Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સગીરાના સ્નેપચેટમાં I LOVE YOU નો મેસેજ જોતા જ ભડકો

VADODARA RURAL : વડોદરા ગ્રામ્યમાં યુવકે કૌટુંબીક કાકાની સગીર દિકરીના મોબાઇલની સ્નેપચેટ એપ્લીકેશન (SNAPCHAT APPLICATION) માં જોતા I LOVE YOU સહિતના મેસેજ મળી આવ્યા હતા. જે બાદ તેણે આ અંગેની જાણ કાકા-કાકીને કરી હતી. બાદમાં આનો સ્ક્રીનશોટ લઇને પ્રેમી યુવકને...
vadodara   સગીરાના સ્નેપચેટમાં i love you નો મેસેજ જોતા જ ભડકો
Advertisement

VADODARA RURAL : વડોદરા ગ્રામ્યમાં યુવકે કૌટુંબીક કાકાની સગીર દિકરીના મોબાઇલની સ્નેપચેટ એપ્લીકેશન (SNAPCHAT APPLICATION) માં જોતા I LOVE YOU સહિતના મેસેજ મળી આવ્યા હતા. જે બાદ તેણે આ અંગેની જાણ કાકા-કાકીને કરી હતી. બાદમાં આનો સ્ક્રીનશોટ લઇને પ્રેમી યુવકને જાણ કરવામાં આવી હતી. જે બાદ મામલો બિચકતા મારામારી થઇ હતી. આખરે સમગ્ર મામલે પોલીસ મથક પહોંચ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

દિલના ઇમોજી મળી આવ્યા

વડોદરા ગ્રામ્ય પોલીસ મથકમાં યુવકે નોંધાવેલી ફરિયાદ અનુસાર, બે દિવસ પૂર્વે તે ઘરથી દુર ફળિયામાં રહેતા પરિજનના ખબર અંતર કાઢવા ગયા હતા. તેવામાં કુટુંબીક કાકી અને તેમની સગીર દિકરી ઘરે હાજર હતા. ઘરમાં મુકેલા ટીવી માટેના સ્ટેન્ડમાં મોબાઇલ મુક્યો હતો. જેમાં જોવા જતા સગીરાના સ્નેપચેટ એકાઉન્ટમાં જાણીતા આઇડી પરથી I LOVE YOU, I LOVE YOU TOO, દિલના ઇમોજી મળી આવ્યા હતા. જેથી તેણે કાકા-કાકીને જાણ કરી હતી. આ અંગે સગીરાને પુછતા તેણે કોઇ જવાબ આપ્યો ન્હતો. ત્યાર બાદ આ અંગેની જાણ કાકાના દિકરાને કરવામાં આવતા બંને પ્રેમી યુવકને મળવા માટે ગયા હતા. ત્યાં તેને ચેટીંગનો સ્ક્રિનશોટ બતાવીને આ બધું શું છે તેમ પુછ્યું હતું. તું મારો ભાઇબંધ થઇને મારી બહેન સાથે પ્રેમ સંબંધ ધરાવે છે.

Advertisement

વચ્ચે પડ્યું તેને પણ લપેટામાં લઇ લીધા

આ વાત સાંભળતા જ મેસેજ કરનાર પ્રેમી યુવક ઉશ્કેરાઇ ગયો હતો. તેણે બુમાબુમ કરતા આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા. જેથી યુવક પોતાના ઘરે પરત ફર્યો હતો. બાદમાં રાત્રે 11 વાગ્યે પ્રેમી યુવક તેના પરિજનો સાથે ઘરે આવીનો ઝઘડો કર્યો હતો. અને માર મારવા લાગ્યો હતો. તેને છોડાવવા જે કોઇ વચ્ચે પડ્યું તેને પણ લપેટામાં લઇ લીધા હતા. દરમિયાન માથામાં દંડો વાગી જતા લોહી નિકળા લાગ્યું હતું. આખરે ઉપરોક્ત મામલે પ્રેમી યુવક અને તેની સાથે મારામારીમાં સામેલ 4 લોકો સામે ફરિયાદ નોંધાવવા પામી છે. જે બાદ સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

સગીરાને લાગી આવતા એસીડ ગટગટાવ્યું

સમગ્ર ઘટનામાં પ્રેમ સંબંધની આશંકાને લઇને ઝઘડામાં સગીરાને મનમાં લાગી આવ્યું હતું. જે બાદ આવેશમાં આવીને તેણે એસીડ ગટગટાવી લીધું હતું. આ ઘટનાની સ્થાનિક પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : રાજ્યના DGP વિકાસ સહાય શહેરની મુલાકાતે, જાણો શું કહ્યું

Tags :
Advertisement

.

×