Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : જે પોલીસ મથકમાં જવાનોએ ફરજ બજાવી, ત્યાં આરોપી બન્યા

VADODARA : વડોદરામાં મધરાત્રે પોલીસ જવાનોની બસ ડેપોથી આગળ ઇંડાની લારી ચલાવનાર જોડે બબાલ થઇ હતી. બબાલ બાદ મામલો બીચકતા પોલીસ જવાનોએ યુવકને માર માર્યો હતો. જે બાદ યુવકે ગાડી પકડી લેતા તે ઘસડાયો હતો. અને ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો....
vadodara   જે પોલીસ મથકમાં જવાનોએ ફરજ બજાવી  ત્યાં આરોપી બન્યા
Advertisement

VADODARA : વડોદરામાં મધરાત્રે પોલીસ જવાનોની બસ ડેપોથી આગળ ઇંડાની લારી ચલાવનાર જોડે બબાલ થઇ હતી. બબાલ બાદ મામલો બીચકતા પોલીસ જવાનોએ યુવકને માર માર્યો હતો. જે બાદ યુવકે ગાડી પકડી લેતા તે ઘસડાયો હતો. અને ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો. યુવક હાલ ખાનગી હોસ્પિટલના આઇસીયુમાં સારવાર હેઠળ છે. જ્યારે આ મામલે ત્રણ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

ઇમર્જન્સની વિભાગમાં સારવાર

સયાજીગંજ પોલીસ મથક (SAYAJIGANJ POLICE STATION) માં મહંમદ મુમતાઝ અમીરુદ્દીન શેખ (રહે. સયાજીગંજ પરશુરામ ભઠ્ઠો, કાલુમીયાની ચાલ) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેનો ભાઇ મોહંમદફૈજાન વડોદરા બસ સ્ટેશનથી થોડેક દુર પીડબલ્યુડીની માલિકીની દિવાલ પાસે રોડ પર ઇંડાની લારી ચલાવે છે. આજે રાત્રે તે ઘરે હાજર હતા, દરમિયાન રાત્રે અઢી વાગ્યે પાડોશીએ જણાવ્યું કે, મહંમદફૈજાનને એસએસજી હોસ્પિટલમાં દાખલ કરેલો છે. જે બાદ તેઓ દોડીને હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેઓના ભાઇની ઇમર્જન્સની વિભાગમાં સારવાર ચાલી રહી હતી.

Advertisement

પકડીને લાકડી વડે માર માર્યો

દરમિયાન તપાસ કરતા બાજુમાં જ લારી ચલાવતા અને તે સમયે હાજર ફિરોજભાઇએ જણાવ્યું કે, રાત્રે બે વાગ્યે સયાજીગંજ પોલીસ સ્ટેશનથી પીસીઆર વાન લારીઓ ઉભી રાખવામાં આવે છે ત્યાં આવી હતી. પોલીસ લારીઓ બંધ કરાવવા માટે આવી હતી. જેથી ત્યાંથી બધા નિકળી ગયા હતા. પરંતુ ત્યાં ચોકમાં મોહંમદફૈજાન હાજર હોવાથી તેણે પોલીસ જવાનો સાથે માથાકુટ કરી હતી. જે બાદ પોલીસ જવાન મોહંમદ મુબશ્શીરે તેને પકડીને લાકડી વડે માર માર્યો હતો. તે સમયે ગાડીમાં રહેલા બીજો પોલીસ જવાન રધુવીરભાઇએ મોહંમદફૈજાનને પકડી રાખીને માર માર્યો હતો. દરમિયાન કારમાં હાજર ડ્રાઇવર કિશને ગાળો આપી હતી.

Advertisement

આગળ જતા તે પડી ગયો

જે બાદ મોહંમદફૈજાન આવેશમાં આવી ગયો હતો. અને પોલીસની ગાડીની આગળ આવીને તેને પકડી લીધી હતી. તેવામાં હોબાળો કરતા લોકો એકત્ર થઇ ગયા હતા. દરમિયાન પોલીસે જલ્દી રવાના થવા માટે ગાડી ચાલુ કરી દીધી હતી. જેથી મોહંમદફૈજાન રોડ પર ઘસડાયો અને આગળ જતા તે પડી ગયો હતો. જેથી તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને પ્રથમ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. બાલ તે આઇસીયુમાં સારવાર લઇ રહ્યો છે, અને તે ભાનમાં નથી.

વધુ કાર્યવાહી હાથ ધરી

આખરે સમગ્ર મામલે પોલીસ કર્મી, મોહંમદ મુબશ્શીર મોહંમદ સલીમ, રધુવિરભાઇ ભરતભાઇ તથા કિશનભાઇ નટવરભાઇ પરમાર સામે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : મતદાન કર્યાની નિશાની ભાવતા ભોજનના બિલમાં રાહત અપાવશે

Tags :
Advertisement

.

×