Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

surat: નવી પારડી ગામ નજીક બે ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત

  surat: સુરત જિલ્લામાં અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં ટ્રકની પાછળ ટેમ્પો ઘુસી ગયો હતો. અકસ્માતની આ ઘટનામાં કેબિનમાં આઇશર ટેમ્પાના ચાલક અને ક્લીનર ફસાઈ ગયા હતા બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને થતા ઘટના સ્થળે આવીને બંને લોકોનું...
surat  નવી પારડી ગામ નજીક બે ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત
Advertisement

surat: સુરત જિલ્લામાં અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં ટ્રકની પાછળ ટેમ્પો ઘુસી ગયો હતો. અકસ્માતની આ ઘટનામાં કેબિનમાં આઇશર ટેમ્પાના ચાલક અને ક્લીનર ફસાઈ ગયા હતા બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને થતા ઘટના સ્થળે આવીને બંને લોકોનું રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખસેડ્યા હતા

Advertisement

Advertisement

સુરત જિલ્લામાં હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ કામરેજ તાલુકાના નવી પારડી ગામ પાસે પસાર થતા નેશનલ હાઇવે 48 પર ફાઉન્ટન હોટેલ નજીક અકસ્માત સર્જાયો હતો. અહી ઉભેલા એક ટ્રક પાછળ આઈસર ટેમ્પો ઘુસી ગયો હતો. અકસ્માતની આ ઘટનામાં ટેમ્પાના કેબીનનો ભાગનો કચ્ચરધાણ વળી ગયો હતો બીજી તરફ આઇશર ટેમ્પાના ચાલક અને ક્લીનર કેબિનમાં ફસાઈ ગયા હતા.

અકસ્માતની આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું પણ એકઠું થઇ ગયું હતું બીજી તરફ બનાવની જાણ થતા ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને કેબીનમાં ફસાયેલા ડ્રાઈવર અને ક્લીનરને બહાર કાઢી ૧૦૮ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.

અહેવાલ -ઉદય જાદવ -સુરત 

આ  પણ  વાંચો  - Rajkot : ક્રિકેટ સટ્ટાકાંડમાં તપાસ કાચબાની ગતિએ! મુખ્ય આરોપીઓનું લોકેશન શોધવા પોલીસ નાકામ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×