સંયુક્ત આરબ અમીરાત (UAE)ની રાજધાની અબુ ધાબીમાં(Abu Dhabi)_અત્યારે એક શાનદાર મંદિરનું બાંધકામ થઈ રહ્યું છે. ભવ્યથી અતી ભવ્ય આ BAPS હિન્દુ મંદિરનું (Hindu Temple)નિર્માણ કાર્ય ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.
આ મંદિર ભારતીય સમુદાય માટે તો તે આસ્થાનું કેન્દ્ર બની રહેશે તે ઉપરાંત તે વિશ્વ શાંતિ અને સદ્ભાવનાનું ઉત્તમ પ્રતીક પણ બનશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરીના રોજ આ મંદિરનું ઉદ્ઘાટન કરશે.અત્રે ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) એ વર્ષ 2018માં આ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.
#WATCH | UAE: Drone visuals of the construction work of BAPS Hindu temple that is underway in Abu Dhabi
"PM Narendra Modi accepted the invitation to inaugurate the BAPS Hindu Mandir in Abu Dhabi on February 14, 2024", said BAPS Hindu Mandir in Abu Dhabi yesterday pic.twitter.com/xDEF1abdwu
— ANI (@ANI) December 29, 2023
અબુધાબીનું (Abu Dhabi) આ સૌ પ્રથમ હિન્દુ મંદિર છે, તે અલ વકબા સ્થળ પર 20,000 ચોરસ મીટરની જમીન પર બનેલું છે.આ મંદિરને ખૂબ જ આધુનિક શૈલીમાં નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ મંદિર શાહી, પરંપરાગત હાથથી કોતરેલા પથ્થરોથી બનેલું છે.તાજેતરમાં જ BAPS હિંદુ મંદિરનો ડ્રોનથી લેવામાં આવેલો એક વિડિયો રજૂ થયો છે, જે મંદિરના નિર્માણનો અદભૂત નજારો દર્શાવે છે. આ તસવીરોમાં મંદિરની ખૂબ જ ઉત્તમ રીતે રજૂ કરવામાં આવેલ બાંધકામ, કોતરેલા સ્તંભો અને વિશાળ પ્રાંગણ જોવા મળે છે. નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે અને મંદિર ફેબ્રુઆરી 2024માં પૂર્ણ થવાની અપેક્ષા છે.
આ પણ વાંચો-બ્રિટનમાંથી મોતનો શર્મશાર કરનાર કિસ્સો આવ્યો સામે