Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ISRO : નવા વર્ષથી શરૂઆત સાથે દેશને મળશે મોટી ભેટ! આજે આ સેટેલાઇટ થશે લોન્ચ

વર્ષ 2023માં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કરીને ઇતિહાસ રચ્યા પછી હવે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) નવા વર્ષ 2024 ની શરૂઆત સાથે જ દેશવાસીઓને એક મોટી ભેટ આપવા જઈ રહી છે. તાજેતરમાં ISRO એ જણઆવ્યું હતું કે, સોમવારે...
isro   નવા વર્ષથી શરૂઆત સાથે દેશને મળશે મોટી ભેટ  આજે આ સેટેલાઇટ થશે લોન્ચ
Advertisement

વર્ષ 2023માં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કરીને ઇતિહાસ રચ્યા પછી હવે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) નવા વર્ષ 2024 ની શરૂઆત સાથે જ દેશવાસીઓને એક મોટી ભેટ આપવા જઈ રહી છે. તાજેતરમાં ISRO એ જણઆવ્યું હતું કે, સોમવારે સવારે 10 અન્ય પેલોડ્સ સાથે એક્સ-રે પોલેરિમીટર સેટેલાઇટ (XPoSat) લોન્ચ કરીને ભારત નવા વર્ષ 2024 (New Year 2024) ની ભવ્ય શરૂઆત કરશે.

ISRO ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, XPoSat અને અન્ય 10 વૈજ્ઞાનિક પેલોડ્સ લઈ જનારા પોલર સેટેલાઇટ લોંચ વ્હીકલ-DL (PSLV-DL) ના પ્રક્ષેપણ માટે 25-કલાકનું કાઉન્ટડાઉન રવિવારે સવારે 8.10 વાગ્યાથી શરૂ થયું હતું અને તે સરળતાથી આગળ વધી રહ્યું છે. PSLV-C58 કોડવાળું ભારતીય રોકેટ PSLV-DL વેરિયન્ટ, 44.4 મીટર ઊંચું અને 260 ટન વજન ધરાવે છે, જે સોમવારે સવારે 9.10 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC) ના પ્રથમ લોન્ચ પેડ પરથી XPoSat સાથે ઉડાન ભરશે. જ્યારે 10 સાયન્ટિફિક પેલોડ્સ ઓર્બિટલને પ્લેટફોર્મ પર સ્થાપિત કરવામાં આવ્યા છે. ઉડાનના લગભગ 21 મિનિટ બાદ, રોકેટ લગભગ 650 કિમીની ઊંચાઈએ XPoSat ની પરિક્રમા કરશે.

Advertisement

Advertisement

XPoSat નો ઉદ્દેશ્ય:

માહિતી અનુસાર, XPoSat એક્સ-રે સ્ત્રોતો શોધવા અને 'બ્લેક હોલ્સ'ની રહસ્યમય દુનિયાનો અભ્યાસ કરવામાં મદદ કરશે. આ મિશન લગભગ પાંચ વર્ષ સુધી ચાલશે. XPoSat નો હેતુ અવકાશમાં એક્સ-રે સ્ત્રોતોના ધ્રુવીકરણની તપાસ કરવાનો છે. ISRO અનુસાર, XPoSat ના ત્રણ ઉદ્દેશ્ય છે : (1) પોલિક્સ પેલોડ દ્વારા થોમસન સ્કેટરિંગ થકી લગભગ 50 સંભવિત બ્રહ્માંડીય સ્ત્રોતોમાંથી નીકળતી એનર્જી બેન્ડ 8-30keV માં એક્સ-રેના ધ્રુવીકરણને માપવું.

(2) ExoSat પેલોડ દ્વારા એનર્જી બેન્ડ 0.8-15 keV માં બ્રહ્માંડીય એક્સ-રે સ્ત્રોતોના લાંબાગાળાના સ્પેક્ટ્રલ અને ટેમ્પોરલનો સ્થાયી અભ્યાસ અને (3) પેલોડ્સ દ્વારા બ્રહ્માંડીય સ્ત્રોતોથી એક્સ-રે ઉત્સર્જનના ધ્રુવીકરણ અને સ્પેક્ટ્રોસ્કોપિક માપને પૂર્ણ કરવા માટે અને સામાન્ય ઊર્જા બેન્ડમાં અનુક્રમે XSPECT પેલોડ, 650 કિમી પર XPoSat ની પરિક્રમા કર્યા પછી, રોકેટનો ચોથા તબક્કોમાં તેને ફરીથી બે વાર લોન્ચ કરવામાં આવશે અને લગભગ 9.6 ડિગ્રી 350 કિમીની પરિક્રમામાં ઉતારવામાં આવશે. ISRO એ કહ્યું કે, ઓપરેશનના પૂર્વનિર્ધારિત ક્રમમાં, પહેલા ઓક્સિડાઈઝર અને પછી ઈંધણ છોડવામાં આવશે. PS4 નિષ્ક્રિય થયા પછી, ચરણનું નિયંત્રણ POEM એવિઓનિક્સને સ્થાનાંતરિત કરવામાં આવે છે.

આ પણ વાંચો - CM Yogi Adityanath : શ્રીરામ મંદિર અને CM યોગીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, નોંધાઈ FIR

Tags :
Advertisement

.

×