Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : લગ્નની લાલચે બોસનું મહિલા કર્મી પર દુષ્કર્મ, લાખો રૂપિયા પણ પડાવ્યા

VADODARA : વડોદરા (VADODARA) માં લગ્નની લાલચે દુષ્કર્મની ઘટના પોલીસ મથક પહોંચી છે. આ ઘટનામાં પીડિતાના બોસ દ્વારા તેને લગ્નની લાલચ આપીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. રાજસ્થાનની હોટલમાં પ્રથમ વખત બોસ દ્વારા પીડિયાને શિકાર બનાવવામાં આવી હતી. તે સમયે...
vadodara   લગ્નની લાલચે બોસનું મહિલા કર્મી પર દુષ્કર્મ  લાખો રૂપિયા પણ પડાવ્યા
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં લગ્નની લાલચે દુષ્કર્મની ઘટના પોલીસ મથક પહોંચી છે. આ ઘટનામાં પીડિતાના બોસ દ્વારા તેને લગ્નની લાલચ આપીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. રાજસ્થાનની હોટલમાં પ્રથમ વખત બોસ દ્વારા પીડિયાને શિકાર બનાવવામાં આવી હતી. તે સમયે તેઓ નશામાં હોવાનું પીડિતાએ જણાવ્યું છે. ત્યાર બાદ અનેક વખત આ ઘટનાનું પુનરાવર્તન થયું હતું. દરમિયાન બિઝનેસમાં લોસ થયો છે તેમ જણાવીને મદદ માંગતા પીડિતાએ ગોલ્ડ લોન લઇને ટુકડે ટુકડે રૂ. 7 લાખ આપ્યા હતા. જે આજદિન સુધી પરત આપવામાં આવ્યા નથી.

નશાની હાલતમાં પીડિતા પર દુષ્કર્મ આચર્યું

વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પીડિતાએ બોસ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ જય સંજીવ ઠક્કર (રહે. દેવાશીષ ડુપ્લેક્ષ, વાઘોડિયા) સામે લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી છે. પીડિતાના જણાવ્યા અનુસાર, બિઝનેસ ટ્રીપ માટે તેણીને અન્ય સાથે રાજસ્થાન લઇ જવામાં આવી હતી. ત્યાં માત્ર બે રૂમ જ મળતા પીડિતાને પોતાના રૂમમાં જ રહેવા મનાવી લીધી હતી. ત્યાં નશાની હાલતમાં જયે પીડિતા પર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં લગ્નની લાલચ આપીને વારંવાર આ ઘટનાનું પુનરાવર્તન થયું હતું. આખરે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવવા પામી છે.

Advertisement

તમે મારૂ કન્યાદાન કરજો

દરમિયાન પીડિતાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, હું જય સંજીવ ઠક્કરને 1 વર્ષ, 1 મહિનાથી ઓળખું છું. હું પહેલા ફાઇનાન્સ ફિલ્ડની હોવાથી અમે સંપર્કમાં આવ્યા હતા. જેથી અમે લોનના કેસની લેવડ-દેવડ કરતા હતા. મેં નોકરી છોડી ત્યારે તેણે મને રહેવા-જમવાના ખર્ચ સાથે નોકરી રાખી હતી. તેઓ મારા બોસ હતા. તેવામાં ઓફીસમાંથી એક વ્યક્તિએ મારી સમક્ષ પ્રેમ પ્રસ્તાવ મુક્યો હતો. જે તેને પસંદ ન આવતા તેને મારીને કાઢી મુકવામાં આવ્યો હતો. એક વર્ષથી તે અવાર-નવાર ગમેતેમ મેસેજ કરતા હતા. તેને હું સર કહેતી, તેમને પિતા તુલ્ય ગણતી હતી, તેમના મેસેજને હું મસ્તી-મજાકમાં ઉડાવી દેતી હતી. મેં તો ત્યાં સુધી કહ્યું હતું કે, મારૂ લગ્ન થાય તો તમે મારૂ કન્યાદાન કરજો. તે પણ મને તે રીતે વર્તતો હતો. કહેતો તે મારી દિકરી જેવી છે. હું તેને આગળ લઇ જવા માંગું છું.

Advertisement

પાછળથી ખબર પડી કે તે પરિણીત છે

વધુમાં જણાવ્યું કે, ગત નવેમ્બર માસમાં બિઝનેસ ટ્રીપ પર રાજસ્થાન-ઉદેપુર લઇ ગયા હતા. ત્યાં જઇને કહ્યું કે માત્ર બે જ રૂમ મળી શકે તેમ છે. બાદમાં તેમણે મને ખુણામાં લઇન જઇને કહ્યું કે મારી સાથે એડજેસ્ટ કરી લે. મને એટલો વિશ્વાસ હતો કે તે વ્યક્તિ મારી જોડે ખરાબ ન કરી શકે. તે રાત્રે તે નશામાં હતા અને ત્યાં મારી સાથે દુષ્કર્મ કર્યું હતું. બીજા દિવસે તે ઘટનાને લઇને તેઓ માફી માંગવા લાગ્યા હતા. અને કહ્યું હતું કે, હું તને પસંદ કરું છું. બાદમાં વાતો ચાલતી રહી હતી. બાદમાં અમે અંકલેશ્વર, ભરૂચ, દિલ્હી, રાજસ્થાન કામે જતા હતા. તેણે લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું હતું. પાછળથી મને ખબર પડી કે તેઓ પરિણીત છે, અને તેને સંતાન પણ છે. તે મારી જોડે લગ્નની વાતો કરતા હતા. અને ક્યારે સાથ નહી છોડું તેવું જ કહેતા હતા. આ વાતની જાણ થતા જ અમારા વચ્ચે ખટપટ શરૂ થઇ ગઇ હતી.

અમારી વચ્ચે ખટરાગ શરૂ થઇ ગયો

વધુમાં ઉમેર્યું કે, જે બાદ તેણે મને કોઇ સપોર્ટ નથી કરતું, બિઝનેસમાં લોસ થયો છે, તેવી વાતો કરતા મેં રૂ. 7 લાખની મદદ કરી હતી. ગોલ્ડ લોન તથા કેશ રૂપીયા આપ્યા છે. જ્યારથી મેં લગ્નની વાતો કરી, ત્યારથી અમારી વચ્ચે ખટરાગ શરૂ થઇ ગયો હતો. મને 5, જુલાઇએ તેણે મારી હતી. જેથી હું ફરિયાદ આપવા આવી હતી. જો કે, મારી જોડે સારો વ્યવહાર થયો ન્હતો. ત્યારે તેણે એક મહિનામાં પૈસાની ચૂકવણી કરવા જણાવ્યું હતું. પરંતુ હવે તે આપવાની ના પાડે છે. એક એનજીઓના સહયોગથી લીગલ એડવાઇઝ મેળવીને ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો -- VADODARA : હરણી બોટકાંડ મામલે પાલિકાના કાર્યપાલક ઇજનેર દોષિત ઠર્યા

Tags :
Advertisement

.

×