Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરું ઘડનારા મૌલવીનો વધુ એક જૂનો Video આવ્યો સામે

હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરું ઘડવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે (Surat Crime Branch) ધરપકડ કરેલ મૌલવી સોહેલ અબુબકરનો વધુ એક જૂનો અને વાઇરલ વીડિયો સામે આવ્યો છે. માહિતી મુજબ, મૌલવીનો આ વીડિયો 7 ઓક્ટોબર, 2018 નો હોવાનું સામે આવ્યું છે. આ વીડિયોમાં...
surat   હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરું ઘડનારા મૌલવીનો વધુ એક જૂનો video આવ્યો સામે

હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરું ઘડવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે (Surat Crime Branch) ધરપકડ કરેલ મૌલવી સોહેલ અબુબકરનો વધુ એક જૂનો અને વાઇરલ વીડિયો સામે આવ્યો છે. માહિતી મુજબ, મૌલવીનો આ વીડિયો 7 ઓક્ટોબર, 2018 નો હોવાનું સામે આવ્યું છે. આ વીડિયોમાં મૌલવીની જેહાદી માનસિકતા છતી થઈ છે. વીડિયોમાં મૌલવી કહેતા સંભળાય છે કે, 'પહેલા જેહાદ થતાં, જેહાદ હજું તમે જોયો જ નથી. જો હાલાત ઊભા થશે તો આજે પણ જેહાદ થશે.' મૌલવીના આ વીડિયોની પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement

મૌલાનાની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા

સુરતમાં (Surat) હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમ જ અન્ય હિન્દુ નેતાઓને (hindu leader) મારી નાખવાની ધમકી આપનારા મૌલાના મોહમ્મદ સોહેલ અબુબકરની (Maulvi Mohammad Sohail Abubakar) સુરત ક્રાઇમ પોલીસે (Surat Crime Police) થોડા દિવસ પહેલા ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરીને 11 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસ દ્વારા મૌલાનાની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે, તેણે હત્યાનું ષડયંત્ર રચવા માટે સિક્રેટ ગેમિંગ એપનો (Secret Gaming App) ઉપયોગ કર્યો હતો. હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા નેતાઓ અને હોદ્દેદારોને ફોન કરીને મારી નાખવાની ધમકીની પોલીસને ફરિયાદ મળતાં પોલીસે સોહેલ અબુબકરની ધરપકડ કરી હતી.

જૂના વીડિયોમાં મૌલાનાની જેહાદી માનસિકતા છતી થઈ

દરમિયાન, હવે મૌલાનાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં મૌલાનાની જેહાદી માનસિકતા છતી થઈ છે. જો કે, મૌલવીનો આ વાઇરલ વીડિયો 7 ઓક્ટોબર, 2018 નો હોવાનું સામે આવ્યું છે. આ વાઇરલ વીડિયોમાં મૌલાના કહેતા સંભળાય છે કે, મુસ્લિમોનો ગાળો આપતા હિંદુઓને મારો જવાબ છે. મેં સોશિયલ મીડિયા પર ઘણા એવા વીડિયો જોયા છે. મૌલાના કહે છે કે, મુસલમાનોના નામ પર જેહાદી ડાઘ લાગી ગયો છે. અમે હજુ જેહાદ શરૂ કર્યો નથી. પહેલા જેહાદ થતા, જેહાદ હજુ તમે જોયો જ નથી. જો હાલાત ઊભા થશે તો આજે પણ જેહાદ થશે. મૌલાનાનો આ જૂનો વીડિયો સામે આવતા પોલીસ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - Surat : હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરું કરનાર મૌલાનાની પુછપરછમાં મોટો ખુલાસો! JCP એ આપી માહિતી

Advertisement

આ પણ વાંચો - Surat : હિન્દુ નેતાની હત્યાનું ષડયંત્ર રચનારા મૌલવીની તપાસમાં મોટો ઘટસ્ફોટ

આ પણ વાંચો - Crime : હિંદુવાદી નેતાઓની હત્યાનું કવાતરું નિષ્ફળ, સૂરતથી મૌલવીની કરાઇ ધરપકડ

Tags :
Advertisement

.