દેશમાં આજે કોરોનાના નોંધાયા 21 હજારથી વધુ કેસ, 45 દર્દીઓના થયા મોત
દેશમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના સંક્રમણના 21,566 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, આ સમયગાળા દરમિયાન સંક્રમણના કારણે 45 લોકોના મોત પણ થયા છે. ત્યારબાદ હવે કુલ મૃત્યુઆંક 5,25,870 પર પહોંચી ગયો છે. દેશમાં કોરોનાના કેસમાં છેલ્લા ઘણા દિવસોથી ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 21,566 નવા કેસ નોંધાયા છે. કુલ સàª
Advertisement
દેશમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના સંક્રમણના 21,566 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, આ સમયગાળા દરમિયાન સંક્રમણના કારણે 45 લોકોના મોત પણ થયા છે. ત્યારબાદ હવે કુલ મૃત્યુઆંક 5,25,870 પર પહોંચી ગયો છે.
દેશમાં કોરોનાના કેસમાં છેલ્લા ઘણા દિવસોથી ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 21,566 નવા કેસ નોંધાયા છે. કુલ સક્રિય કેસની વાત કરીએ તો તેમની સંખ્યા 1,48,881 છે. રિકવરી રેટ 98.46 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 18,294 લોકો કોરોનાથી ઠીક થયા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,31,50,434 લોકો કોરોનાથી ઠીક થયા છે.
દૈનિક પોઝિટિવિટી રેટ 4.25 ટકા છે અને સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 4.51 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 29,12,855 રસીકરણ કરવામાં આવ્યું છે. જે બાદ દેશમાં કુલ રસીકરણની સંખ્યા 2,00,91,91,969 થઇ ગઇ છે. મહત્વનું છે કે, ગઈકાલે એટલે કે 20 જુલાઈના રોજ દેશભરમાં કુલ 20,557 સંક્રમિત જોવા મળ્યા હતા, જ્યારે 40 લોકોના મોત થયા હતા. દેશમાં કોવિડના કારણે અત્યાર સુધીમાં કુલ 5,25,185 લોકોના મોત થયા છે. વળી, કુલ 4,38,25,185 કેસ નોંધાયા છે.
Advertisement


