VADODARA : ટેમ્પો રોડ સાઇડમાં દબાવતા અકસ્માતની વણઝાર
VADODARA : વડોદરાના વાઘોડિયામાં વિચીત્ર અકસ્માત સામે આવ્યો છે. બાઇક લઇને યુવક નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યો હતો. અને તેની આગળ ટેમ્પો ચાલતો હતો. ટેમ્પા ચાલકે સામેથી આવતી ટ્રકથી બચવા માટે વાહન દબાવી લીધું હતું. જે બાદ ત્રણ વાહનો સાથે ટ્રકનો અકસ્માત થયો હતો. જેમાં બે લોકો ઇજાગ્રસ્ત થતા તેમના સારવાર હેઠળ ખસેડવા પડ્યા હતા. હાલ ટ્રક ચાલક સામે વાહન નંબરના આધારે ફરિયાદ નોંધવામાં આવી છે.
અકસ્માત બાદ ફંગોળાયા
વાઘોડિયા પોલીસ મથકમાં વિક્રમભાઇ જયંતિભાઇ જાદવ (ઉં. 22) (રહે. આંકડિયાપુરા, નવીનગરી - વાઘોડિયા) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, તે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. 18 મે ના રોજ કંપનીમાંથી નોકરી પૂર્ણ કરીને તે બાઇક પર ઘરે પરત ફરી રહ્યો હોય છે. તેવામાં વાઘોડિયા ધીરજ ચોકડી પસાર કરીને તવરા ગામ તરફ જવા દરમિયાન બાઇક આગળ આઇસર ટેમ્પો ચાલતો હોય છે. તેવામાં ટેમ્પા ચાલકે અચાનક સાઇડમાં દબાવી દેતા સામેથી આવતા ટ્રક સાથે બાઇકનો અકસ્માત થાય છે. જેમાં તે ફંગોળાઇ જાય છે. જેમાં તેને મોઢા તથા હાથના ભાગે ઇજાઓ પહોંચે છે.
ચાલકને હાથમાં ફ્રેકચર
બાદમાં ટ્રક દ્વારા પાછળ આવતી કાર અને એક્ટીવા સાથે પણ અકસ્માત થાય છે. જેમાં એક્ટીવા ચાલકને જમણા પગે ગંભીર ઇજાઓ પહોંચે છે. ઇજાગ્રસ્ત એક્ટીવા ચાલક પોતાનું નામ દિપક વસાવા જણાવે છે. બાદમાં સ્વજનોને જાણ કરવામાં આવતા તેઓ આવે છે. અને તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જાય છે. બાઇક ચાલકને હાથમાં ફ્રેકચર થયાનું નિદાન થાય છે. જ્યારે એક્ટીવા ચાલક હજી સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.
ચક્રોગતિમાન કર્યા
આખરે સમગ્ર મામલે ટ્રક નંબરના આધારે ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે ટ્રક ચાલકને પકડી પાડવાના ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : સાવલીમાં લોકમેળાની રાઇડ ક્ષતિગ્રસ્ત થતા ભય ફેલાયો


