Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ટ્રાફીક પોલીસ અને RTO ની કામગીરીથી પરેશાન સ્કુલ વાન ચાલકો એકત્ર

VADODARA : વડોદરા (VADODARA) માં ટ્રાફીક પોલીસ (TRAFFIC POLICE) અને આરટીઓ વિભાગ દ્વારા સઘન કામગીરી કરવામાં આવતા સ્કુલ વાન અને રીક્ષા ચાલકો ભારે પરેશાન થયા છે. અને આજે માંજલપુરના કંચન બાગ ખાતે મળીને તેમના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા હાથ ધરવામાં...
vadodara   ટ્રાફીક પોલીસ અને rto ની કામગીરીથી પરેશાન સ્કુલ વાન ચાલકો એકત્ર
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં ટ્રાફીક પોલીસ (TRAFFIC POLICE) અને આરટીઓ વિભાગ દ્વારા સઘન કામગીરી કરવામાં આવતા સ્કુલ વાન અને રીક્ષા ચાલકો ભારે પરેશાન થયા છે. અને આજે માંજલપુરના કંચન બાગ ખાતે મળીને તેમના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી છે. અગ્રણી જણાવે છે કે, અમે નિયમોનું પાલન કરવા તૈયાર છીએ. પરંતુ તે વાલીઓને પોષાવવું જોઇએ. સાથે જ તેમના પ્રશ્નોને લઇને આરટીઓમાં રજુઆત કરી હોવાનું પણ તેમણે જણાવ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, તેમને બાંહેધારી મળતા આવતી કાલની હડતાલ મોકુફ રાખવામાં આવી છે.

રૂ. 22 - 25 હજારનો દંડ સામાન્ય માણસને પોષાય નહી

આજની મીંટિગને લઇને અગ્રણી વિનય જોશી જણાવે છે કે, ટ્રાફીક પોલીસ અને આરટીઓ દ્વારા ઘનિષ્ઠ ચેકીંગ ચાલી રહ્યું છે. અને પકડંપકડી થઇ રહી છે. તેને અનુસંધાને યુનિયન તથા અન્ય એકત્ર થયા છે. 13 તારીખથી નવું સત્ર શરૂ થયું છે. તેમણે મેમો આપવાનું શરૂ કરી દીધું છે. અમે બધી રીતે સહમત છીએ. આરટીઓ અને ટ્રાફીક શાખા દ્વારા કોઇ પણ સપોર્ટ કરવામાં આવ્યો નથી. તે લોકોનું કહેવું છે કે, થોડોક સમય લાગશે. અત્યારે અમારે નવા છોકરાઓ બાંધવાના હોય. તે જ સમયે ટ્રાફીક પોલીસ આવીને ઉભા રહે તો અમારે તકલીફ થાય છે. તે બીકના લીધે રીક્ષા અને ગાડી વાળા રોંગ સાઇડ જતા રહે છે. તેવા સમયે કોઇ ઘટના બને તો જવાબદારી કોની ! સીધો રૂ. 22 - 25 હજારનો દંડ સામાન્ય માણસને પોષાય નહી. અમે નિયમાનુસાર 14 બાળકો બેસાડવા તૈયાર છીએ. અમને કોઇ પણ પ્રકારનો પ્રતિસાદ મળતો નથી. શહેર ભાજપ અધ્યક્ષ તેમણે સપોર્ટ આપવાનું કહ્યું છે. આરટીઓમાં પણ મળીને આવ્યા. તેમણે સમય માંગ્યો છે. હમણાંના ભાવ પ્રમાણે વાલીઓને પોષાય તેમ નથી. તે રીતે અમને ભાવ મળશે તો તેટલા જ બાળકોને બેસાડવામાં આવશે.

Advertisement

અમે હડતાલ પાડીશું, તો બધા જ હેરાન થશે

અગ્રણી જણાવે છે કે, અત્યારે સ્કુલ વાન વાળા એકત્ર થયા છે. આજના સમયમાં ટ્રાફીક અને આરટીઓ દ્વારા રેડ પાડવામાં આવે છે, ગાડીઓ પકડે છે. સ્કુલ પર આવીને પકડે છે. જેથી વાન ચાલકો ગભરાઇ જાય છે. જેથી અમે ટ્રાફીક અને આરટીઓ શાખાને વિનંતી કરીએ છીએ કે શાળાએ આવીને કાર્યવાહી ન કરો. બાળકોને વ્યવસ્થિત રીતે ઉતારવા દો. પછી તમે કાર્યવાહી કરો. સ્કુલ પરમીટ માટેની અમારી માંગણી ચાલુ છે. વડોદરા આરટીઓ અધિકારી, શહેર ભાજપ પ્રમુખ દ્વારા અમારા પ્રશ્નો હલ કરવા તત્પર છે. અમે હડતાલ પાડીશું, તો બધા જ હેરાન થશે. અમે સરકાર સામે બાથ નથી ભીડતા. આરટીઓનું કહેવું છે કે, પરિપત્રો અંગે સાહેબ જોડે બેસીને ચર્ચા કરીશું. એક વાનમાં 14 બાળકો લઇ જવાની મંજૂરી છે. કોઇ નિયમોનું ઉલ્લંઘન કરશે, તો દંડાશે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : MSU માં સ્થાનિકોને એડમિશન નહી મળતા માનવ સાંકળ રચી વિરોધ

Tags :
Advertisement

.

×