Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'આદિપુરુષ'ના નિર્માતાઓને ઇતિહાસ ક્યારેય માફ નહીં કરે, 'ભીષ્મ પિતા' મુકેશ ખન્નાએ ઠાલવ્યો રોષ

મુકેશ ખન્નાએ આદિપુરુષ પર આરોપ લગાવ્યો મુકેશ ખન્નાએ મહાભારત અને શક્તિમાન જેવી ટીવી સિરિયલોથી લોકપ્રિયતા મેળવી છે. તે દરેક વિષય પર પોતાનો અભિપ્રાય આપે છે. હાલમાં જ તેણે પોતાની યુટ્યુબ ચેનલ ભીષ્મ ઈન્ટરનેશનલ પર પોસ્ટ કર્યું છે જેમાં તેણે કહ્યું...
 આદિપુરુષ ના નિર્માતાઓને ઇતિહાસ ક્યારેય માફ નહીં કરે   ભીષ્મ પિતા  મુકેશ ખન્નાએ ઠાલવ્યો રોષ
Advertisement

મુકેશ ખન્નાએ આદિપુરુષ પર આરોપ લગાવ્યો
મુકેશ ખન્નાએ મહાભારત અને શક્તિમાન જેવી ટીવી સિરિયલોથી લોકપ્રિયતા મેળવી છે. તે દરેક વિષય પર પોતાનો અભિપ્રાય આપે છે. હાલમાં જ તેણે પોતાની યુટ્યુબ ચેનલ ભીષ્મ ઈન્ટરનેશનલ પર પોસ્ટ કર્યું છે જેમાં તેણે કહ્યું છે કે, આદિપુરુષથી મોટું રામાયણનું કોઈ અપમાન હોઈ શકે નહીં. ઓમ રાઉતને રામાયણની કોઈ જાણકારી નહોતી. આ સિવાય આપણી પાસે બૌદ્ધિક લેખક મનોજ મુન્તાશીર શુક્લા છે, જેમણે આપણી રામાયણને કલયુગમાં પરિવર્તિત કરી છે. તેના વાહિયાત સંવાદો અને ઊંઘ લાવી દેતો સ્ક્રિન પ્લેએ એવી ફિલ્મ બનાવી છે કે ઉંઘની ગોળીઓ પણ શરમાઇ જાય, આ ફિલ્મને રામાયણ સાથે કોઇ લેવા-દેવાજ નથી.

રામાયણ સાથે ભયંકર મજાક થઈ
મુકેશ ખન્નાએ વધુમાં કહ્યું કે, 'આદિપુરુષના નિર્માતાઓને ઈતિહાસ આવા ખરાબ સંવાદો લખવા માટે ક્યારેય માફ નહીં કરે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ઓમ રાઉત હોલીવુડના ફિલ્મ નિર્માતાઓથી પ્રભાવિત છે. તેઓએ તેને રામાયણમાં લાવવાની કોશિશ કરી છે જો તમારે સિનેમેટિક લિબર્ટી હતી તો પછી કાલ્પનિક ફિલ્મ બનાવી હતી, પણ આપે તો ભગવાનની છબી સાથે રમત રમી છે. આથી આદિપુરુષ રામાયણ સાથે કરવામાં આવેલી ભયંકર મજાક છે.

Advertisement

ભગવાન હનુમાનના ગેટઅપ પર ઉઠ્યા પ્રશ્નો
મુકેશ ખન્નાએ ફિલ્મમાં મેઘનાથ અને હનુમાનના લુક પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું જો હનુમાનજી ખુદ પોતાનો ગેટઅપ આ ફિલ્મમાં જુએ તો પહાડ ઊંચકીને મેકર્સ પર જ ફેંકી દે

Advertisement

Tags :
Advertisement

.

×