Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : MSU માં એડમિશનને લઇ સ્થાનિક વિદ્યાર્થીઓ જોડે દગાબાજી

VADODARA : વડોદરાની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) માં કોમર્સ ફેકલ્ટીમાં એમિશન લેવા માટે ઇચ્છુક વિદ્યાર્થીઓ જોડે મોટી દગાબાજી થઇ હોવાનું સપાટી પર આવ્યું છે. પૂર્વ સેનેટ સભ્ય કપિલ જોશીના દાવા પ્રમાણે કોમર્સ ફેકલ્ટીમાં એડમિશન લેવા માટે...
vadodara   msu માં એડમિશનને લઇ સ્થાનિક વિદ્યાર્થીઓ જોડે દગાબાજી
Advertisement

VADODARA : વડોદરાની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) માં કોમર્સ ફેકલ્ટીમાં એમિશન લેવા માટે ઇચ્છુક વિદ્યાર્થીઓ જોડે મોટી દગાબાજી થઇ હોવાનું સપાટી પર આવ્યું છે. પૂર્વ સેનેટ સભ્ય કપિલ જોશીના દાવા પ્રમાણે કોમર્સ ફેકલ્ટીમાં એડમિશન લેવા માટે સ્થાનિક વિદ્યાર્થીઓનું કટઓફ ઉંચુ રહ્યું છે. જ્યારે બહારથી એડમિશન લેનાર વિદ્યાર્થીઓ માટેનું કટઓફ નીચુ રહ્યું છે. જેને કારણે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન મળવાની શક્યતામાં ઘટાડો થયો છે. જેના કારણે સાંસદ-ધારાસભ્યો દ્વારા મળીને વીસીને કરવામાં આવેલી રજુઆતનું આડતકરી રીતે સુરસુરીયુ થઇ ગયું છે.

પહેલા પરિસ્થીતી વિપરીત સર્જાતી હતી

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને કોમન એક્ટમાં સમાવ્યા બાદ સ્થાનિક વિદ્યાર્થીઓને અન્યાય થવાનું શરૂ થઇ ગયું હોવાની પ્રબળ લોક ચર્ચા છે. જેની મોટી અસર હાલ સામે આવવા પામી છે. ગતરોજ એમ. એસ. યુનિ.ના પૂર્વ સેનેટ સભ્ય દ્વારા દાવો કરવામાં આવ્યો કે, કોમર્સ ફેકલ્ટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટેનું કટઓફ 58.5 ટકા છે. જ્યારે બહારના વિદ્યાર્થીઓ માટે કટઓફ 43 ટકા છે. સામાન્ય રીતે આ પહેલા પરિસ્થીતી વિપરીત સર્જાતી હતી. સ્થાનિક વિદ્યાર્થીઓ માટે કટઓફ નીચું અને બહારના વિદ્યાર્થીઓ માટે ઉંચુ કટઓફ રહેતું હતું.

Advertisement

બહારના વિદ્યાર્થીઓ માટે એડમિશન મેળવવું અનુકુળ

તો બીજી તરફ વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન મામલે સાંસદ-ધારાસભ્યો દ્વારા સંયુક્ત રીતે વીસીને રજુઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ વીસી દ્વારા વડોદરાના વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. પરંતુ કટઓફની સ્થિતી તેનાથી તદન વિપરીત હાલાત તરફ ઇશારો કરી રહ્યા છે. આ વખતે યુનિ.ની સૌથી મોટી ગણાતી કોમર્સ ફેકલ્ટીમાં વડોદરા કરતા બહારના વિદ્યાર્થીઓ માટે એડમિશન મેળવવું વધુ અનુકુળ હોય તેમ હાલ તબક્કે જણાઇ રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : “JUSTICE FOR MSU STUDENTS”, ફરિયાદ બાદ ટ્રેન્ડ વાયરલ

Tags :
Advertisement

.

×