Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સોનીએ આધેડના હાથમાં ચપ્પુ પકડાવી વિડીયો ઉતાર્યો, કારણ ચોંકાવી દેશે

VADODARA : વડોદરા (VADODARA) પાસે પાદરા (PADRA) માં સોનીની ચોંકાવનારી કરતુત સામે આવી છે. ગ્રાહકે તેની પાસેથી વર્ષ 2018 માં સોનાની ચેઇન ખરીદી હતી. બાદમાં ટુકડે ટુકડે તેના રૂપિયા ચુકવી આપ્યા હતા. મુડી ઉપરના વ્યાજની ઉઘરાણી માટે સોનીએ આધેડનું અપહરણ...
vadodara   સોનીએ આધેડના હાથમાં ચપ્પુ પકડાવી વિડીયો ઉતાર્યો  કારણ ચોંકાવી દેશે
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) પાસે પાદરા (PADRA) માં સોનીની ચોંકાવનારી કરતુત સામે આવી છે. ગ્રાહકે તેની પાસેથી વર્ષ 2018 માં સોનાની ચેઇન ખરીદી હતી. બાદમાં ટુકડે ટુકડે તેના રૂપિયા ચુકવી આપ્યા હતા. મુડી ઉપરના વ્યાજની ઉઘરાણી માટે સોનીએ આધેડનું અપહરણ કરીને તેના હાથમાં ચપ્પુ પકડાવી વિડીયો ઉતાર્યો હતો. આખરે સમગ્ર મામલે પાદરા પોલીસ મથકમાં (PADRA POLICE STATION) ચાર સામે ફરિયાદ નોંધાવવા પામી છે. જેને લઇને પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

તેમ છતા કેમ પૈસા માંગો છો ?

પાદરા પોલીસ મથકમાં કિરણભાઇ અમરતલાલ સોનીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, 18 મે ના રોજ દિકરીનું ઓપરેશન કરાવવાનું હોવાથી ખાનગી હોસ્પિટલમાં ગયા હતા. તેવામાં તેમને પાણીની તરસ લાગતા તે બહાર નિકળ્યા હતા. તેવામાં પાદરાના નિરવ ઉર્ફે નૈનેષ જયંતિલાલ સોનીએ આવીને કહ્યું કે, વર્ષ 2018 માં મારી દુકાનેથી સોનાની બે ચેઇન રૂ. 79 હજારમાં ખરીદી હતી. તેના બાકીના પૈસા કેમ નથી આપ્યા. જેથી તેઓ કહે છે કે, મેં તે વખતે રૂ. 40 હજાર રોકડા અને બાદમાં ટુકડે ટુકડે રૂ. 80 હજાર ચુકવી આપેલા છે. તેમ છતા કેમ પૈસા માંગો છો ?

Advertisement

મારી ઇજ્જત લુંટવા આવ્યો છે

બાદમાં નિરવે કહ્યું કે, તમે મને મુડીના રૂપિયા આપ્યા છે. તેના વ્યાજના રૂ. 70 હજાર આપ્યા નથી. બાદમાં તેણે ગાળો બોલીને ઉશ્કેરાઇ જઇ કહ્યું કે, તમારે અમારા ઘરે આવવું પડશે. બાતમાં તેમણે કહ્યું કે, મારી દિકરીનું ઓપરેશન છે. જેથી હું હમણાં નહી આવું. બાદમાં તેણે એક્ટીવા પર બેસાડીને તેના ઘરે લઇ ગયા હતા. ઘરે જઇને કિરણભાઇના હાથમાં ચપ્પુ પકડાવીને વિડીયો ઉતાર્યો હતો. અને ભુમનભાઇએ લાત મારી હતી. નિરવે ઢીક્કા પાટુનો માર માર્યો હતો. બાદમાં મહિલાએ કહ્યું કે, તુ મારા ઘરે કેમ આવ્યો છે. મારી ઇજ્જત લુંટવા આવ્યો છે. તેમ કહી તેઓ ગાળો બોલતા હતા. આખરે કિરણભાઇએ તેમની પત્નીને ફોન કરતા તેઓ આવ્યા હતા. અને આ મામલામાંથી છોડાવ્યા હતા.

Advertisement

વધુ તપાસ હાથ ધરી

આખરે ઉપરોક્ત મામલે નિરવ ઉર્ફે નૈનેષ જયંતિલાલ સોની, રાકેશ જયંતિલાલ સોની, ભુમન રાકેશભાઇ સોની અને મહિલા (તમામ રહે. પાદરા ટાઉન, વડોદરા ગ્રામ્ય) સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : વહેલી સવારે લૂંટ વીથ મર્ડરની ઘટનાને પગલે ચકચાર

Tags :
Advertisement

.

×