મહારાષ્ટ્ર પોલીસે ડ્રગ્સ વેપારના મોટા કેસનો પર્દાફાશ કર્યો
દેશમાં અવાર-નવાર લાખો અને કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવે છે. દેશમાં ડ્રગ્સ મોટા ભાગે દરિયાઈ અને હાવાઈ માર્ગે લાવવામાં આવે છે. પરંતુ દેશની સુરક્ષા એજેન્સી દ્વારા અનેક વખત ડ્રગ્સ ઝડપી પાડે છે. તાજેતરમાં મહારાષ્ટ્ર પોલીસે ડ્રગ્સ વેપારના મોટા કેસનો પર્દાફાશ કર્યો છે. પોલીસે રાયગઢ જિલ્લાના ખોપોલીમાં ફાર્માસ્યુટિકલ કંપની ‘આંચલ કેમિકલ’ પર દરોડા પાડીને 107 કરોડ રૂપિયાની MD દવાઓ જપ્ત કરી છે. આ કેસમાં ત્રણ ડ્રગ સ્મગલરની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પૂછપરછ દરમિયાન તેણે અન્ય ઘણી જગ્યાઓના સરનામાનો ખુલાસો કર્યો જ્યાં ડ્રગ્સ છુપાવવામાં આવ્યું હતું. પોલીસે તે વેરહાઉસ પર દરોડો પાડીને આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ. 218 કરોડની કિંમતની 174 કિલો એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે. ત્યારે પોલીસે બંને ઓપરેશનમાં રૂ.325 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે.
આરોપીઓને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા
આ કેસમાં, ત્રણ ડ્રગ સ્મગલરો કમલ જયસ્વાણી, મતીન શેખ અને એન્થોની કુરુકુટીકરનની નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ-1985 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર પોલીસના કોંકણ રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રવીણ પવારે જણાવ્યું હતું કે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને 14 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
રાયગઢ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, એવી શંકા છે કે આ વેરહાઉસમાંથી મળેલી દવાઓ છેલ્લા 2 મહિનાથી રાખવામાં આવી હતી. આરોપીઓ નકલી દસ્તાવેજો તૈયાર કરીને જવાહર લાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ, નવી મુંબઈમાંથી વિવિધ દેશોમાં ડ્રગ્સ સપ્લાય કરતા હતા.
આ પણ વાંચો: ભજનલાલ શર્મા બન્યાં રાજસ્થાનના નવા મુખ્યમંત્રી, રાજેનું પત્તું કપાયું