Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bangladesh Election Update: PM Sheikh Hasina માટે લોકો કલ્યાણ સૌથી પહેલા

Bangladesh Election Update: Bangladesh માં તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં ફરી એકવાર PM Sheikh Hasina એ ગોપાલગંજ-3 થી સંસદીય બેઠક પર જીત હાંસલ કરી છે. આ જીત તેમણે એ સમયગાળામાં મેળવી છે, જ્યારે બાંગ્લાદેશમાં (Bangladesh Election) વિપક્ષી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી દ્વારા ચૂંટણીનો...
bangladesh election update  pm sheikh hasina માટે લોકો કલ્યાણ સૌથી પહેલા
Advertisement

Bangladesh Election Update: Bangladesh માં તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં ફરી એકવાર PM Sheikh Hasina એ ગોપાલગંજ-3 થી સંસદીય બેઠક પર જીત હાંસલ કરી છે. આ જીત તેમણે એ સમયગાળામાં મેળવી છે, જ્યારે બાંગ્લાદેશમાં (Bangladesh Election) વિપક્ષી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.

એક અહેવાલ અનુસાર PM Sheikh Hasina ને 2,49,965 વોટ મળ્યા છે. જ્યારે તેમના નજીકના હરીફ અને બાંગ્લાદેશ સુપ્રીમ પાર્ટીના એમ નિઝામ ઉદ્દીન લશ્કરને માત્ર 469 વોટ મળ્યા.

Advertisement

Bangladesh Election Update

Bangladesh Election Update

Advertisement

8મી વખત ચૂંટણીમાં જીત મેળવી

ગોપાલગંજના ડેપ્યુટી કમિશનર અને ચૂંટણી અધિકારી કાઝી મહબૂબુલ આલમે પરિણામ જાહેર કર્યું છે. તેઓ 1986 થી અત્યાર સુધી આઠ વખત ગોપાલગંજ-3 સીટ જીતી ચૂક્યા છે. PM Sheikh Hasina ને સતત ચોથી વખત વડાપ્રધાન બનવા જઈ રહી છે. આ તેમનો અત્યાર સુધીનો પાંચમો કાર્યકાળ હશે. PM Sheikh Hasina 2009 થી બાંગ્લાદેશમાં શાસન કરી રહ્યા છે.

શેખ હસીનાએ શું કહ્યું?

Bangladesh PM Sheikh Hasina એ કહ્યું હતું કે, તેઓ ચૂંટણીને લઈને વિદેશી મીડિયામાં તેમની છવીને લઈને ચિંતિત નથી. કારણ કે દેશના લોકોમાં તેમની છવી સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે. PM Sheikh Hasina એ દેશની 12 મી સામાન્ય ચૂંટણીમાં પોતાનો મત આપ્યા બાદ આ ટિપ્પણી કરી હતી. મુખ્ય વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) એ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.

આ ચૂંટણી BNP ના બહિષ્કાર વચ્ચે કેટલી સ્વીકાર્ય હશે, તેવા પ્રશ્નના જવાબમાં હસીનાએ કહ્યું કે તેમની જવાબદારી લોકો પ્રત્યે છે. તેમણે કહ્યું, “બીજા લોકો આ ચૂંટણીને સ્વીકારે છે કે નહીં તે મારા માટે મહત્વપૂર્ણ છે. તેથી, હું તેમની સ્વીકૃતિ વિશે ચિંતિત નથી. 'આતંકવાદી જૂથ' એ શું કહ્યું કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી. મારે મારી વિશ્વસનીયતા સાબિત કરવાની છે. પણ કોની માટે? આતંકવાદી પક્ષને? આતંકવાદી સંગઠનને? ના, મારા લોકો પ્રત્યે મારી જવાબદારી છે. લોકો ચૂંટણીને સ્વીકારે છે કે નહીં, તે મારા માટે મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો: Maldives : પીએમ મોદી પર વાંધાજનક નિવેદન આપનારા ત્રણ મંત્રીઓને કર્યા બરતરફ…

Tags :
Advertisement

.

×