Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પત્નીની જાણ બહાર પતિએ ક્લિક કર્યા નગ્ન ફોટો, કહેતા જવાબ મળ્યો "આવું તો ચાલ્યા કરે"

VADODARA : વડોદરામાં પતિએ પત્ની (HUSBAND - WIFE) ની જાણ બહાર તેના નગ્ન ફોટો (NUDE PHOTOS) ક્લિક કરીને સાચવી રાખ્યા હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. રાત્રે સવા બાર વાગ્યે અચાનક પતિના મોબાઇલમાં નોટીફીકેશનની રીંગ વાગતા જ પત્નીનું ધ્યાન તેના...
vadodara   પત્નીની જાણ બહાર પતિએ ક્લિક કર્યા નગ્ન ફોટો  કહેતા જવાબ મળ્યો  આવું તો ચાલ્યા કરે
Advertisement

VADODARA : વડોદરામાં પતિએ પત્ની (HUSBAND - WIFE) ની જાણ બહાર તેના નગ્ન ફોટો (NUDE PHOTOS) ક્લિક કરીને સાચવી રાખ્યા હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. રાત્રે સવા બાર વાગ્યે અચાનક પતિના મોબાઇલમાં નોટીફીકેશનની રીંગ વાગતા જ પત્નીનું ધ્યાન તેના પર ગયું હતું. આ ગંભીર ઘટના અંગે પત્નીએ જ્યારે પતિને કહ્યું તો તેણે ઉડાઉ જવાબ આપ્યો કે, આવું તો ચાલ્યા કરે.

લગ્ન જીવન સારી રીતે ચાલતું

વડોદરાના મહિલા પોલીસ મથકમાં પરિણીતા કોમલ (નામ બદલ્યું છે) એ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, વર્ષ 2018 માં તેના લગ્ન અનુરાગ (નામ બદલ્યું છે) સાથે રીતરિવાજ પ્રમાણે થયા હતા. લગ્ન બાદ દંપતિ જૂના પાદરા રોડ પર આવેલા મકાનમાં જોઇન્ટ ફેમેલીમાં રહેતા હતા. બંનેનું લગ્ન જીવન સારી રીતે ચાલી રહ્યું હતું.

Advertisement

હું કોઇને મોકલવાનો નથી, મારા માટે પાડ્યો છે

દરમિયાન વર્ષ 2021 માં એક દિવસ અચાનક રાત્રે સવા બાર વાગ્યે અનુરાગના મોબાઇલમાં મેસેજની નોટીફીકેશન રિંગ વાગી હતી. જેને લઇને કોમલનું ધ્યાન તેના મોબાઇલ તરફ ગયું હતું. મોબાઇલમાં કોમલના નગ્ન ફોટો જોતા તે આશ્ચર્યમાં મુકાઇ ગઇ હતી. આ ફોટો પતિએ બે મહિના પહેલા જ ફોનની ગેલેરીમાંથી ઇમેલ આઇડીમાં મોકલ્યા હતા. કોમલ, અનુરાગના ઇમેલ અને આઇડી જાણતી ન હતી. પરંતુ એકાઉન્ટ અનુરાગના ફોનમાં ખુલ્યું ત્યારે આ અંગે કહેતા તેણે ઉડાઉ જવાબ આપ્યો કે, પતિ-પત્નીમાં આવું ચાલ્યા કરે. અને મજાક-મસ્તીમાં આ ફોટો પાડ્યો છે. હું કોઇને મોકલવાનો નથી. મારા માટે પાડ્યો છે.

Advertisement

સહમતિ વિરૂદ્ધ મારો નગ્ન ફોટો ન પાડવો જોઇએ

કોમલ આ વાતનું ઓડિયો રેકોર્ડિંગ ગેઝેટમાં રેકોર્ડ કરી લે છે. અને અનુરાગને જણાવે છે કે , મારી સહમતિ વિરૂદ્ધ મારો નગ્ન ફોટો ન પાડવો જોઇએ. આખરે અનુરાગ સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. જે બાદ પોલીસે અનુરાગ વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો -- VADODARA : બાજવામાં વેરહાઉસ આગની લપેટમાં

Tags :
Advertisement

.

×