Download Apps
Home » હવે આધુનિક માતાની જવાબદારીઓ વધી રહી છે….

હવે આધુનિક માતાની જવાબદારીઓ વધી રહી છે….

મધર્સ ડે….  
વિદેશથી આવેલો આ દિવસ. જેની આજે ભારતમાં ઉજવણી થઈ રહી છે. મધર્સ ડે ક્યાંથી આવ્યો અને શા માટે ઉજવાય છે એની વાત નથી કરવી. વાત કરવી છે આજના જમાનાની માતાઓ વિશે. આજની જનરેશનની માતાઓ એટલે મિલેનિયલ અથવા તો વાય જનરેશન. 1980થી 2000ની સાલ વચ્ચે જન્મેલી જનરેશનને મિલેનિયલ્સ તરીકે ઓળખવામાં આવે છે.  આ સાલમાં જન્મેલા યુવક-યુવતીઓ આજે માતા-પિતા બન્યા છે.  આજની આ ભાગદોડભરી જિંદગીમાં માતાની જવાબદારી વધી છે. અત્યારની મા વર્કિંગ મધર છે. ઓફિસની ચેલેન્જિસની સાથોસાથ ઘરમાં બાળકો પ્રત્યેની ફરજ અને ઘરની જવાબદારીમાં એ સતત અટવાયેલી રહે છે.  
બાળકને ન્યાય ન આપી શકાય, એને જરુર હોય ત્યારે એની સાથે ન રહી શકાય કે પછી બાળકના રોજબરોજના વિકાસ સમયે આપણે હાજર ન હોય ત્યારની પીડા બહુ અઘરી હોય છે. પા પા પગલી કરતા બાળકને પડી જતું બચાવવા માટે જ્યારે માતા હાજર ન હોય ત્યારે એ માની લાગણી કોઈ પણ વ્યક્તિની આંખો ભીની કરી નાખે એવી હોય છે. ઓફિસમાં અનેક કાવાદાવા અને કામની પળોજણમાં અટવાયેલી માતા થાકેલી ઘરે આવે ત્યારે એની સામે દોડીને આવતા બાળકને ગળે વળગાડતાં જ એનો થાક ઉતરી જાય છે. ઘરથી દૂર રહેલી કેટલીક માતાઓ ઓફિસમાં બેસીને સમય મળે ત્યારે વિડીયો કોલ કરીને સંતાનની સાથે થોડીક પળો જીવ્યાનો સંતોષ માની લે છે. બહુ થોડી વર્કિંગ મધર્સ પોતાના સંતાન ઉપર સીસીટીવીની મદદથી સતત નજર રાખી શકે છે. 
પોતાની અંદર નવ મહિના ઉછેરેલા અંશને, પોતાના સંતાનને એમ મૂકીને કેમ ઓફિસે જઈ શકાય?  દરેક માતામાં આ લાગણી એક વખત તો બળવતર થઈ જ જાય છે. એને ફીડીંગ કરાવવાથી માંડીને એની નાનામાં નાની વાતને અનુભવતી દરેક સ્ત્રીને સંપૂર્ણતા લાગતી હોય છે. આજની યુવતીઓ કામ કરતી થઈ છે, મોર્ડન થઈ છે પણ દરેક માની સંતાન પ્રત્યેની લાગણી હજુ એવીને એવી જ છે. એ લાગણી, પ્રેમ, સ્નેહ, દરકારમાં કોઈ ફરક નથી આવ્યો.  
એક ચીની કહેવત છે કે, આ જગતમાં એક જ સુંદર બાળક છે અને દરેક મા પાસે એ હોય છે. ગમે એવું કાળું, કૂબડું, કોઈ ક્ષતિવાળું, કોઈ ખોડ સાથેનું બાળક હોય તો પણ એ સંતાનનો એની માતા સાથેનો સંબંધ કોઈ વ્યાખ્યામાં બેસાડી શકાતો નથી. આ એક જ એવી લાગણી છે જે શબ્દોની મર્યાદામાં બાંધી નથી શકાતી. બે સ્ત્રીઓ ભેગી થાય ત્યારે કદાચ સાસુની કૂથલી કરશે, પતિની વાત કરશે, બીજી ગોસિપ કરશે. પણ જ્યારે બે માતા મળે ત્યારે એ સંતાનની વાત કર્યા વગર રહેશે જ નહીં.  
મિલેનિયલ જનરેશનમાં વર્કિગ વુમન સિવાયની પણ સ્ત્રીઓ આવે છે. એ વિશે પણ વાત કરવી જ રહી. વોટ્સ એપ અને સોશિયલ મિડીયાના કારણે આજે સ્કૂલના છૂટી ગયેલા મિત્રો એક પ્લેટફોર્મ પર એકઠા થાય છે. એક ગ્રૂપની વાત છે. એ ગ્રૂપમાં બધી ગર્લ્સ જ હતી. એ લોકોએ ગેટ ટુ ગેધર કર્યું. એમાં એક બિઝનેસવુમન હતી, એક ડૉક્ટર હતી, એક ચાર્ટડ એકાઉન્ટન્ટ હતી, એક પોલીસ ઓફિસર હતી, એક પ્રાઈવેટ કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર હતી, એક એડિટર હતી, એક પ્રોફેસર હતી, એક સ્કૂલની પ્રિન્સીપાલ હતી ટૂંકમાં દસમાંથી આઠેક સ્ત્રીઓ કરિયરમાં ઉચ્ચ સ્થાને હતી. જે બે સ્ત્રીઓ હોમમેકર હતી એમાંથી એક યુવતીથી ન રહેવાયું એ બોલી ઉઠી કે, અમે તો ઘર સંભાળીને બેસી રહ્યાં, કંઈ ન કર્યું. ત્યારે એ ગ્રૂપમાંની જે એડિટર સ્ત્રી હતી એણે કહ્યું કે, અરે તમને બંનેને તો જેટલું અપ્રિશિયેટ કરીએ એટલું ઓછું છે. એક ઘર સંભાળવું. એક પરિવાર સાચવવો. પતિ, નણંદ, સાસુ-સસરાનું ધ્યાન રાખવું એ કંઈ ઓછી જવાબદારી નથી. બે સંતાનોને ઉછેરવા અને આ દેશને બે સારા નાગરિક આપવા એની કિંમત કોઈ દિવસ આંકી શકાય એમ નથી. હા એ વાત અલગ છે કે, વર્કિંગ વુમની માથે પરિવારની સાથોસાથ ઘરની જવાબદારીઓ પણ આવી જાય છે.  
એ ગ્રૂપમાંની બિઝનેસવુમને કહ્યું કે, ભલે બધાં એવું કહે કે મલ્ટી ટાસ્કિંગની આવડત ભગવાને સ્ત્રીમાં મૂકી છે. એ બધું જ મેનેજ કરી શકે છે. માતા અને સ્ત્રીને દેવી તરીકે જોવામાં આવે છે મારો એની સામે વાંધો છે. એ કહે છે, હા હું સંતાનોને પ્રેમ કરું છું. પણ હું સુપર વુમન કે સુપર મોમ નથી. મને પણ થાક લાગે છે. મને પણ કંટાળો આવે છે. મને પણ ફસ્ટ્રેશન આવે છે. મારે પણ કોઈ વખત બધી જ જવાબદારીઓથી  દૂર ભાગી જવું હોય છે. ઘણી વખત થોડો બ્રેક જોઈતો હોય છે. ભલે કોઈને એવું લાગે કે, આ તો કેવી માતા છે? પણ બધાં એમ કેમ ભૂલી જાય છે કે, દરેક માતા એક માણસ પણ છે.  છેલ્લે, સંતાનની સામે જોઉં ત્યારે પગ આપોઆપ અટકી જાય છે. કેમકે એ મારી સંપૂર્ણતા છે.    
વર્કિંગ વુમન માટે એક વાત હું ચોક્કસપણે માનું છું કે, પોતાના મા-બાપ હોય અથવા તો પતિના મા-બાપ હોય તો નોકરી અને સંતાનનો ઉછેર સહજ અને સરળ બને છે. બધા જ કિસ્સાઓમાં આ શક્ય નથી બનતું. મારી આસપાસ જ એવી માતાઓ છે જે દિવસના અનેકવાર મળે ત્યારે એના સંતાન વિશે વાત કર્યા વગર રહી નથી શકતી. મા અને સંતાન આ એક એવી લાગણીનો છેડો છે જે એ સ્ત્રી-મા જીવે ત્યાં સુધી એની સાથે જોડાયેલો અને જીવાતો રહે છે. એક કુર્દિશ કહેવત છે, પિતાનું કામ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનું છે જ્યારે માતાનું કામ અનંત છે.  
આજના સમયની એક નજરે ન આવતી સમસ્યા કે રિયાલિટી એ પણ છે કે, સમાજમાં સિંગલ મધરની સંખ્યા વધી રહી છે. સિંગલ મધરની ચેલેન્જિસ તો થોડી વધુ અઘરી છે. પોતાનું અને સંતાનનું ભરણ પોષણ કરવું અને સાથોસાથ સંતાનને મા અને પિતા બંનેનો પ્રેમ આપવો. સિંગલ મધરના બહુ ઓછાં બાળકો હોય છે જેને પિતાથી છૂટા પડ્યા બાદ પણ પિતાનો પ્રેમ મળતો હોય. આજની સિંગલ મધરની લડત તો વધુ અઘરી છે. રોજેરોજ એને જાણે એક યુદ્ધ લડવાનું હોય છે. રોજ સવાર પડે અને નવા પડકારો ઝીલવાના, જીવવાના અને છતાંય ફરિયાદ વગર સંતાનને ઉછેરવાનું. આ બધું વાંચીને આપણે એવું બોલી ઉઠીએ કે, આ તો મા જ કરી શકે. સુપર મોમ ન બની શકાય તો એક સ્વસ્થ, સંતુલિત અને સંવેદનશીલ માતા તરીકે એવા જ સંતાનને ઉછેરી શકાય તો પણ તમારા માટે રોજેરોજ મધર્સ ડે જ છે.  
અનેક ચેલેન્જિસને ઝીલીને જીવતી માતાઓને સેલ્યુટ સાથે હેપી મધર્સ ડે….
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
By Harsh Bhatt
આજે રાતે સંભાળજો…!
આજે રાતે સંભાળજો…!
By Vipul Pandya
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો… આજે રાતે સંભાળજો…!