Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ગેરકાયદેસર રીતે પ્રોપર્ટી મોર્ગેજ કરી બેંકને ચુનો ચોપડતા પિતા-પુત્ર

VADODARA : વડોદરા (VADODARA) ના વાઘોડિયા પોલીસ મથક (WAGHODIA POLICE STATION) ગેરકાયદેસર રીતે પ્રોપર્ટી મોર્ગેજ કરીને હાઉસીંગ લોન લીધા બાદ છેતરપીંડિ કર્યાની ફરિયાદ નોંધાવવા પામી છે. આ મામલે લોન લેનાર પિતા-પુત્ર દ્વારા અમુક સમય સુધી લોનના હપ્તા ભરપાઇ કર્યા હતા....
vadodara   ગેરકાયદેસર રીતે પ્રોપર્ટી મોર્ગેજ કરી બેંકને ચુનો ચોપડતા પિતા પુત્ર
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના વાઘોડિયા પોલીસ મથક (WAGHODIA POLICE STATION) ગેરકાયદેસર રીતે પ્રોપર્ટી મોર્ગેજ કરીને હાઉસીંગ લોન લીધા બાદ છેતરપીંડિ કર્યાની ફરિયાદ નોંધાવવા પામી છે. આ મામલે લોન લેનાર પિતા-પુત્ર દ્વારા અમુક સમય સુધી લોનના હપ્તા ભરપાઇ કર્યા હતા. બાદમાં તે બંધ કરી દીધું હતું. આખરે સમગ્ર મામલે પોલીસ મથકમાં પિતા અને પુત્ર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

અરજી મંજુર કરવામાં આવી

વાઘોડિયા પોલીસ મથકમાં શોર્યપ્રતાપસીંગ રાજીવકુમાર રાણા (મુળ રહે. દહેરાદુન) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, વર્ષ 2017 માં રસુલાબાદ એસબીઆઇ બેંકમાં કૃણાલ બી. પરીખ બ્રાંચ મેનેજર તરીકે હતા. તે સમયે હરીશભાઇ નાનકદાસ રૂપાણી તથા તેમના પુત્ર સુમિત હરીશ રૂપાણીએ તેમના સુખમણી સોસાયટી સ્થિત નવા બાંધકામ માટે રૂ. 20 લાખ મેળવવા અરજી આપી હતી. કૃણાલ પરીખ દ્વારા અરજી મંજુર કરવામાં આવી હતી.

Advertisement

તો જ મોર્ગેજ માન્ય ગણાય

હોમલોનમાં કોન્ટ્રાક્ટર તરીકે નરેન્દ્ર દિનકરરાવ સાવંત હતા. આર્કિટેક્ટ અર્પિત પટેલ હતા, જેમણે એસ્ટીમેટ કાઢી આપ્યો હતો. લોન કરેલી પ્રોપર્ટીના માલિક હરીશભાઇ નનાકદાસ રૂપાણી તથા તેનો ભાઇ મુકેશ રૂપાણી હતા. જેની જાણ બ્રાન્ચ મેનેજરને ટાઇટલ ક્લિયરન્સ રીપોર્ટના આધારે થઇ હતી. પરંતુ મોર્ગેજ પ્રોપર્ટીમાં હરીશ રૂપાણી તથા તેમના પુત્ર સુમિતની સહી હતી. મુકેશ રૂપાણીની સહી ન હતી. ખરેખર તો મુકેશ રૂપાણીની સહી હોય તો જ મોર્ગેજ માન્ય ગણાય તેમ છતાં મુકેશ રૂપાણીની જાણ બહાર હરીશ રૂપાણી અને સુમિત રૂપાણીએ મળી મકાનનું મોર્ગેજ કરી લેખીતમાં મંજૂર કરતા પૈસા કોન્ટ્રાક્ટર નરેન્દ્ર સાવંતના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

Advertisement

હપ્તા ભરવાનું બંધ

લોનની અરજીમાં નવા બાંધકામ કરવાનું લખ્યું હતું. તે પુરૂ થયું નથી. ઇન્સ્પેક્શન કરવા માટે ગયેલી ટીમે રીપોર્ટ ફાઇલ કર્યો છે. મોર્ગેજ કાયદેસર રીતે કરવામાં આવ્યું નથી. અને કામ પણ પુરૂ થયું નથી. પરંતુ આર્કિટેક્ટ અને બેંક મેનેજરના રીપોર્ટમાં કામ પૂર્ણ થયેલું જણાવે છે. મકાન ઉપર લીધેલી લોનના હપ્તા હરીશ રૂપાણીએ વર્ષ 2017 - 2019 સુધી ભર્યા હતા. બાદમાં હપ્તા ભરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. જે એકાઉન્ટ અંતે એનપીએ થઇ ગયું હતું.

ફરિયાદ નોંધાવવામાં આવી

આમ, હરીશકુમાર નાનકદાસ રૂપાણી અને સુમિત હરીશભાઇ રૂપાણી (બંને રહે. સુખમણી સોસાયટી, આરટીઓ પાછળ, વારસીયા) દ્વારા બેંક જોડે છેતરપીંડિ કરી બેંકલોન નહી ભરતા ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો -- VADODARA : પોલીસ કમિશનરના નિવાસ સ્થાન નજીક સનસનાટીભરી લૂંટ

Tags :
Advertisement

.

×