Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સને રંગેહાથ પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ

VADODARA : વડોદરા (VADODARA) માં ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સ પાસેથી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ (CRIME BRANCH) ની  કાર્યવાહીમાં પુછપરછ દરમિયાન શખ્સ ગાંજો વેચવા લાવ્યો હોવાનું જણાવી રહ્યો છે. આ ગાંજો જ્યાંથી લાવ્યો તે શખ્સ સામે...
vadodara   ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સને રંગેહાથ પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સ પાસેથી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ (CRIME BRANCH) ની  કાર્યવાહીમાં પુછપરછ દરમિયાન શખ્સ ગાંજો વેચવા લાવ્યો હોવાનું જણાવી રહ્યો છે. આ ગાંજો જ્યાંથી લાવ્યો તે શખ્સ સામે પણ અગાઉ અનેક પોલીસ મથકોમાં ગુના નોંધાઇ ચુક્યા છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીને બદોચી લીધો છે. અને એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. સમગ્ર મામલે બાપોદ પોલીસ મથકમાં એનડીપીએસ અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ટીમને બાતમી મળી

વડોદરામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તથા નશાના કારોબારની કમર તોડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત પ્રયત્નશીલ રહે છે. તાજેતરમાં ટીમને બાતમી મળી હતી. તેના આધારે આજવા રોજ પર આવેલા જનકલ્યાણ સોસાયટીના નાકે સ્પેશિયલ વોચ ગોઠવવામાં આવી હતી. વોચ દરમિયાન આજવા રોડ સરદાર એસ્ટેટ તરફથી એક શખ્સ સાયકલ પાછળના કેરીયરમાં કંઇ શંકાસ્દપ વસ્તુ મુકીને જઇ રહ્યો હતો. તેની અટકાયત કરતા નામ હરીભાઇ મોહનભાઇ કહાર (રહે. ગણપતિનગર, માંજલપુર) હોવાનું જણાવ્યું હતું. તેની સાયકલના પાછળના ભાગે મુકેલા થેલામાં તપાસતા 985 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.

Advertisement

Advertisement

ગાંજો વેચાણ કરવા માટે લાવ્યો

જે બાદ આરોપીની સઘન પુછપરછ કરતા તેણે જણાવ્યું કે, આ ગાંજાનો જથ્થો તે વેચાણ કરવા માટે લઇને આવ્યો છે. આ જથ્થો તે સલીમ અકબરભાઇ શેખ (રહે. એકતાનગર, આજવા રોડ) પાસેથી લાવ્યો હોવાનું ઉમેર્યું છે. ઉપરોક્ત કાર્યવાહીમાં ક્રાઇમ બ્રાન્ચે 985 ગ્રામ ગાંજો જેની કિંમત રૂ. 9850 આંકવામાં આવી છે અને એક સાયકલ મળી કુલ. રૂ. 10,350 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

સલીમ અકબરભાઇ શેખ વોન્ડેટ

ઉપરોક્ત મામલે બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. અને ઘટનામાં સલીમ અકબરભાઇ શેખને વોન્ડેટ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદ બાદ આરોપી સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તો બીજી તરફ વોન્ટેડ આરોપીને પકડી પાડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ

બંને આરોપીઓ ગુનાહિત ઇતિાસ ધરાવે છે. હરીભાઇ મોહનભાઇ કહાર (રહે. ગણપતિનગર, માંજલપુર) સામે ત્રણ વખત માદક પદાર્થો રાખવા અંગનો ગુનો નોંધાઇ ચુક્યા છે. તેની સામે મકરપુરા - 1 અને માંજલપુર - 2 પોલીસ મથકમાં ગુના નોંધાયા છે. જ્યારે આ મામલે વોન્ટેડ આરોપી સલીમ અકબરભાઇ શેખ (રહે. એકતાનગર, આજવા રોડ) સામે પણ અનેક નોંધાઇ ચુક્યા છે. તેની સામે વરણામા, કરજણ, વાડી સોલીસ સ્ટેશન, કારેલીબાગ અને મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાઇ ચુક્યા છે.

આ પણ વાંચો --VADODARA : ચોરીનો સામાન વેચના નિકળેલી સવારી પોલીસ સ્ટેશન પહોંચી

Tags :
Advertisement

.

×