Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat WEATHER: અંગ દઝાડતી ગરમીમાં શેકાયું ગુજરાત! આગામી 3 દિવસ રહેશે ગરમી યથાવત

WEATHER  : રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. કેટલાક જિલ્લાઓમાં તો તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચ્યું છે. ત્યારે હવે આગામી 4 દિવસ ગુજરાતમાં હીટવેવની (HeatWaves) આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં (Saurashtra) આગામી બે દિવસ યલો એલર્ટ જાહેર કરાયું છે....
gujarat weather  અંગ દઝાડતી ગરમીમાં શેકાયું ગુજરાત  આગામી 3 દિવસ રહેશે ગરમી યથાવત
Advertisement

WEATHER  : રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. કેટલાક જિલ્લાઓમાં તો તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચ્યું છે. ત્યારે હવે આગામી 4 દિવસ ગુજરાતમાં હીટવેવની (HeatWaves) આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં (Saurashtra) આગામી બે દિવસ યલો એલર્ટ જાહેર કરાયું છે. સુરેન્દ્રનગર સૌથી વધું તાપમાન નોંધાયું છે.જ્યારે અમદાવાદમાં (Ahmedabad) બીજા દિવસે 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે

આ 3 જિલ્લામાં પારો 43 ડિગ્રીને પાર

રાજ્યમાં હાલ આગ ઝરતી ગરમીનો લોકો અનુભવ (Weather Reports) કરી રહ્યા છે. ત્યારે આગામી 4 દિવસ માટે હીટવેવની આગાહી હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ માટે યલો એલર્ટ (yellow alert) જાહેર કરાયું છે. જ્યારે, અમદાવાદ (Ahmedabad)અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે. રાજ્યના 8 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું. આ સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.

Advertisement

Advertisement

ક્યાં કેટલું તાપમાન ?

પ્રાપ્ત માહિતી મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 43.1  ડિગ્રી અને અમદાવાદમાં 43 ડિગ્રી અને ભૂજમાં ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં (Rajkot) 42.7 ડિગ્રી, ગાંધીનગરમાં (Gandhinagar) 42.5 ડિગ્રી, ડીસામાં 41.3 ડિગ્રી, વડોદરામાં 41.4 ડિગ્રી, અમરેલીમાં (Amreli) 40.7 ડિગ્રી, છોટા ઉદેપુરમાં 39.4 ડિગ્રી, ડાંગમાં 38.4 ડિગ્રી, ભાવનગરમાં 38.2 ડિગ્રી, નલિયામાં 38.2 ડિગ્રી, કંડલામાં 38.1 ડિગ્રી, દાહોદમાં 38 ડિગ્રી, વલસાડમાં 37.8 ડિગ્રી, જામનગરમાં (Jamnagar) 35.3 ડિગ્રી, સુરતમાં 34.6 ડિગ્રી અને પોરબંદરમાં 34.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

આ પણ  વાંચો - Weather Reports : આગ ઝરતી ગરમી! હિટવેવની આગાહી, આ 3 જિલ્લામાં તાપમાન 43 ડિગ્રીને પાર

આ પણ  વાંચો - ગુજરાતમાં આજે ગરમીને લઈને ઍલર્ટ વચ્ચે Lok Sabha Electionsની ગરમી

આ પણ  વાંચો - Summer : હવે જ ખાસ સાચવવા જેવું..વાંચો અહેવાલ

Tags :
Advertisement

.

×