Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vipul Chaudhary: પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ પાટીદારો અંગે આપ્યું વિવાદાસ્પદ નિવેદન

Vipul Chaudhary: ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં અર્બુદા સેનાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અર્બુદા સેના હવે અર્બુદા સેવા સમિતિ તરીકે કાર્ય કરશે તેવું જાહેર કરવામાં આવ્યું છે. સમસ્ત પાટીદાર સમાજ વેપારી થઈ ગયો છે...
vipul chaudhary  પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ પાટીદારો અંગે આપ્યું વિવાદાસ્પદ નિવેદન
Advertisement

Vipul Chaudhary: ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં અર્બુદા સેનાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અર્બુદા સેના હવે અર્બુદા સેવા સમિતિ તરીકે કાર્ય કરશે તેવું જાહેર કરવામાં આવ્યું છે.

  • સમસ્ત પાટીદાર સમાજ વેપારી થઈ ગયો છે
  • પાટીદાર સરકારી પરિવહનનો લાભ લેતા નહીં જોવા મળતા
  • અર્બુદા સેવા સમિતિની ભવિષ્ય માટે વ્યૂહરચના

ત્યારે આ બેઠકમાં વિવાદિત નિવેદન આપતા પૂર્વ ગૃહ રાજ્યમંત્રી ફરી એકવાર લોકસભા ચૂંટણી 2024 પહેલા ચર્ચાનો વિષય બન્યા છે. આ બેઠકમાં તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે, કડવા પાટીદાર હોય કે, લેઉવા પાટીદાર વેપારી થઈ ગયો છે. કારણ કે.... પશુપાલન કરતો કે ગાય-ભેંસ ઉછેરતા એવા પાટીદાર વ્યક્તિઓ પાટીદાર સંસ્થાઓમાં રહ્યા નથી.

Advertisement

Advertisement

પાટીદાર સરકારી પરિવહનનો લાભ લેતા નહીં જોવા મળતા

આજના સમયમાં પાટીદાર સમાજમાં માત્ર રૂપિયાનું મહત્ત્વ રહ્યું છે, સેવાનું નહીં. આ પ્રકારના વિવાદાસ્પદ નિવેદન પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરી દ્વારા આપવામાં આવ્યા છે. તે ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, આજે કોઈ પણ પાટીદાર સરકારી પરિવહનનો લાભ લેતો નહીં જોવા મળે. ત્યારે આ નિવેદન બાદ બે સમાજ આમને-સામને આવતા ભારે તણાવની સ્થિતિ ઉદ્ભવી શકે છે.

અર્બુદા સેવા સમિતિની ભવિષ્ય માટે વ્યૂહરચના

તે ઉપરાંત પૂર્વ ગૃહ રાજ્યમંત્રીએ અર્બુદા સેવા સમિતિની બેઠકમાં સમિતિની વ્યૂહરચના વિશે દિશાસૂચન કરવામાં આવ્યું હતું. આ બેઠક બાદ અર્બુદા સેવા સમિતિમાં આગામી દિવસોમાં આંજણા ચૌધરી સમાજની સભ્યો નોંધણી કરશે. જેથી સમિતિમાં સવા લાખ સભ્યોનું આગમન થશે. તેમજ આ સેવા સમિતિ દ્વારા ગાંધીનગરમાં સામાજિક અને શૈક્ષણિક ધોરણો નિર્માણ કરવામાં આવશે.

આ પણ વાંચો: VADODARA : PCB ની ટીમે પ્રોહીબીશનની બે રેડમાં રૂ. 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો

Tags :
Advertisement

.

×