Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : હોળી નિમિત્તે ખાસ ફૂડ ચેકીંગ ડ્રાઇવ ત્રીજા દિવસે પણ યથાવત, પરિણામ 14 દિવસ બાદ આવશે

VADODARA : હોળી-ધૂળેટી પર્વને હવે થોડાક જ દિવસો બાકી છે ત્યારે વડોદરા (VADODARA) પાલિકા (VMC) ની ખાદ્યખોરાક વિભાગની ટીમ દ્વારા સતત ત્રીજા દિવસે વિશેષ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. આ જેમાં ફુૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા વિવિધ જગ્યાએ જઇ તપાસ હાથ...
vadodara   હોળી નિમિત્તે ખાસ ફૂડ ચેકીંગ ડ્રાઇવ ત્રીજા દિવસે પણ યથાવત  પરિણામ 14 દિવસ બાદ આવશે
Advertisement

VADODARA : હોળી-ધૂળેટી પર્વને હવે થોડાક જ દિવસો બાકી છે ત્યારે વડોદરા (VADODARA) પાલિકા (VMC) ની ખાદ્યખોરાક વિભાગની ટીમ દ્વારા સતત ત્રીજા દિવસે વિશેષ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. આ જેમાં ફુૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા વિવિધ જગ્યાએ જઇ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જરૂર જણાય તો સેમ્પલ પણ લેવામાં આવે છે. જેને વધુ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે. જેનું પરિણામ 14 દિવસ બાદ મળશે.

વિવિધ વિસ્તારોમાં ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમ ઉતારવામાં આવી

વડોદરામાં હોળી પર્વ નજીક આવતા ધાણી, ખજૂર, ચણા અને સેવની ધૂમ ખરીદી થઇ રહી છે. વેચાણ માટે ઠેર ઠેર દુકાનો બહાર લોકોને દેખાય તે રીતે સામાન મુકવામાં આવી રહ્યો છે. કેટલીક જગ્યાએ તો રોડ સાઇડ પર પણ સિઝનલ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે લોકોના આરોગ્યને ધ્યાને રાખીને પાલિકાની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમ ઉતારવામાં આવી છે. આ ટીમો છેલ્લા બે દિવસથી ફૂડ ચેકીંગની કામગીરી કરી રહી છે. આજે તેમની વિશેષ કામગીરીનો ત્રીજો દિવસ છે. આજે ટીમ દ્વારા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement

હજારો કિલો ચણા, ખજૂર, ધાણી અને સેવ આરોગી ગયા હશે

આ તમામ વચ્ચે એક વાતે આશ્ચર્ય સર્જયું છે, આ સેમ્પલોનો રિપોર્ટ 14 દિવસ પછી આવશે. જ્યારે હોળી પર્વના આડે માત્ર 7 દિવસ જેટલો જ સમય બચ્યો છે. લાખો લોકો હજારો કિલો ચણા, ખજૂર, ધાણી અને સેવ આરોગી ગયા હશે ત્યાર બાદ એક સપ્તાહના અંતે આ પરિણામ આવશે. આટલા મોડા પરિણામો આવવાના હોય તો તેને ધ્યાને રાખીને પાલિકાની ટીમ દ્વારા સત્વરે ચેકીંગ હાથ ધરવું જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Advertisement

ખુલ્લી ખજુર, લુઝમાં વેચવી ગુનો નથી

પાલિકાના અધિકારી જિતેન્દ્રસિંહ ગોહિલ જણાવે છે કે, ખાસ કરીને હોળીના તહેવારોમાં ધાણી, ચણા, સેવ, ખજૂરનું વધારે વેચાણ થાય છે. છેલ્લા ત્રણ દિવસથી પાલિકાની ટીમો દ્વારા ચેકીંગની કાર્યવાહી ચાલુ છે. આજે ગાજરાવાડીમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જરૂર જણાય તો ફૂડ સેફ્ટીના નિયમો અનુસાર સેપ્પલ લઇને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે, જેનો રિપોર્ટ 14 દિવસ બાદ મળશે. ખુલ્લી ખજુર, લુઝમાં વેચવી ગુનો નથી. આ રીતે અહિંયા વર્ષોથી વેચાય છે. આમ નહિ કરવા માટે સુચના અને નોટીસો પણ પાઠવવામાં આવી ચુકી છે.

આ પણ વાંચો --VADODARA : ભગવાન શ્રીકૃષ્ણને યુકેના પ્રતિષ્ઠિત જર્નલના કવર પેજ પર મળ્યું સ્થાન, MSU ના પ્રોફેસરની સિદ્ધીનો વાગ્યો ડંકો

Tags :
Advertisement

.

×