Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : સિક્યોરિટી તોડી મેદાનમાં ઘુસેલા યુવકના કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

ICC World Cup 2023 final મેચ દરમિયાન Ahmedabadમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સિક્યોરિટી તોડી વિરાટ કોહલી સુધી પહોંચેલા ઓસ્ટ્રલિયાન યુવકને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આ યુવકના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કોર્ટે આ યુવકના...
ahmedabad   સિક્યોરિટી તોડી મેદાનમાં ઘુસેલા યુવકના કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

ICC World Cup 2023 final મેચ દરમિયાન Ahmedabadમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સિક્યોરિટી તોડી વિરાટ કોહલી સુધી પહોંચેલા ઓસ્ટ્રલિયાન યુવકને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આ યુવકના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કોર્ટે આ યુવકના આવતીકાલ 21 નવેમ્બર સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Advertisement

પેલેસ્ટાઇનના સમર્થનવાળું ટીશર્ટ પહેર્યું હતું
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં સુરક્ષામાં ખામી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ચાલુ મેચ દરમિયાન એક દર્શક સુરક્ષા તોડીને મેદાનની અંદર ઘુસ્યો હતો. તે પિચ પર રમી રહેલા વિરાટ કોહલી સુધી પહોંચ્યો હતો. ચાંદખેડા પોલીસે તેને કસ્ટડીમાં લઈ તેની સામે એફઆઈઆર નોંધી હતી. ઓસ્ટ્રેલિયાના રહેવાસી આ યુવકે પેલેસ્ટાઈનને સપોર્ટ કરતી ટી-શર્ટ પહેરી હતી.

Advertisement

Advertisement

આ યુવકે મીડિયાને જણાવ્યું કે તેનું નામ વેઈન જોન્સન (24) છે. તે ઓસ્ટ્રેલિયાના સિડનીનો રહેવાસી છે. તેણે પેલેસ્ટાઈનને સમર્થન આપતી ટી-શર્ટ અને ચહેરા પર માસ્ક પહેરેલું હતું. જેમાં લખ્યું હતું “ફ્રી પેલેસ્ટાઈન, સ્ટોપ બોમ્બિંગ પેલેસ્ટાઈન.આ કેસમાં ચાંદખેડા પોલીસે આઈપીસીની કલમ 332 અને 447 હેઠળ આરોપી વિરુદ્ધ FIR નોંધી હતી. જે અંતર્ગત તેના પર ગુનાહિત નિશાન પસાર કરવાનો અને પોલીસકર્મીઓને તેમના કામથી રોકવા અને ઈજા પહોંચાડવાનો આરોપ છે.

આ  પણ  વાંચો -SVPI એરપોર્ટનો નવો રેકોર્ટ ,એક જ દિવસમાં 40801 મુસાફરોને સેવા

Tags :
Advertisement

.