Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ભાજપના લોકસભા ઉમેદવારના પ્રચારમાં મહિલા ધારાસભ્ય અને વૃદ્ધા નાચ્યા

VADODARA : વડોદરા બેઠક (LOKSABHA 2024) પર ભાજપ (BJP) ના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશી (DO. HEMANG JOSHI) ના પ્રચારમાં મહિલા ધારાસભ્ય (BJP MLA) અને વૃદ્ધા ઝૂમી ઉઠ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા (SOCIEL MEDIA) સર્કલમાં વાયરલ (VIRAL VIDEO) થવા પામ્યો...
vadodara   ભાજપના લોકસભા ઉમેદવારના પ્રચારમાં મહિલા ધારાસભ્ય અને વૃદ્ધા નાચ્યા
Advertisement

VADODARA : વડોદરા બેઠક (LOKSABHA 2024) પર ભાજપ (BJP) ના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશી (DO. HEMANG JOSHI) ના પ્રચારમાં મહિલા ધારાસભ્ય (BJP MLA) અને વૃદ્ધા ઝૂમી ઉઠ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા (SOCIEL MEDIA) સર્કલમાં વાયરલ (VIRAL VIDEO) થવા પામ્યો છે. આ વિડીયોમાં બંને હળવાશની પળો વચ્ચે નાચી રહ્યા હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આ વિડીયો ઇન્ટરનેટ (CRUSH INTERNET) પર છવાયો છે.

વિધાનસભા વિસ્તાર પ્રમાણે ફેરણી અને લોકસંપર્કના કાર્યક્રમો

વડોદરા લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેરવારોના નામોની જાહેરાત થઇ ચુકી છે. ભાજપે ડો. હેમાંગ જોશી તો કોંગ્રેસ દ્વારા જશપાલસિંહ પઢીયારની પસંદગી કરી છે. આ બેઠક પર ઉમેદવારના નામ જાહેર કરવામાં ભાજપ પ્રથમ હતું. ભાજપના ઉમેદવારનો ચૂંટણી પ્રચાર જામી રહ્યો છે. વિવિધ વિસ્તારોમાં પરિચય બેઠક પૂર્ણ થઇ ગયા બાદ હવે વિધાનસભા વિસ્તાર પ્રમાણે ફેરણી અને લોકસંપર્કના કાર્યક્રમો ચાલી રહ્યા છે. જેમાં હાલના સાંસદ રંજનબેન ભટ્ટ સહિત સ્થાનિક ધારાસભ્યો પણ જોડાઇ રહ્યા છે.

Advertisement

ખેસ પહેર્યા બાદ વૃદ્ધ મહિલા અને ભાજપના ધારાસભ્ય નાચે છે

તાજેતરમાં વાડી ના મહિલા ધારાસભ્ય મનીષાબેન વકીલના વિસ્તારમાં ડો. હેમાંગ જોશીનો પ્રચાર કાર્યક્રમ ચાલી રહ્યો હતો. તેવામાં મહિલા ધારાસભ્ય પણ હાજર હતા. તેવામાં મહિલા ધારાસભ્ય દરવાજા પાસે ઉભેલા વૃદ્ધ મહિલા પાસે જાય છે. અને તેમને ભાજપનો કેસરિયા ખેસ પહેરાવે છે. ખેસ પહેર્યા બાદ વૃદ્ધ મહિલા અને ભાજપના ધારાસભ્ય નાચે છે. અને ઝૂમી ઉઠે છે. આ ડાન્સનો 24 સેકંડનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે.

Advertisement

સોશિયલ મીડિયા વર્તુળોમાં ભારે વાયરલ

આ વિડીયોમાં મહિલા ધારાસભ્ય વૃદ્ધાને ખેસ પહેરાવે છે, જે બાદ તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે, પછી તેમના આશિર્વાદ લઇને ડાન્સ કરવા માટે હાથ આગળ લાવે છે. જે બાદ વૃદ્ધા મહિલા ધારાસભ્યને અનુસરીને નાચવાનું શરૂ કરે છે. આ ઘટનાનો વિડીયો સામેની તરફથી કોઇ લઇ રહ્યું છે. જે બાદમાં સોશિયલ મીડિયા વર્તુળોમાં ભારે વાયરલ થાય છે.

આ પણ વાંચો -- VADODARA : ક્રાઇમ બ્રાન્ચની મહેનત પર પાણી ફરી વળ્યું, રીઢો આરોપી ફરાર

Tags :
Advertisement

.

×