Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Congress : રાહુલ ગાંધીની ન્યાય યાત્રાને લઈ આજે દિલ્હીમાં કોંગ્રેસની બેઠક યોજાશે

Congress : રાહુલ ગાંધી (Rahul gandhi) ની ભારત ન્યાય યાત્રા અને લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ (Congress) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં કોંગ્રેસ આજે મંથન કરશે. સવારે 11 વાગ્યાથી કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે પાર્ટીના મહાસચિવ-પ્રભારી, પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય પક્ષના નેતાઓ સાથે બેઠક...
congress   રાહુલ ગાંધીની ન્યાય યાત્રાને લઈ આજે દિલ્હીમાં કોંગ્રેસની બેઠક યોજાશે
Advertisement

Congress : રાહુલ ગાંધી (Rahul gandhi) ની ભારત ન્યાય યાત્રા અને લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ (Congress) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં કોંગ્રેસ આજે મંથન કરશે. સવારે 11 વાગ્યાથી કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે પાર્ટીના મહાસચિવ-પ્રભારી, પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય પક્ષના નેતાઓ સાથે બેઠક થશે. જેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત તમામ મોટા નેતાઓ ભાગ લેશે.

કયા મુદ્દાઓ પર ચર્ચા થશે

Advertisement

Congress ની બેઠકમાં લોકસભા ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. તેમજ રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રાના મુદ્દાઓ અને રૂટ અને તેને સફળ બનાવવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. લગભગ 100 નેતાઓ સાથે ખડગે મંથન 2024માં સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે ચૂંટણી લડવાની રણનીતિ પર ચર્ચા કરશે.

Advertisement

ચૂંટણી તૈયારીઓ પર ચર્ચા

તાજેતરના કેટલાક મહિનામાં કોંગ્રેસ Congress નેતૃત્વએ વિવિધ રાજ્યોના નેતાઓ સાથે બેઠક કરી છે અને તેમના રાજ્યોમાં ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરી છે. ભારત ન્યાય યાત્રા એ સપ્ટેમ્બર 2022 થી જાન્યુઆરી 2023 વચ્ચે આયોજિત ભારત જોડો યાત્રાની બીજી આવૃત્તિ છે. ન્યાય યાત્રા 14 જાન્યુઆરીએ મણિપુરની રાજધાની ઈમ્ફાલથી શરૂ થશે અને 20 માર્ચે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં સમાપ્ત થશે. ભારતના પૂર્વથી પશ્ચિમ ભાગ સુધીની આ યાત્રા એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા લોકો સુધી પહોંચવા અને તેમની સાથે જોડાવાનો કોંગ્રેસનો પ્રયાસ છે.

ભારત ન્યાય યાત્રામાં આ બાબતો રહેશે ખાસ
  • યાત્રાનો લોગો અને ડિઝાઇનની 4 જાન્યુઆરીએ જાહેરાત કરાશે
  • 8મીએ યાત્રાનો રૂટ જાહેર થશે
  • 12મીએ થીમ સોંગ લોન્ચ થશે
  • રાહુલ આ પ્રવાસ દરમિયાન કન્ટેનરમાં પણ રહી શકે છે. આ અંગે રૂટ મુજબ સુરક્ષા જોવામાં આવી રહી છે.

આ પણ વાંચો -HARDEEP SINGH PURI : પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાને લઇ પેટ્રોલિયમ મંત્રીએ કહી આ વાત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×