Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સંસ્કારી નગરી વધુ એક વખત બોલીવુડમાં ચમકશે

VADODARA : સંસ્કારી નગરી વડોદરા (CULTURAL CITY OF GUJARAT - VADODARA) બોલીવુડ (BOLLYWOOD) ના સુપર સ્ટાર ગણાતા આમીર ખાન (BOLLYWOOD SUPER STAR AMIR KHAN) ની આવનારી ફિલ્મમાં ચમકવા માટે જઇ રહ્યું છે. જેનું શુટીંગ સમા સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં શરૂ કરવામાં આવનાર...
vadodara   સંસ્કારી નગરી વધુ એક વખત બોલીવુડમાં ચમકશે
Advertisement

VADODARA : સંસ્કારી નગરી વડોદરા (CULTURAL CITY OF GUJARAT - VADODARA) બોલીવુડ (BOLLYWOOD) ના સુપર સ્ટાર ગણાતા આમીર ખાન (BOLLYWOOD SUPER STAR AMIR KHAN) ની આવનારી ફિલ્મમાં ચમકવા માટે જઇ રહ્યું છે. જેનું શુટીંગ સમા સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં શરૂ કરવામાં આવનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ફિલ્મના શુટીંગ માટે સ્પોર્ટસ કોમ્પલેક્ષ પ્રતિદીન રૂ. 1 લાખના ભાડા કરાર સાથે આપવામાં આવ્યો છે. આ શુટીંગ આવનાર 6 દિવસ સુધી ચાલનાર હોવાનું સુત્રો ઉમેરી રહ્યા છે.

આમિર ખાન શહેરના મહેમાન બન્યા

આ પહેલા બોલીવુડના એક્શન સ્ટાર જ્હોન અબ્રાહમ દ્વારા વડોદરાના ન્યાય મંદિરમાં બોલીવુડની ફિલ્મનો કેટલોક સીન શુટ કર્યો હતો. ત્યાર બાદ બોલીવુડમાં વધુ એક ફિલ્મના શુટીંગ માટે વડોદરાની પસંદગી થઇ હોવાનું હાલ સપાટી પર આવવા પામ્યું છે. જેને લઇને તાજેતરમાં બોલીવુડના સુપર સ્ટાર અને મિસ્ટર પરફેક્શનીસ્ટ (MR PERFECTIONIST) તરીકે મનાતા આમિર ખાન શહેરના મહેમાન બન્યા છે. સાથે જ જેનેલિયા દેશમુખ (GENELIA DESHMUKH) પણ શહેરમાં છે.  ફિલ્મના શુટીંગ માટે સમા સ્પોર્ટસ કોમ્પલેક્ષને 6 દિવસ માટે ભાડે રાખવામાં આવ્યું છે. અને તે દરમિયાન કોઇ પણ બિનઅધિકૃત લોકોના પ્રવેશ પર પાબંધી ફરમાવવામાં આવી છે.

Advertisement

9 જેટલા પોલીસ જવાનો બંદોબસ્તમાં

સુત્રોના જણાવ્યા અનુસાર, સમા સ્પોર્ટસ કોમ્પલેક્ષના બાસ્કેટ બોલ કોર્ટ ખાતે હાલ આ શુટીંગ ચાલી રહ્યું છે. શુટીંગ સમયે કોઇ વ્યવસ્થા ન ખોરવાય તે માટે પીએસઆઇ સહિત 9 જેટલા પોલીસ જવાનો બંદોબસ્તમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. તેની ચુકવણી કરવામાં આવનાર છે. આ ઉપરાંત બોલીવુડ સ્ટારની લોકચાહનાને ધ્યાને રાખીને ખઆનગી બાઉન્સર્સની પણ ફોજ સુરક્ષા માટે કામે લગાડવામાં આવી છે. ફિલ્મની ગુપ્તતા જળવાય તે માટે બાસ્કેટ બોલ કોર્ટમાં જતા અધિકૃત વ્યક્તિઓને અંદર મોબાઇલ ફોન સાથે નો એન્ટ્રી છે. ફિલ્મના શુટીંગ માટે જેમ અંદરનો માહોલ જામતો હશે, તેમ લોકોના મનપસંદ બોલીવુડ એક્ટરની એક ઝલક જોવા માટે બહાર ચાહકોની મોટી ભીડ જોવા મળે છે. આમીર ખાન લીમોઝીન જેવી કારમાં આવન જાવન કરી રહ્યો છે. તેની એક ઝલક પામીને ફેન્સ ઝૂમી ઉઠે છે.

Advertisement

આ પણ વાંચો -- BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયને ISO દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું

Tags :
Advertisement

.

×