Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : MSU ના સિક્યોરિટી ઓફીસરના વર્તન અંગે VC ને ટકોર કરીશું - સાંસદ

VADODARA : વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) ના સિક્યોરિટી ઓફીસર (વિજીલન્સ હેડ) દ્વારા વિદ્યાર્થીઓ જોડે ગેરવર્તણુંક કરવામાં આવી હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. ત્યારે તાજેતરમાં વિદ્યાર્થી નેતાઓએ મળીને વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીની મુલાકાત લીધી હતી....
vadodara   msu ના સિક્યોરિટી ઓફીસરના વર્તન અંગે vc ને ટકોર કરીશું   સાંસદ
Advertisement

VADODARA : વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) ના સિક્યોરિટી ઓફીસર (વિજીલન્સ હેડ) દ્વારા વિદ્યાર્થીઓ જોડે ગેરવર્તણુંક કરવામાં આવી હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. ત્યારે તાજેતરમાં વિદ્યાર્થી નેતાઓએ મળીને વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીની મુલાકાત લીધી હતી. દરમિયાન સાંસદ ડો. હેમાંગ જોશીએ વિદ્યાર્થીઓના હિતની વાત કરતા જણાવ્યું કે, કોઇ પણ સિક્યોરિટી ઓફીસર ને કોઇ પણ વિદ્યાર્થી પર હાથ ઉઠાવવાનો હક સરકાર કે વાઇસ ચાન્સેલર તેમને નથી આપતું, હવેથી આવો કોઇ બનાવ થશે, તો તેને કડકાઇથી લેવામાં આવશે. આ સાથે જ સિક્યોરિટી ઓફીસરના વર્તન અંગે વાઇસ ચાન્સેલરને ટકોર કરવામાં આવનાર છે.

તો તેને કડકાઇથી લેવામાં આવશે

તાજેતરમાં MSU ના વિદ્યાર્થી સંગઠનનું એક જુથ સાંસદને મળ્યું હતું. અને કોઇ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત ન રહી જાય તે માટે રજુઆત કરી હતી. આ તકે વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશી જણાવે છે કે, પોલીસ પોલીસનું કામ કરતી હોય છે. જ્યારે તેમને સુચના આપવામાં આવે ત્યારે તેઓ આવતા હોય છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમની ફરજ છે. MSU માં કોઇ સિક્યોરિટી ઓફીસર (વિજીલન્સ હેડ) દ્વારા જે વર્તણુંક કરવામાં આવે છે, તે અંગે અમે વીસી સાથે વાત કરીશું. કોઇ પણ સિક્યોરિટી ઓફીસરને કોઇ પણ વિદ્યાર્થી પર હાથ ઉઠાવવાનો હક સરકાર કે વાઇસ ચાન્સેલર તેમને નથી આપતું, હવેથી આવો કોઇ બનાવ થશે, તો તેને કડકાઇથી લેવામાં આવશે. એક વખત વીસીને મળીશું, ઘણી વખત એવું બને કે તેમની નીચે શું બની રહ્યું છે તેનો તેમને ખ્યાલ ન હોય. એક વખત તેમના ધ્યાને લાવીશું. આવી બધી વસ્તુઓ તેમના સિક્યોરિટી ઓફીસર દ્વારા કરવામાં આવે છે. અને તેમના દ્વારા આને સુધારવામાં આવે તેવી ટકોર કરીશું.

Advertisement

વાળા તરફથી વિદ્યાર્થીઓ જોડે ખોટું થઇ રહ્યું છે

સાંસદ ડો. હેમાંગ જોશીને રજુઆત કરવા પહોંચેલા MSU ના વિદ્યાર્થી નેતા જણાવે છે કે, વાતમાંથી વાત નિકળી યુનિ. વિજીલન્સ હેડ સુદર્શન વાળા તરફથી વિદ્યાર્થીઓ પર દમન ગુજારવામાં આવે છે, માર મારવામાં આવે છે, કંઇ પણ થાય તો ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચી જાય છે. સાંસદને આ વાતની જાણ છે તે ઘણી સારી વાત છે, વાળા તરફથી વિદ્યાર્થીઓ જોડે ખોટું થઇ રહ્યું છે. ડો. હેમાંગ જોશી આ વાતથી નારાજ છે. તેમની સામે અલગથી કાર્યવાહી કરવા માટે વાત કરી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : BJP MLA એ કલેક્ટરને પત્ર લખ્યા બાદ મામલે શહેર પ્રમુખનું મોટુ નિવેદન

Tags :
Advertisement

.

×