Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Patan સાયન્સ સેન્ટર ખાતે સફળતાપૂર્વક સમર સાયન્સ કેમ્પ થયો પૂર્ણ, વિદ્યાર્થીઓ થયા ભાવવિભોર

Patan: પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ગઈ કાલે ત્રીજા સમર સાયન્સ કેમ્પના છેલ્લા દિવસે અનેક શાળાના બાળકો મુલાકાતે આવ્યા હતા. વિગતે વાત કરાવમાં આવે તો 7 જૂન 2024ના રોજ ત્રીજા સમર સાયન્સ કેમ્પના છેલ્લા દિવસે ગુજરાત રાજ્યના 7 જિલ્લાઓમાંથી કુલ...
patan સાયન્સ સેન્ટર ખાતે સફળતાપૂર્વક સમર સાયન્સ કેમ્પ થયો પૂર્ણ  વિદ્યાર્થીઓ થયા ભાવવિભોર
Advertisement

Patan: પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ગઈ કાલે ત્રીજા સમર સાયન્સ કેમ્પના છેલ્લા દિવસે અનેક શાળાના બાળકો મુલાકાતે આવ્યા હતા. વિગતે વાત કરાવમાં આવે તો 7 જૂન 2024ના રોજ ત્રીજા સમર સાયન્સ કેમ્પના છેલ્લા દિવસે ગુજરાત રાજ્યના 7 જિલ્લાઓમાંથી કુલ 22 શાળાઓના વિદ્યાર્થીઓ આવ્યા હતા. નોંધનીય છે કે, 22 શાળાઓમાંથી ધોરણ 6 થી 9 ના 40 વિદ્યાથીઓએ ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા આયોજિત રોબોફેસ્ટ ગુજરાતમાં ભાગ લીધો હતો. તમને જણાવી દઈએ કે, ગુજરાતના બાળકોએ બનાવેલા રોબોટના વિવિધ પાસાઓ સમજ્યા અને રોબોટિક્સની દુનિયામાં ખોવાયા હતા.

ધોરણ 6 થી 9 ના 40 વિદ્યાથીઓ સમર સાયન્સ કેમ્પમાં આવ્યા

નોંધનીય છે કે, સમર સાયન્સ કેમ્પમાં STEM (સાયન્સ, ટેક્નોલૉજી, એન્જીનિયરીંગ અને મેથેમેટીક્સ) આધારિત વિવિધ સાયંટિફિક ચર્ચા, વર્કશોપ અને એક્ટિવિટીઓ સાથે ઈંડોર અને આઉટડોર ગેમ્સનું આયોજન કરેલ છે. તમને જણાવી દઈએ કે, કલર ઓફ કેમેષ્ટ્રી, પ્રયોગશાળાના સાધનો, આબોહવા પરિવર્તન, ઊર્જા સંરક્ષણ અને રોબોટિક્સ પર વર્કશોપ, પોસ્ટર મેકિંગ સ્પર્ધા, પેપર ક્રાફટ અને ટકાઉ વિકાસની થીમ પર વક્તૃત્વ સ્પર્ધા વગેરે જેવી એક્ટિવિટીઓનો સમાવેશ કરવામાં આવે છે.

Advertisement

Advertisement

પાટણ ખાતે સમર સાયન્સ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ કરાયો

આ સાથે સાથે નિષ્ણાત ગાઈડના માર્ગદર્શન હેઠળ વિધાર્થીઓએ કલર ઓફ કેમેષ્ટ્રી પર વર્કશોપ માં કેમિકલના બદલાતા કલર પણ જાયા હતા. કલર ઓફ કેમેષ્ટ્રી જોયા પછી બાળકોએ રોબોટિક કીટના ઉપયોગથી રોબોટિક કાર બનાવીને મંત્રમુગ્ધ થઈ ગયા હતા. નોંધનીય છે કે, આ દરમિયાન વિદ્યાર્થીઓ ભારે ખુશ પણ જોવા મળ્યા હતા. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેકટર ડો. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે, ‘આ સમર સાયન્સ કેમ્પમાં ભાગ લેનાર વિધાર્થીઓએ આજે ગમ્મત સાથે વિજ્ઞાનના વિવિધ પાસાઓ જાણીને અને આધુનિક વિજ્ઞાન વિશે શીખીને ભવિષ્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવામાં યોગદાન આપશે.’ ઉલ્લેખનીય છે કે, ત્યારબાદ તેમણે સમર સાયન્સ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ તમામ સ્ટાફ મિત્રો અને સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: Gujarat: આ તારીખથી રાજ્યમાં શરૂ થશે ચોમાસું, હવામાન નિષ્ણાંતે કરી મોટી આગાહી

આ પણ વાંચો: Vadodara: પાવન સ્વામીની પાપલીલા! 14 વર્ષની યુવતી પર નવ વર્ષ સુધી આચરતો રહ્યો દુષ્કર્મ

આ પણ વાંચો: Gujarat: ભ્રષ્ટાચારને નાબૂદ કરવાના ભૂપેન્દ્ર પટેલની સરકાર મક્કમતાથી અગ્રેસર

Tags :
Advertisement

.

×