહાર કરતા કહ્યું કે, ધારાસભ્યો તોડવાની રાજનીતિ ભાજપ કરે છે.

આ પણ વાંચો - Gandhinagar : આવતીકાલે કેબિનેટની મહત્ત્વની બેઠક, આ મુદ્દાઓ પર થશે ચર્ચા!

Tags :
Advertisement

.

×